રોટલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Due to mistake in last change , i once again wrote
added some additional information
લીટી ૬:
[[ઘઉં]]ને ઝીણું દળીને લોટ બનાવવામાં આવે છે. પછી ચાળીને આ લોટમાં પ્રમાણસરનું [[પાણી]] અને મીઠું નાખીને તેનો ઢીલો લોટ બાંધવામાં આવે છે. રોટ્લી સ્વાદિસ્ટ્ બનાવવા માટે તેમા મોણ્ (તેલ)પ્રમાણસર નાખવામા આવે છે. અને આ લોટના નાના-નાના ગુલ્લા કર્યા બાદ તેને આદણી (ઓરસિયો/ પાટલો/ ચકલો પણ કહેવાય છે) ઉપર વેલણથી વણીને ગોળ આકાર આપવામાં આવે છે અને તેને લોઢી/ તવી/ તવા/ તાવડી ઉપર શેકવામાં આવે છે, આમ રોટલી તૈયાર થાય છે, જેની ઉપર [[ઘી]] લગાડીને શાક સાથે પિરસવામાં આવે છે. રોટલી જો જાડી બનાવવામાં આવે તો તેને [[રોટલો]] કહેવાય છે. રોટલો બાજરીના લોટનો, જુવારના લોટનો અને મકાઇના લોટનો પણ બને છે.
 
રોટલીનાં ઘણાં અલગ-અલગ પ્રકાર છે જેમકે, બેપડી, ચોપડી, ફુલ્કા, રુમાલી, તંદુરી વગેરે. રોટલી કેરીનાં રસ સાથે ખાવામાં આવે છે જેમાં બે પડ હોય છે, તેથી તેણે બેપડી રોટલી કહે છે. રોટલી એ ગુજરાતીઓનું કાયમી ભોજન છે. રોટલી થોડી જાડી બને તો તેને [[ભાખરી]] પણ કહે છે જે બનાવવા માટે મોયણ (તેલ)ની જરૂર પડે છે તેમ જ ભાખરીનો લોટ કઠણ બાંધવો પડે છે.આજકાલ તો લગ્ન પ્રસંગો માં પણ નાની રોટી , ફૂલકાં રોટી વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે.રોટલી પરથી જોડકણાં પણ બન્યાં છે. જેમ કે,
* આવ રે વરસાદ , ઢેબરિયો પરસાદ , ઉની ઉની રોટલી ને [[કારેલા]] નું શાક
 
==વિવિધ પ્રકારની રોટલીઓ==