Content deleted Content added
લીટી ૭૦૨:
: સંગ્રામ = યુદ્ધ, લડાઈ, જંગ; ભારતની સ્વતંત્રતાની લડતમાં અહિંસા પર જોર મુકાયુ હતું માટે સંગ્રામ શબ્દ વધુઇ આક્રમક અને અનુચિત લાગે છે. તમે સૂચવ્યું તેમ આંદોલન પણ તે લડતની પૂર્ણ અભિવ્યક્તિ નથી કેમકે તે લડતમાં સંગ્રામો પણ થયા છે. તેમ જોતા આંદોલન તે શબ્દ ખસેડાવો જોઈએ તે માટે હું પણ સહેમત છું. આ મુદ્દાના અન્ય વિકલ્પ તરીકે તમે સૂચવેલો "ચળવળ" અથવા તો "લડત" શબ્દ મને યોગ્ય લાગે છે. આમ તો મારે "ચળવળ" આ જ શબ્દ મુકવો હતો. પણ મને લાગ્યું કે ફરી મુંબઈ માં બોલાતી ગુજરાતી અને ગુજરાતમાં બોલાતી ગુજરાતી વચ્ચે સંગ્રામ છેડાય તેને બદલે હું જ આંદોલન શબ્દ વાપરું, કેમકે આ પહેલા મેં વિકિપીડિયા પર સ્વતંત્રતા આંદોલન આ શબ્દ વાંચ્યો હતો. --[[સભ્ય:Sushant savla|sushant]] ૧૫:૫૨, ૯ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
:: સૌ પ્રથમ તો સુશાંતભાઈને ઘણા સમયે મળ્યો તેથી નમસ્કાર કરી લઉં. મેં થોડું વાચ્યું તો લાગે છે કે '''"ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ"''' એવું નામ વધુ યોગ્ય લાગે છે. અહીં "ભારતીય" નું "ભારતનો" કર્યું છે તે ધ્યાન ખેંચુ છું. અહીં ભ.ગો.મં.ની લિંક્સ આપું છું જે પર ’[http://www.bhagvadgomandal.com/index.php?action=dictionary&sitem=%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF&type=2&key=false&page=0 સ્વાતંત્ર્ય]’, ’[http://www.bhagvadgomandal.com/index.php?action=dictionary&sitem=%E0%AA%B8%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE&type=1&page=0 સંગ્રામ]’, '[http://www.bhagvadgomandal.com/index.php?action=dictionary&sitem=%E0%AA%9A%E0%AA%B3%E0%AA%B5%E0%AA%B3&type=2&key=false&page=0 ચળવળ]' અને ’[http://www.bhagvadgomandal.com/index.php?action=dictionary&sitem=%E0%AA%86%E0%AA%82%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B2%E0%AA%A8&type=1&key=false&page=0 આંદોલન]’ના અર્થ આપેલા છે. જે પરથી કંઈક અનૂમાન આવશે. સુશાંતભાઈએ જો કે ’સંગ્રામ’ સાથે ભળેલા હિંસાના તત્વને કારણે આંદોલન શબ્દ વાપરવા વિચાર્યું પરંતુ આ શબ્દ તેના મુળ અર્થને કારણે બરાબર બંધબેસતો થતો નથી.. બીજું સંગ્રામ શબ્દ સાથે હિંસા ભળેલી જ હોવી જરૂરી નથી, શબ્દ તરીકે તેનો અર્થ છે માત્ર ’યુદ્ધ’ કે ’લડત’, જે હિંસક-અહિંસક (ગાંધીજીની લડત વિષયને ધ્યાને રાખો તો) હોઈ શકે. આમે આપણે ત્યારના અહિંસક લડતમાં ભાગ લેનારાઓ માટે એક બહુ પ્રચલિત શબ્દ વાપરીએ છીએ '''"સ્વાતંત્ર્ય સેનાની"''', જેનો અર્થ છે 'સંગ્રામમાં સેનાને દોરનાર'. ત્યાં સ્વાતંત્ર્ય ચળવળીયા કે સ્વાતંત્ર્ય આંદોલનકાર એવા શબ્દો બંધબેસતા નથી થતા. જો કે અન્ય મિત્રો અને ધવલભાઈ તથા આપ હજુ આ પર વધુ વિચાર કરી જે શબ્દ યોગ્ય જણાય તે જ રાખવો. મારૂં તો આ નમ્રસુચન માત્ર છે. --[[સભ્ય:Ashok modhvadia|અશોક મોઢવાડીયા]] ૦૮:૧૦, ૧૦ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
::: ગુજરાતી વિકિપીડીયાનો જુનો ડાયરો હવે ભેળો થયો. જોવો ધવલભાઈ તમારા જુનાગઢ આવવાથી આટલો ફાયદો થયો :-) અશોકભાઈએ ખાખાખોરા કરીને આપણને તૈયાર ડીશ આપી અને તે મુજબ જોઈએ તો મારૂ માનવુ પણ એવુ છે કે '''"ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ"''' થોડુ વધુ યોગ્ય લાગે છે. તો આપ પ્રબંધકશ્રીને યોગ્ય લાગે તે મુજબ સુશાંતભાઈ સાથે ચર્ચા કરીને નિર્ણય આપશો જે અમોને શિરોમાન્ય છે. જય માતાજી...--[[સભ્ય:જીતેન્દ્રસિંહ|જીતેન્દ્રસિંહ]] ૧૦:૪૯, ૧૦ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)