Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૨૩:
૧૭. રક્તપિત્તના રોગીઓ
પતિયો એટલે કે રક્તપિત્તનો રોગી એ બદનામીનો શબ્દ છે. રક્તપિત્તના રોગીઓના ધામ તરીકે હિંદુસ્તાનનો નંબર મધ્ય આફ્રિકાથી બીજો આવે છે. પણ આપણામાંના સૌથી ચડિયાતા લોકોના જેવા જ આ રોગીઓ આપણા સમાજનું અંગ છે. પણ બને છે એવું કે ટોચે બેઠેલા લોકોને સૌથી ઓછી જરુર હોવા છતાં તેમના તરફ આપણા સૌનું ધ્યાન રોકાયેલું છે. અને આ રક્તપિત્તના રોગીઓ જેમની સંભાળ લેવાની સૌથી વધારે જરુર છે તેમને જાણી જોઈને તરછોડવામાં આવે છે. આ બેદરકારીને હૈયાસૂની કહેવાનું મને મન થાય છે અને અહિંસાની દ્રષ્ટિથી તો સાચે જ એને માટે બીજું વિશેષણ નથી. હિંદુસ્તાનમાં કાર્ય કરતા ખ્રિસ્તી મિશનરીઓ એકલા પતિયાંની દરકાર રાખે છે ને તેટલા ખાતર તેમને જરૂર ધન્યવાદ ઘટે છે. રક્તપિત્તના રોગીઓની સંભાળ માટેની હિંદીઓ તરફથી ચાલતી એકમાત્ર સંસ્થા વર્ધાની પાસે શ્રી મનોહર દીવાન કેવળ પ્રેમભરી સેવા કરવાના આશયથી ચલાવે છે. એ સંસ્થાને શ્રી વિનોબા ભાવેની પ્રેરણા તેમ જ દોરવણી છે. હિંન્દુસ્તનમાં જો સાચે જ નવજીવનનો સંચાર થયો હોય, અને આપણે સૌ જો સત્ય ને અહિંસાને માર્ગે ટૂંકામાં ટૂંકા વખતમાં પૂર્ણ સ્વરાજ મેળવવાને અંતરથી ઝંખતા હોઈએ તો હિંદમાં એક પણ રક્તપિત્તનો રોગી કે એક પણ ભિખારી વણનોંધાયેલો કે સંભાળ વગરનો રહે નહીં. રચનાત્મક કાર્યક્રમની આ સુધારેલી આવૃત્તિમાં આપણા રચનાકાર્યની સાંકળના એક અંકોડા તરીકે રક્તપિત્તના રોગીને અને તેની સેવાને હું મુદ્દામ ઉમેરું છું કેમ કે આજે આપણે ત્યાં પતિયાંની જે દશા છે તે જ, આપણે જો આપણી આજુબાજુ બરાબર ધ્યાનથી નિહાળીએ તો, સુધરેલી આધુનિક દુનિયામાં આપણી છે. દરિયા પારના દેશોમાં આપણા ભાંડુઓની દશાનો ખ્યાલ કરવાથી મેં જે વાત કહી છે તે સાચી છે એમ સૌની ખાતરી થશે.
 
૧૪. જટો હલકારો
બાયલા ધણીની ઘરનારી સમી શિકભરી સાંજ નમતી હતી. આવતા જન્મની આશા જેવો કોઇ કોઇ તારલો તબકતો હતો. અંધારિયાના દિવસો હતા.
 
એવી નમતી સાંજના ટાણે, આંબલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે. નાનાં નાનાં, અરધાં નાગાંપૂગાં છોકરાંની ઠઠ જામી પડી છે. કોઇના હાથમાં ચાંદા જેવી ચમકતી કાંસાની ઝાલરો ઝૂલે છે; ને કોઇ મોટા નગરા ઉપર દાંડીનો ઘા કરવાની વાટ જુએ છે. સાકરની અક્કેક ગાંગડી, ટોપરાની બબ્બે કરચો અને તુળસીના પાનની સુગંધવાળા મીઠા ચરણામૃતની અક્કેક અંજળિ વહેંચાશે એની આશાએ ભૂલકાં નાચી રહ્યાં છે. બાવાજીએ હજી ઠાકરદ્વારનું બારણું ઉઘાડ્યું નથી. કૂવાને કાંઠે બાવોજી સ્નાન કરે છે.
 
મોટેરાંઓ પણ ધાવણાં છોકરાંને તેડી આરતીની વાટે ચોરાની કોર ઉપર બેઠા છે. કોઇ બોલતું નથી. અંતર આપોઆપ ઉંડા જાય એવી સાંજ નમે છે.
 
"આજે તો સંધ્યા જરાય ખીલી નથી." એક જણે સંધ્યા ન ખીલવી એ મોટું દુ:ખ હોય એવે હળવેથી સંભળાવ્યું.
 
"દ્રુશ્યું જ જાણે પડી ગઈ છે." રત્યું હવે કળજુગમાં કૉળતી નથી, ભાઇ! ક્યાંથી કૉળે!" ત્રીજો બોલ્યો.
 
"ને ઠાકોરજીની મૂર્તિનું મુખારવિંદ પણ હમણાં કેવી ઝાંખપ બતાવે છે! દશ વરસ ઉપર તો શું તેજ કરતું!" ચોથે કહ્યું.
 
ચોરામાં અધમીંચી આંખે બુદ્દાઓ આવી વાતે વળગ્યા છે, તે ટાણે આંબલા બજાર સોંસરવા બે માનવી ચાલ્યાં આવે છે: આગલ આદમી ને પાછળ સ્ત્રી છે. આદમીની ભેટમાં તરવાર અને હાથમાં લાકડી છે. સ્ત્રીના માથા ઉપર મોટું એક પોટકું છે. પુરુષ તો એકદમ ઓળખાય એવો નહોતો; પણ રજપૂતાણી એના પગની ગતિ ઉપરથી ને ઘેરદાર લેંઘાને લપેટેલ ઓઢણા ઉપરથી અછતી ન રહી.
 
રજપૂતે જ્યારે ડાયરાને રામ રામ ન કર્યા ત્યારે ગામલોકોને લાગ્યું કે "બા, રામરામ!"
 
"રામ!" તોછડો જવાબ દઈને મુસાફર ઝટપટ આગલ ચાલ્યો. પાછલ પોતની પેનીઓ ઢાંકતી ગરાસણી ચાલી જાય છે.
 
એકબીજાના મોં સામે જોઇને દાયરાનાં માણસોએ સાદ કર્યો, "અરે ઠાકોર, આમ કેટલેક જાવું છે?"
 
"આઘેરાક." જવાબ મળ્યો.
 
"તો તો, ભાઇ રાત આંહી જ રોકાઇ જાવ ને!"
 
"કાં? કેમ તાણ કરવી પડે છે, બા?" મુસાફરે કતરાઇને વાંકી જીભ ચલાવી.
 
"બીજું તો કાંઇ નહિં, પણ અસૂર ઘણું થઈ ગયું છે, ને વળી ભેળાં બાઇ માણસ છે. તો અંધારામાં ઠાલું જોખમ શીદને ખેડવું? વળી, આહીં ભાણે ખપતી વાત છે: સહુ ભાઇયું છીએ. માટે રોકાઈ જાવ, ભા!"