સિણધઇ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''સિણધઇ ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[નવસારી]] જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકીના એક એવા [[વાંસદા|વાંસદા તાલુકા]]નું મહત્વનું ગામ છે. સિણધઇ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[આંગણવાડી]], દુધની ડેરી, [[પંચાયતઘર]] જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. સિણધઇ ગામમાં [[અંબિકા નદી]]ના કિનારા પર આવેલું ભવ્ય સાંઇ મંદિર જોવાલાયક છે.
 
સિણધઇ ગામ પ્રખ્યાત યાત્રાધામ [[ઉનાઇ]]થી વહેવલ જતા માર્ગ પર ઉનાઇથી માત્ર ૨ (બે) કિલોમીટરના અંતરે પશ્ચિમ દિશામાં આવેલું છે.
 
આ ગામમાં મુખ્ય વસ્તી [[આદિવાસી]]ઓની છે. અંહીના લોકો [[ધોડીયા બોલી]] બોલે છે, જે [[ગુજરાતી ભાષા]]થી એકદમ અલગ હોય છે. આ ઉપરાંત થોડાં પાટીદાર લોકોનાં ઘરો પણ આવેલાં છે. અંહીનો મુખ્ય [[વ્યવસાય]] [[ખેતી]], [[ખેતમજુરી]] અને [[પશુપાલન]] છે. અહીંની મુખ્ય [[ખેતપેદાશ]] [[ડાંગર]], [[શેરડી]], [[કેરી]] તેમ જ [[શાકભાજી]] છે.