વિકિપીડિયા:ચોતરો (અન્ય): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨૩૩:
 
આપણે પહેલા પણ આ વિષયે ચર્ચા કરી ચુક્યા છીએ પરંતુ હવે ઠોસ કાર્ય કરવાનો સમય પાકી ગયો છે. આપણે જોયું છે કે અવારનવાર સભ્યો અહીં ચિત્રો ચઢાવતા હોય છે. વિકિમીડિયા કોમન્સની જેમ આપણી પાસે નવા ચઢાવેલા માધ્યમો પર ચાંપતી નજર રાખવું શક્ય નથી, અને આને કારણે શક્ય છે કે ક્યારેક પ્રકાશનાધિકારથી સુરક્ષિત ફાઈલ્સ અહીં રહી પણ જાય. આના ઉપાય સ્વરૂપે આપણે પહેલા પણ ચર્ચ્યું હતું તેમ, જો ગુજરાતી વિકિપીડિયા પર ફાઇલ અપલોડ કરવાનું અશક્ય બનાવીને તે લિંક કોમન્સ પર દોરી જાય તો આપણો હેતુ સરે. હવે આમ કરતાં મુશ્કેલી ફક્ત એક જ નડે કે કોમન્સ 'ફેર યુઝ' (ઉચિત વપરાશ) ફાઇલો સ્વિકારતું નથી, જ્યારે અંગ્રેજી અને કદાચ અન્ય વિકિપીડિયાઓ આવી ફાઇલો સ્વિકારે છે. જો આપણે અહીં ફાઇલ ચઢાવવા પર સદંતર બંધી મુકી દઈએ તો આપણી પાસે કોઈક લેખોમાં એકે ચિત્ર ના રહે તેવું શક્ય છે. હું આનો પ્રખર હિમાયતી છું, કેમકે કોઈ લેખમાં ચિત્ર નહી હોય તો કશો વાંધો નહી આવે પણ કોઈક વ્યક્તિ ઉચિત વપરાશને નામે પ્રકાશનાધિકારથી સુરક્ષિત ફાઇલ ચઢાવી દેશે અને આપણે તેની ચોક્સાઈ નહી કરી શકીએ તો તકલીફ થવાની સંભાવના છે. આ વિષે આપના મત જાણવાની ઉત્સુકતા છે. આશા રાખું કે સહુ સક્રિય સભ્યો પોતાનો મત જણાવે અને જો કોઈ નિષ્ક્રિય સભ્યોની સાથે પણ આપ સંપર્કમાં હોવ તો તેમને પણ જાણ કરવા વિનંતી જેથી આપણે શક્ય તેટલા વધુ લોકોનો મત જાણી શકીએ.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૨૦, ૨૮ નવેમ્બર ૨૦૧૧ (UTC)
 
: મારો અંગત મત પણ ધવલભાઈને ટેકો આપતો જ છે. પ્રકાશનાધિકારથી રક્ષિત ચિત્રો વપરાય એ કરતાં ઓછાં કે કાયદેસરના ચિત્રો જ ચઢે તે વધુ યોગ્ય છે. આમે આપણાં પોતાના દ્વારા પડાયેલા કે બનાવાયેલા ચિત્ર (ફોટો) કોમન્સ સ્વિકારે જ છે. એક વિનંતી એ કરીશ કે 'કોમન્સ' પર ચિત્ર ચઢાવવા બાબતે ગુજરાતીમાં જરૂરી માર્ગદર્શન કરતો એક લેખ (મદદ વિભાગમાં) બનાવીને મુકવો. જેથી નવાસવા મિત્રોને માર્ગદર્શન મળી રહે. છતાં અન્ય મિત્રોના વિચારો ધ્યાને લઈ કાર્યવાહી કરવા વિ. --[[સભ્ય:Ashok modhvadia|અશોક મોઢવાડીયા]] ૧૪:૦૫, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
 
:: મારો મત છે કે ગમે એ ચીત્રો ચઢાવવા દેવા. થોડાક એવા પ્રબંધક તૈયાર કરવા જે આવા ચીત્રોની સાર સંભાળ કરે અને નકામા ચીત્રોને ચેતવણી આપી કાઢતા આવે. પ્રકાશનના અધીકારનો પ્રશ્ર્ન બધામાં આવે છે. એટલે કોઈ ધ્યાન દોરે તો ખબર પડે. બાકી મને તો પીએચડીની ડીગ્રી પણ છેવટે અહીં ત્યાંની ઉઠાંતરી જ લાગે છે. [[સભ્ય:Vkvora2001|Vkvora2001]] ૧૪:૨૩, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
 
:::આભાર અશોકભાઈ. આપનું સુચન સારૂં છે કે કોમન્સમાં કેવી રીતે ચિત્રો ચઢાવવા તેનું માર્ગદર્શન ગુજરાતીમાં આપીએ. જો, રિડાયરેક્ટ સેટ કરીશું તો એમ કરીશું કે અહીં 'ફાઈલ ચઢાવો'ની કડી પર ક્લિક કરતા માર્ગદર્શિકાનું પાનું ખુલે, અને તેને અંતે કોમન્સની કડી આપેલી હોય.
 
:::વોરા સાહેબ, આપનો પણ આભાર. આપની સાથે હું પણ સહમત છું કે પી.એચ.ડી.ની થિસિસ પણ ઉઠાંતરી જ હોય છે. પણ કોઈ પાપ/ગુનો કરતું હોય તેમાં આપણે શું કામ ભાગીદાર થવું? કાલે ઉઠીને કોઈ પોતાના પ્રકાશનાધિકારથી સુરક્ષિત ચિત્રનો ઉપયોગ કરવા બદલ આપણી ઉપર દાવો ઠોકી બેસાડે ત્યારે ક્યાં જવું? અને અત્યારે જ્યારે આપણી પાસે પુરતા યોગદાનકર્તાઓ નો જ અભાવ છે ત્યારે વળી ચિત્રો ઉપર દેખરેખ રાખવા માટે ક્યાં કોઈને નિમવા? એ જ સમય આપણે કોઈ અન્ય રચનાત્મક કાર્યમાં ના વાપરીએ?--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૪:૫૬, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
 
::::સહેમતી --[[સભ્ય:Sushant savla|sushant]] ૧૫:૨૨, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
 
:::::ગુજરાતી વિકિપીડિયાની હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને ચિત્રો ચઢાવવા અંગેની નીતિઓમાં ફેરફાર આપે જે દર્શાવ્યા તેમાં હું પણ સહમત છુ. જેમાં મારૂ અંગત સુચનએ છેકે, જેમ અશોકભાઈ અને ધવલભાઈએ કહ્યુ તેમ "ફાઈલ ચઢાવો" ની કડી પર ક્લિક કરતા માર્ગદર્શિકાનું પાનું ખુલે તો દરેક મિત્રોમાં થોડી જાગૃતિ આવશેકે, અહીં કેવા ચિત્રો ચઢાવવા કે કેવા ના ચઢાવવા, સુંદર વિચાર છે. જેટલો વહેલો અમલમાં મુકી શકીયે તો વિકિપીડિયાને ફાયદો થશે તેવુ મારૂ માનવુ છે.--[[સભ્ય:જીતેન્દ્રસિંહ|જીતેન્દ્રસિંહ]] ૧૮:૨૬, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)