કાકાસાહેબ કાલેલકર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૪૦:
==સાહિત્ય પરીચય==
ગાંધીજીના અંતેવાસીઓમાંના દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર પાસેથી ભારતીય સંસ્કૃતિનું સમુચિત ગૌરવ કરતું ચિંતનલક્ષી સાહિત્ય અને વિરલ પ્રવાસનિબંધો મળ્યાં છે. એ પૈકી ‘હિમાલયનો પ્રવાસ’ પુરાણ, ધર્મ, ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિની રમણીય યાત્રા બની રહે છે. તો લલિત નિબંધ એક સ્વનિર્ભર સાહિત્યિક સ્વરૂપ તરીકે તેમના નિબંધોથી પ્રતિષ્ઠિત થાય છે. શુદ્ધ કલ્પનાપ્રાણિત નિબંધો ઉત્તમ રૂપે અને વિપુલ સંખ્યામાં પ્રથમવાર તેમની પાસેથી મળે છે. ‘રખડવાનો આનંદ’, ‘જીવનનો આનંદ’, ‘જીવનલીલા’, ‘ઓતરાતી દીવાલો’ વગેરે સંગ્રહોમાં આ પ્રકારની લલિતરચનાઓ છે. તેમા ગદ્યસામર્થ્યને કારણે –ગાંધીજી—તરફથી તેમને ‘સવાઈ ગુજરાતી’નું બિરુદ મળેલું.
 
== જીવન ઝરમર ==
 
'''કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ, ‘કાકાસાહેબ’ (૧-૧૨-૧૮૮૫, ૨૧-૮-૧૯૮૧) : નિબંધકાર, પ્રવાસલેખક.''' જન્મ મહારાષ્ટ્રના
સતારામાં. મરાઠીમાં પ્રાથમિક શિક્ષણ પૂના, શાહપુર, બેલગામ, જત, સાધનપુર અને ધારવાડ વગેરે સ્થળેથી લઈને ૧૯૦૩
માં મેટ્રિક. ૧૯૦૭ માં પૂનાની ફર્ગ્યુસન કોલેજમાંથી ફિલોસોફી વિષય સાથે બી.એ. ૧૯૦૮ માં એલએલ.બી.ની પ્રથમ વર્ષની
પરીક્ષા. ૧૯૦૮ માં બેલગામમાં ગણેશ વિદ્યાલયમાં આચાર્ય. ૧૯૦૯ માં મરાઠી દૈનિકમાં. ૧૯૧૦ માં વડોદરાના ગંગનાથ
વિદ્યાલયમાં. ૧૯૧૨ માં વિદ્યાલય બંધ થતાં હિમાલયના પગપાળા પ્રવાસે. ૧૯૧૫થી શાંતિનિકેતનમાં. ૧૯૨૦થી ગુજરાત
વિદ્યાપીઠમાં પ્રાચીન ઈતિહાસ, ધર્મશાસ્ત્ર, ઉપનિષદો અને બંગાળીના અધ્યાપક. અહીં ગુજરાતી જોડણીકોશનું કામ એમણે
સંભાળેલું. ૧૯૨૮ માં વિદ્યાપીઠના કુલનાયકપદે. ૧૯૩૪ માં વિદ્યાપીઠમાંથી નિવૃત્તિ. ૧૯૩૫માં ‘રાષ્ટ્રભાષા સમિતિ’ના
સભ્યપદે રહી હિન્દી ભાષાના રાષ્ટ્રીય કક્ષાએ પ્રચારનું કાર્ય. ૧૯૪૮ થી ગાંધી સ્મારક નિધિ, મુંબઈમાં અને ૧૯૫૨ થી એ
દિલ્હીમાં ખસેડાઈ ત્યારે દિલ્હીમાં સ્મારક નિધિના કાર્યમાં જીવનના છેલ્લા દિવસો સુધી વ્યસ્ત. દશેક વખત કારાવાસ
ભોગવેલો અને પાંચેક વખત વિદેશપ્રવાસ ખેડેલો. ૧૯૫૨ માં રાજ્યસભામાં સંસદસભ્ય તરીકે ને ૧૯૫૩ માં ‘બેકવર્ડ કલાસ
કમિશન’ ના પ્રમુખ તરીકે તેઓ નિયુક્ત થયેલા. ૧૯૫૯ના ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના વીસમા અધિવેશનના પ્રમુખ.
૧૯૬૪માં ‘પદ્યવિભૂષણ’નો ઈલ્કાબ અને ૧૯૬૫ નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક.
 
‘હિમાલયનો પ્રવાસ’ (૧૯૨૪), ‘બ્રહ્મદેશનો પ્રવાસ’ (૧૯૩૧), ‘પૂર્વ આફ્રિકામાં’ (૧૯૫૧), ‘શર્કરાદ્રિપ અને મોરેશિયસ’