ઇસ્લામાબાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૩૫:
[[૧૯૫૮]] સુધી પાકિસ્તાનની રાજધાની કરાચી રહ્યું. કરાચીની અતિ ઝડપે વધતી વસ્તી અને મુઆશીયાત ને કારણે રાજધાનીને કોઇ બીજા શહેરમાં સ્થળાંતરીત કરવાનો વિચાર કરવામાં આવ્યો. ૧૯૫૮માં આ સમયના [[અયુબ ખાન]] એ [[રાવલપિંડી]] નજીક આ જગ્યાનો વિચાર કર્યો અને અહીં શહેર બનાવવાનો હુક્મ દીધો. હંગામી રીતે રાવલપિંડીને રાજધાની ઘોષીત કરાઇ અને [[૧૯૬૦]]માં ઇસ્લામાબાદના બાંધકામની શરૂઆત થઇ. [[૧૯૬૮]]માં ઇસ્લામાબાદ રાજધાની ઘોષિત કરાયું.
== ભૂગોળ ==
ઇસ્લામાબાદની ૭૦ ટકા જનસંખ્યા પંજાબી બોલે છે.આ ઉપરાંત ઉર્દુ,પશ્તૂની અને અંગ્રેજી ભાષા પણ અહીં બહોળા પ્રમાણમાં બોલાય છે.ઇસ્લામાબાદ એ પર્વતીય ધરતી પર વસેલું સુસજ્જ શહેર છે. આ શહેરની આજુબાજુની પહાડી માટે કહેવાય છે કે આ પહાડીની પછી હિમાલયના પર્વતમાળાની શરૂઆત થાય છે. ઇસ્લામાબાદ શહેર ૪ પહાડી ઇલાકા વચ્ચે આવેલું છે તેમાંની એક મુખ્ય પહાડીનું નામ મરગલા હિલ્સ છે. કહેવાય છે કે અહીં સર્પો ખૂબ જોવા મળે છે તેથી આ પહાડીનું નામ મરગલા પડ્યું, પરંતુ આ વિસ્તારના જાણકારો કહે છે કે તેમને આ જ દિન સુધી સર્પો જોવા મળ્યા નથી. નાનામોટા વૃક્ષો અને હરીયાળા ઘાસથી સંતાયેલ આ પર્વતની અંદર ઇસ્લામાબાદની રાજધાની રાજાની જેમ શોભી રહી છે અને તેમાં પણ જે દિવસે વરસાદી સાંજ મેઘોના રસાળ બિંદુઓ વરસાવતી હોય ત્યારે તો જાણે ઇસ્લામાબાદની ધરતી પર રાજ્યાભિષેક થતો હોય તેવું લાગે છે.આ શહેરની ઊંચાઈ ૫૦૭ મીટર અને ૧૬૬૩ ફૂટ છે. ઇસ્લામાબાદની નજીકનું બીજું મોટું શહેર રાવલપિંડી આવેલું છે.
 
==પાર્ક==