કરસનદાસ માણેક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Jethwarp (talk)દ્વારા ફેરફરોને Maharshi675 દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવા
No edit summary
લીટી ૪:
==મૂખ્ય રચનાઓ==
* કાવ્ય – ખાખનાં પોયણાં( ખંડકાવ્યો), આલબેલ, મહોબતને માંડવે, વૈશંપાયનની વાણી, પ્રેમધનુષ્ય, અહો રાયજી સૂણિયે, કલ્યાણયાત્રી, મધ્યાહ્ન, રામ તારો દીવડો, શતાબ્દીનાં
 
 
== સવિશેષ પરિચય ==
 
'''માણેક કરસનદાસ નરસિંહ, : ‘પદ્મ’, ‘વૈશંપાયન’, ‘વ્યાસ’ (૨૮-૧૧-૧૯૦૧, ૧૮-૧-૧૯૭૮) : કવિ, વાર્તાકાર, નિબંધકાર.''' જામનગર જિલ્લાના હડિયાણાના વતની. જન્મ કરાંચીમાં. ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ. અસહકારની ચળવળ
વેળાએ કરાંચીથી ઈન્ટરનો અભ્યાસ છોડી ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા, પણ પરીક્ષા આપ્યા વિના ૧૯૨૩માં ફરી કરાંચીની ડી.જે. કૉલેજમાં દાખલ થઈ ૧૯૨૭માં સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. થયા. ૧૯૩૯ સુધી ત્યાંની બે
હાઈસ્કૂલોમાં આચાર્ય તરીકે કામ કર્યું; અને એ દરમિયાન એક વર્ષ ‘ડેઈલી મિરર’ નામનું અંગ્રેજી છાપું ચલાવ્યું તેમ જ ૧૯૩૦ અને ૧૯૩૨માં જેલવાસ ભોગવ્યો. ૧૯૩૯ થી ‘જન્મભૂમિ’ના તંત્રીવિભાગમાં. વસવાટ મુંબઈમાં. ૧૯૪૮ થી જન્મભૂમિ
ટ્રસ્ટના ‘નૂતન ગુજરાત’ના તંત્રી. ૧૯૫૦ માં એ સામયિક બંધ પડતાં ૧૯૫૧ થી ‘સારથિ’ સાપ્તાહિક અને પછી ‘નચિકેતા’ માસિક શરૂ કર્યું. વડોદરામાં અવસાન.
 
એમની લેખનપ્રવૃત્તિનો આરંભ ૧૯૨૪માં એમણે કરેલા ટાગોરકૃત ‘મુક્તધારા’ અને ‘બે બાળનાટકો’ (‘શરદુત્સવ’, ‘મુકુટ’)ના અનુવાદોથી થયો. ‘ખાખનાં પોયણાં’ (૧૯૩૪) ખંડકાવ્ય એમની આરંભની કાવ્યશક્તિનો ખ્યાલ આપે છે. ‘આલબેલ’
(૧૯૩૫)માં મુક્ત પ્રણય, સામ્યવાદી મિજાજથી રંગાયેલી રાષ્ટ્રભક્તિ અને ઈશ્વરભક્તિનાં કાવ્યો છે. ‘મહોબતને માંડવે’ (૧૯૪૨)માં ધીંગા પ્રણય-શૃંગારને વાચા મળી છે. ‘વૈશંપાયનની વાણી’-ભા. ૧,૨ (૧૯૪૩, ૧૯૪૫)માં સમકાલીન
રાજકારણ, સામાજિક કુરિવાજો ઉપર ઘેરા કટાક્ષો કરતી આખ્યાનશૈલીની રચનાઓ ગ્રંથસ્થ થઈ છે. ‘પ્રેમધનુષ્ય’ (૧૯૪૪)માં મુગ્ધ પ્રણયનાં અને ‘અહો રાયજી સુણિયે’ (૧૯૪૫)માં સમાજવાદી વિચારસરણી અને રાષ્ટ્રભક્તિનાં કાવ્યો
સંગૃહીત છે. ગાંધીજી ઉપર લખાયેલી પદ્યકૃતિ ‘કલ્યાણયાત્રી’ (૧૯૪૫) પ્રશસ્તિપૂર્ણ રચના છે. ‘મધ્યાહ્ન’ (૧૯૫૮)માં મુગ્ધ પ્રણય અને સમકાલીન જીવનની વિષમતા, ‘રામ તારો દીવડો’ (૧૯૬૪)માં ભકતની આરત તથા ‘શતાબ્દીનાં સ્મિતો
અને અશ્રુઓ’ (૧૯૬૯)માં શતકનાં હાસ-શોક કાવ્યબદ્ધ થયાં છે. એમની બે દીર્ઘરચનાઓ ‘હરિનાં લોચનિયાં’ (૧૯૬૯) અને ‘લાક્ષાગૃહ’ (૧૯૭૬) અનુક્રમે ગાંધી-કૃષ્ણનાં જીવનની કરુણતા અને મહાભારતકર્મમાં વ્યાસનાં કતૃત્વ-વેદનાને આલેખે છે.
 
જીવનની સમસ્યાઓ અને મંગળતત્ત્વને નિરૂપતી એમની વાર્તાઓ ‘માલિની’ (૧૯૪૪), ‘રામ ઝરૂખે બૈઠકે’ (૧૯૬૬) અને ‘તરણા ઓથે’ (૧૯૭૫)માં; તો ધર્મકથાઓ, પુરાણકથાઓ અને બોધકથાઓને પોતાની શૈલીમાં વાર્તારૂપે ઢાળી છે તે
કથાઓ ‘પ્રકાશનાં પગલાં’ (૧૯૪૫), ‘દિવ્ય વાર્તાઓ’ (૧૯૫૫), ‘અમર અજવાળાં’ (૧૯૫૯) અને ‘રઘુકુળરીતિ’ (૧૯૬૩)માં સંચિત થઈ છે. સિંધની કથાઓ, દંતકથાઓ પર આધારિત ‘સિંધુની પ્રેમકથાઓ’ (૧૯૫૩)માં અને બે લઘુનવલો
‘સિંધુનું સ્વપ્ન અને પ્રીતનો દોર’ (૧૯૬૫)માં ગ્રંથસ્થ થઈ છે.
 
એમના ગંભીર પર્યેષણાત્મક નિબંધો ‘કળીઓ અને કુસુમો’ (૧૯૪૯)માં, ચિંતનાત્મક નિબંધો ‘ગીતાવિચાર’માં અને ધર્મઅધ્યાત્મના નિબંધો ‘હરિનાં દ્વાર’ (મરણોત્તર, ૧૯૭૯)માં સંચિત છે. ‘સંસ્કૃત સાહિત્યમાં ડોકિયું’ (૧૯૫૯) નામક
પરિચયપુસ્તિકા એમનો વિવેચક તરીકેનો પરિચય કરાવે છે. ‘મહાભારતકથા’- ભા. ૧, ૨, ૩ (૧૯૭૨, ૧૯૭૩, ૧૯૭૪)માં એમણે મહાભારતને રસતળી શૈલીમાં નિરૂપ્યું છે. ‘આઝાદીની યજ્ઞજવાળા’ (૧૯૪૩) ૧૮૫૭ થી ૧૯૪૨ સુધીના ભારતના
આઝાદીજંગનો ચિતાર આપે છે. ‘સાહિત્ય અને પ્રગતિ’ (અન્ય સાથે, ૧૯૪૫) એમનું ઉમાશંકર જોશી આદિના સહયોગમાં થયેલું સંપાદન છે; તો વિનોબા અને શિવાનંદજીના વિચારોનું એમણે ‘અધ્યાત્મદર્શન’ (૧૯૬૩)માં સંકલન કર્યું છે.
‘ભર્તૃ હરિનિર્વેદ’ (૧૯૫૮) એ હરિહર ઉપાધ્યાયના સંસ્કૃતગ્રંથનો એમણે કરેલો અનુવાદ છે. (- બારીન મહેતા)
 
[http://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Karsandas-Manek.html આ પરિચયની પ્રમાણભૂત માહિતી ગુજરાતી સાહિત્ય પરિષદ પરથી મેળવી શકાશે.]
 
 
 
 
 
[[Category:ગુજરાતી સાહિત્યકાર]]