ચંદ્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ફેરફાર: wuu:月球
No edit summary
લીટી ૨:
{{sci-stub}}
 
'''ચંદ્ર''' [[પૃથ્વી]]નો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે.જ્યારે સુર્યમડળ બનતો હતો ત્યારે આપણી પૃથવી જોડે કઇક અથઙાયુ હતુ ત્યારે રે પૃથવી નો થોડૉ ભાગ હવા ઉઙી તે બધો ભાગ ભેગો મળી ચંદ્ર બન્યો છે. ચંદ્ર પૃથ્વીથી ૩૮૪,૪૦૧ કીલોમીટરના (૨૩૮,૮૫૭ માઇલ) અંતરે આવેલો છે. ચંદ્રનો [[વર્તુળનો વ્યાસ|વ્યાસ]] ૩,૪૭૬ કીલોમીટર (૨,૧૬૦ માઇલ) છે. સુર્યના પ્રકાશને ચંદ્રની સપાટી પરથી પરાવર્તીત થઇને પૃથ્વી સુધી પહોંચતા ૧.૩ સેકેન્ડ લાગે છે. વ્યાસ અને કદના માપમાં આપણો ચંદ્ર સૌરમંડળના અન્ય ઉપગ્રહોમાં પાંચમાં સ્થાને આવે. ચન્દ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતા લગભગ છઠ્ઠા ભાગનું છે. ચન્દ્રને પૃથ્વીની ફરતે એક પરિક્રમા કરતા ૨૭.૩ દિવસો લાગે છે. ચન્દ્રના ગુરુત્વાકર્ષણ અને તેના પૃથ્વી ફરતેના પરિક્રમણ દ્વારા ઉત્પન્ન થયેલ કેન્દ્રગામી બળને લીધે સમુદ્રોમાં ભરતી અને ઓટ આવે છે. આ ભરતી-ઓટ ના લીધે ચન્દ્ર અને પૃથ્વીની ધરીની સ્થિતિશક્તિમાં ઘટાડો થાય છે અને બન્ને વચ્ચેનું અંતર દર વર્ષે ૩.૮ સે.મી. જેટલું વધે છે.
 
ચન્દ્ર એવો એક જ અવકાશી પદાર્થ છે જ્યાં સુધી મનુષ્યોએ પ્રવાસ કર્યો છે અને જ્યાં મનુષ્યોએ ઉતરાણ કર્યું છે. [[સંયુક્ત રાજ્ય અમેરિકા|અમેરિકા]]ના [[ઍપોલો કાર્યક્રમ]] અંતર્ગત ૧૯૬૯ થી ૧૯૭૨ દરમ્યાન ચન્દ્ર પર છ વખત ઉતરાણ થયું હતું અને છેલ્લા સમાનવ ઉતરાણ સાથે ઍપોલો કાર્યક્રમની સમાપ્તિ થઈ હતી.