સભ્યની ચર્ચા:Mihir Joshi: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

(→‎Tera fort.jpg અને Tera-Abdasa.jpg: નવો વિભાગ)
 
મિત્ર, આપના Tera fort.jpgને કોમન્સમાંથી પરવાનાની પૂરતી માહિતી ન આપવાના કારણે હટાવવામાં આવ્યું ત્યાર બાદ તેમે તેને અહીં ચઢાવ્યું. મહેરબાની કરીને એક વાતની નોંધ લેશો કે જે ચિત્ર સંબંધી જે નીતિ કોમન્સમાં છે તે જ અહીં પણ લાગુ પડે છે, માટે મેં તેને અહીંથી પણ દૂર કર્યું છે. સાથે સાથે આપે આજે ચઢાવેલું અન્ય ચિત્ર પણ દૂર કરૂં છું. જો આ ચિત્રો આપે જાતે લીધા હોય તો કોમન્સમાં યોગ્ય પરવાનો આપીને તે અપલોડ કરી શકો છો, તેમ ના હોય તો કૃપા કરી આવા ચિત્રો અહીં (અને સ્વાભાવિક રીતે જ કોમન્સમાં પણ) અપલોડ કરશો નહી.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૨:૪૬, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
:મિહિરભાઈ, મારા ચર્ચાના પાનાં પર આપનો સંદેશો મળ્યો. ખેદ સાથે જણાવવાનું કે સર્ચ એન્જીન દ્વારા શોધીને ચિત્રો અહિં અપલોડ ના કરી શકાય. કેમકે મોટે ભાગે આવા ચિત્રો કોઇકને કોઇકના પ્રકાશનાધિકાર હેઠળ હોય છે. જો આપની પાસે તે ફોટો કોણે અને ક્યારે પાડ્યો છે તેની માહિતી હોય તથા ફોટો પાડનારની પરવાનગી હોય તો જ આપ તેને અહિં કે કોમન્સ પર અપલોડ કરી શકશો. જો આ પ્રકારની માહિતી તમારી પાસે હોય તો જણાવશો, કેવી રીતે આગળ વધવું તે હું આપને બતાવીશ.
:સૌથી સલામત રસ્તો છે આપના જાતે જ લીધેલા ફોટા અહિં ચઢાવવા, તે સિવાયના અન્ય ચિત્રો અહિં ચઢાવવાનો આગ્રહ ના રાખવો.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૦:૨૯, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)