કાર્તિકેય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૨:
 
== જન્મનો ઉદ્દેશ્ય==
ભગવાન કાર્તિકેયના જન્મ વિશે ઘણી લોકવાયકાઓ પ્રચલિત છે પરંતુ શિવપુરાણ અનુસાર તારકાસુર રાક્ષસે ભગવાન પાસેથી વરદાન પામી ત્રણે લોકમાં પોતાનું શાસન સ્થાપવા હેતુ, આસુરી પ્રવૃત્તિથી યુદ્ધ કરીને ત્રણે લોક જીતી લીધાબાદ તેણે ઇન્દ્રાસન પામવા માટે દેવો પર આક્રમણ કર્યું. દેવસેના અસુરસેના સામે હારવા લાગી તેથી દેવરાજ ઇન્દ્રે હારને જીતમાં પલટાવવાનો ઉપાય શોધવા લાગ્યા. તારકાસુરને મળેલ વરદાન મુજબ તેનો વધ ભગવાન [[શિવ]] અને દેવી [[પાર્વતી]]ના દ્વિતીય સંતાન ના હાથે જ લખાયેલ હતો પરંતુ ભગવાન [[શિવ]] તપ માં લીન હતા. તેથી દેવરાજ ઇન્દ્રે કામદેવ અને રતિ ની મદદથી ભગવાનની તપ આરાધના ભંગ કરાવી જેના પરિણામે શિવજીએ ત્રીજું નેત્ર ખોલી કામદેવ ને ભસ્મ કરી દીધા. કામદેવ ના ભસ્મ થયાબાદ હકિકતની જાણ થતાં ભગવાને તેને પુનઃ સજીવન કરી આપ્યા. કામબાણની અસરને કારણે ભગવાન [[શિવ]] અને દેવી [[પાર્વતી]] મુળવાત ભુલીને પ્રેમ અવસ્થામાં વિહાર કરવા લાગ્યા તેથી ચિંતિત દેવરાજ ઇન્દ્ર [[વિષ્ણુ]] ભગવાનની શરણે ગયા. [[વિષ્ણુ]] ભગવાનની આગેવાની હેઠળ તમામ દેવી દેવતા ભગવાન [[શિવ]] અને દેવી [[પાર્વતી]] ને પોતાની વ્યથા વ્યક્ત કરવા કૈલાશ પર્વત પર ગયા જ્યાં રતિક્રિયા મગ્ન ભગવાન [[શિવ]]નાં અતિ તેજોમય વીર્યનું એક ટીપું ટપક્યુ. અચાનક આવેલ દેવતાઓએ આ ઘટના જોઇ અને અગ્નિદેવે પક્ષી સ્વરુપ ધારણ કરી તેને પોતાની ચાંચ માં ઝીલી લીધું પરંતુ તેનું તેજ સહન ન થતાં ભગવાનની આજ્ઞાથી છ તેજસ્વી દેવીઓને તે વહેચી દીધું.
 
{{સ્ટબ}}