તેરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૫:
તેરા ગામ મહારાવ શ્રી પ્રાગમલજી બીજાના નાનાભાઈ ગગુભા (હમીરજી) ને ગરાસમાં મળેલ. જેઓ મહારાવ શ્રી દેશળજી બીજાના લાડકા પુત્ર હતા તેથી [[ભુજ]] જેવો જ દરબારગઢ ત્યાં બંધાવેલ છે. દરબારગઢમાં આવેલ મોલાતમાં રામાયણના સુંદર કમાંગરી શૈલીનાં ચિત્રો આવેલ છે. આ ચીત્રોની નકલ ભારતીય સંસ્કૃતિ દર્શન-કચ્છ સંગ્રહાલયમાં [[ભાવનગર]]ના પ્રો. ખોડીદાસ પરમારે બનાવી છે. માતા મોઢેશ્વરીના પ્રાચીન મંદિરનું જીણોદ્ધાર મોઢ બ્રાહ્મણોએ કરાવેલ છે.
 
તેરા ગામમાં શ્રી જીરાવલ્લા પાર્શ્વનાથજી જૈન દેરાસર નામનું ભગવાન પાર્શ્વનાથનું જૈન મંદિર પણ આવેલું છે, જે ૧૪૬ વર્ષ જૂનું છે. આ દેરાસર શેઠ રાયમલ શીવજી તથા શેઠ બુઢ્ઢા ડોસાએ સંવત ૧૯૧૫માં બંધાવેલું છે. મૂળનાયક શ્રી શામળીયા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર (કાચમંદિર) ગોરજીઓ (યતિશ્રીઓ) એ બંધાવેલું છે, જે લગભગ ૨૭૫ વર્ષથી પણ અધિક પ્રાચીન છે. અહીં રહેવાની, ભોજનશાળાની તથા આયંબિલ ખાતાની સારી સગવડ છે. આ તીર્થ નલિયા રેલ્વે સ્ટેશનથી ૧૭ કિ.મી., ભુજ રેલ્વે સ્ટેશનથી ૮૫ કિ.મી., સુથરી તીર્થથી ૪૨ કિ.મી., જખૌ-કોઠારા તીર્થથી ૩૦ કિ.મી.ના અંતરે આવેલું છે.<br/><br/>
<big><b>
<center><big><b>*તેરાના ત્રણ તળાવ</b></big></center>
આ ઉપરાંત તેરા ગામમાં વીશાળ અને સુંદર ત્રણ તળાવો પણ આવેલા છે. જેમના નામ ચત્તાસર, છત્તાસર અને સુમરાસર છે. આ ત્રણે તળાવોનું લોકો નહાવા માટે, કપડા ધોવા માટે તથા પીવાના પાણી તરીકે ઉપયોગ કરે છે. આ ત્રણે તળાવોમાં પાણી બારેમાસ ટકી રહે છે.
 
"https://gu.wikipedia.org/wiki/તેરા" થી મેળવેલ