૧૮૫૭ની ભારતીય ક્રાંતિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: cs:Velké indické povstání
નાનું Robot: Formatting ISBN
લીટી ૭૩:
બળવો ફાટી નીકળ્યો તેનાથી દશ મહિના અગાઉ અસંતોષ માટે અન્ય એક કારણ ૨૫ જુલાઇ ૧૮૫૬નો જનરલ સર્વિસ એનલિસ્ટમેન્ટ એક્ટ હતો. ઉપર જણાવ્યા પ્રમાણે બંગાળ આર્મીના સૈનિકોને વિદેશીમાં સેવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. તેમને એવા વિસ્તારોની સેવા માટે જ ભરતી કરવામાં આવ્યા હતા જ્યાં તેઓ આગેકૂચ કરી શકે. ગવર્નર-જનરલ લોર્ડ ડેલહાઉસી દ્વારા તેને વિસંગતતા રૂપે જોવામાં આવ્યું હતું કારણ કે મદ્રાસ અને બોમ્બે આર્મીના તમામ સિપાહીઓ (વત્તા બંગાળ આર્મીની છ “જનરલ સર્વિસ” બટાલિયનો)એ જરૂર પડે તો વિદેશમાં પણ સેવા બજાવવાની શરતનો સ્વીકાર કર્યો હતો. પરિણામે બર્મા (જ્યા માત્ર સમુદ્ર મારફત જઇ શકાતું હતું) અને ચીનમાં સક્રિય સેવા માટે સૈન્ય પૂરું પાડવાનો બોજ અપ્રમાણસર રીતે બે નાની પ્રેસિડેન્સી આર્મી પર આવી પડ્યો હતો. નવા ગવર્નર-જનરલ લોર્ડ કેનિંગ દ્વારા સહી કરીને ઘડવામાં આવેલા ધારા પ્રમાણે બંગાળ આર્મીમાં માત્ર નવા ભરતી થનારા સૈનિકોએ જનરલ (વિદેશમાં) સેવા માટે પ્રતિબદ્ધતા આપવાની ફરજ પડતી હતી. જોકે સેવા બજાવતા ઉચ્ચ વર્ણના સૈનિકોને બીક હતી કે તેમને પણ અંતે ધારો લાગુ થશે, તથા પિતાની જેમ પુત્રોને સૈન્યમાં પ્રવેશ કરતા અટકાવવામાં આવશે, જે સૈન્યમાં ફરજ બજાવવાની પરિવારોની એક મજબૂત પરંપરા હતી.<ref>''એ મેટર ઓફ હોનર - ભારતીય લશ્કર, તેના અધિકારીઓ અને માણસો અંગેનો લેખ'' , ફિલિપ મેસન, ISBN 0-333-41837-9, પાનું 261</ref>
 
આ ઉપરાંત વરિષ્ઠતાના આધારે (સેવાના સમયગાળા) બઢતી અંગે પણ અસંતોષ હતો. આ, તથા બટાલિયનોમાં યુરોપીયન અધિકારીઓની વધતી સંખ્યાના કારણે બઢતીની પ્રક્રિયા ધીમી થઇ હતી<ref name="autogenerated1"></ref> અને ઘણા ભારતીય અધિકારીઓ વૃદ્ધ થઇને બિનકાર્યક્ષમ ન થઇ જાય ત્યાં સુધી કમિશન્ડ પાયરી સુધી પહોંચી શકતા ન હતા.<ref>ફ્રોમ સિપાહી ટુ સુબેદાર - બંગાળ આર્મીના નેટિવ ઓફિસર સુબેદાર સીતા રામનું જીવન અને સાહસો, જેમ્સ લન્ટ દ્વારા સંપાદિત, ISBN0ISBN 0-333-45672-6, પાનું 172</ref>
 
છેલ્લો તણખો નવી પેટર્ન ૧૮૫૩ની એન્ફિલ્ડ રાઇફલ માટેના દારુગોળા અંગે કંપનીના અધિકારીઓના પ્રતિભાવના કારણે સર્જાયો હતો. નવી રાઇફલને લોડ કરવા માટે સિપાહીએ કારતુસને મોઢેથી તોડીને ખોલવી પડતી હતી. એવું માનવામાં આવતું હતું કે રાઇફલ સાથે આપવામાં આવેલા પેપર કાર્ટ્રીજ પર બહારના પડ પર લાર્ડ (ડુક્કરની ચરબી), જે મુસ્લિમો માટે વર્જ્ય છે અને ટેલો (ગાયની ચરબી), જે હિંદુઓ માટે પ્રતિબંધિત છે, તે લગાવવામાં આવતું હતું.<ref name="Victorianweb">[http://www.victorianweb.org/history/empire/1857/index.html વિક્ટોરિયન વેબ] 1857 ઇન્ડિયન રેબિલિયન</ref> કંપનીના અધિકારીઓને કારતુસ વિશે પેદા થઈ રહેલી સમસ્યા વિશે સૌથી પહેલા જાન્યુઆરીમાં અણસાર આવ્યો હતો જ્યારે તેમને ડમ ડમ ખાતે ઉચ્ચ વર્ણના સિપાહીઓ અને નીચલા વર્ણના મજૂરો વચ્ચે થયેલા વિખવાદના અહેવાલ મળ્યા.<ref>{{Harvnb|Hibbert|1980|p=63}}</ref> મજૂરોએ સિપાહીઓને એવું કહીને મ્હેણું માર્યું હતું કે કારતુસને મોઢેથી તોડીને તેમણે પોતાની જાતિ ગુમાવી હતી, જોકે તે સમયે ડમડમ શસ્ત્રાગારે વાસ્તવમાં નવા રાઉન્ડનું ઉત્પાદન પણ શરૂ કરવામાં આવ્યું ન હતું અને તાલીમ માટે પણ એક પણ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો ન હતો.<ref>{{Harvnb|David|2003|p=53}}</ref> 27 જાન્યુઆરીના રોજ લશ્કરી સચિવ કર્નલ રિચાર્ડ બર્કે આદેશ આપ્યો કે ડેપોમાંથી આપવામાં આવેલા તમામ કારતુસ ઉપરથી ગ્રીઝ દૂર કરવામાં આવે, અને સૈનિકો પોતાની જાતે ‘‘પોતાને જે પસંદ પડે’’ તે મિશ્રણનો ઉપયોગ કરીને તેને ગ્રીઝ કરવાની છુટ આપવામાં આવી.<ref>{{Harvnb|David|2003|p=54}}</ref> લોડિંગને ડ્રીલ કરવામાં પણ સુધારો કરવામાં આવ્યો જેથી કારતુસને મોઢેથી તોડવાની જરૂર ન પડે પરંતુ હાથેથી ખોલી શકાય. જોકે, તેનાથી ઘણા સિપાહીઓને ખાતરી થઇ ગઇ કે અફવા સાચી હતી અને તેમનો ભય સાચો પૂરવાર થયો હતો. ત્યાર પછી એવી અફવા શરૂ થઈ કે નવા કારતુસના પેપર ગ્લેઝ કરાયેલા હતા અને અગાઉ ઉપયોગમાં લેવાયેલા પેપર કરતા વધુ કડક હતા અને તેમાં ગ્રીઝ નાખવામાં આવ્યું હતું.