Content deleted Content added
No edit summary
નાનું Sushant savla (talk)દ્વારા ફેરફરોને Vyom25 દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટા�
લીટી ૧૨:
{{Boxboxbottom}}
 
<!--૫. બીજા ગ્રામઉદ્યોગો
 
ખાદીની સરખામણીમાં ગામડાંમાં ચાલતા ને ગામડાંઓને જરૂરી બીજા ધંધાઓની વાત જુદી છે. એ બધા ધંધાઓમાં આપમેળે ખુશીથી મજૂરી કરવાની વાત બહુ કામ આવે તેવી નથી. વળી એ દરેક ધંધામાં કે ઊદ્યોગમાં અમુક થોડી સંખ્યાનાં માણસોને જ મજૂરી મળી શકે. એટલે આ ઉદ્યોગો ખાદીના મુખ્ય કાર્યને મદદરુપ થાય તેવા છે. ખાદી વિના તેમની હયાતી નથી અને તેમના વિના ખાદીનું ગૌરવ કે શોભા નથી. હાથે દળવાનો, હાથે છડવાનો ને ખાંડવાનો, સાબુ બનાવવાનો, કાગળ બનાવવાનો, દીવાસળીઓ બનાવવાનો, ચામડાં કમાવવાનો, તેલની ઘાણીનો અને એવા જ બીજા સમાજજીવનને જરુરી તેમ જ મહત્વના ધંધાઓ વિના ગામડાંની અર્થરચના સંપુર્ણ નહીં થાય એટલે કે તે
સ્વયંસંપૂર્ણ ઘટક નહીં બને. મહાસભાવાદી આ બધા ધંધાઓમાં રસ લેશે, અને વધારામાં તે ગામડાનો વતની હશે અથવા ગામડે જઈને રહેતો હશે તો આ ધંધાઓને નવું ચેતન ને નવું વલણ આપશે. દરેક જણે, દરેક હિંદીએ જ્યારે જ્યારે ને જ્યાં જ્યાં મળે ત્યા કેવળ ગામડાંમા બનેલી વસ્તુઓ વાપરવાનો પોતાનો ધર્મ માનવો જોઈએ. આવી વસ્તુઓની માગ ઊભી થાય તો આપણી મોટા ભાગની જરૂરિયાતો ગામડાંઓ પૂરી પાડી શકે એમાં જરાયે શંકા નથી. ગામડાંઓને વિશે આપણને લાગણી થશે ને તેમાં બનેલી વસ્તુઓ આપણને ગમતી થશે તો પશ્ચિમની નકલમાં મળતી સંચામાં બનેલી ચીજો આપણને નહીં ખપે, અને જેમાં ગરીબી, ભૂખમરો ને આળસ કે બેકારી નહીં હોય તે નવીન ભારતના આદર્શની સાથે મેળ ખાય એવી અભિરુચિ -->આપણે કેળવીશું
 
૧૫. મજૂરો
અમદાવાદ મજૂર મહાજનનો નમૂનો આખા હિંદુસ્તાને અનુસરવા જેવો છે. શુધ્ધ અહિંસાના પાયા પર તેની યોજના થઈ છે. પોતાની આજ સુધીની કારકિર્દીમાં પાછા પડવાનો એકે પ્રસંગ તેને આવ્યો નથી. કશીયે હોહા કે ધાંધલ અથવા કશો દેખાવ કર્યા વિના તેની તાકાત ઉત્તરોત્તર વધતી ગઈ છે. તેની પોતાની ઇસ્પિતાલ, મિલમજૂરોનાં છોકરાંઓ માટેની નિશાળો, મોટી ઉંમરના મજૂરોને ભણાવવાના વર્ગો, તેનું પોતાનું છાપખાનું ને ખાદીભંડાર તે ચલાવે છે, ને મજૂરોને રહેવાને માટેના ઘરો તેણે બંધાવ્યા છે. અમદાવાદના લગભગ બધા મજૂરો મતપત્રકોમાં નોંધાયેલા છે અને ચૂંટ્ણીઓમાં અસરકારક ભાગ લે છે. મહાસભાની સ્થાનિક પ્રાંતિક સમિતિના કહેવાથી અમદાવાદના મજૂરોએ મતદારો તરીકે પોતાનાં નામો નોંધાવ્યાં હતાં. મહાજન કદી મહાસભાના પક્ષાપક્ષીના રાજકારણમાં સડોવાયેલું નથી. શહેરની સુધરાય નીતિ પર તે લોકોની અસર પડે છે. મહાજનને ફાળે સારી પેઠે સફળ નીવડેલી હડતાળો છે ને તે બધી પૂરેપૂરી અહિંસક હતી. અહીંના મજૂરે ને મિલમાલિકોએ પોતાનો સંબંધ મોટે ભાગે રાજીખુશીથી લવાદીને ધોરણે રાખ્યો છે. મારું ચાલે તો હું હિંદુસ્તાનભરની તમામ મજૂર સંસ્થાઓનું સંચાલન અમદાવાદના મહાજનને ધોરણે કરું. અખિલ હિંદ ટ્રેડ યુનિયન કૉંગ્રેસમાં માથું મારવાની મહાજને કદી ઇચ્છા રાખી નથી. ને તે કૉંગ્રેસની અસર તેણે પોતાના સંગઠન પર થવા દીધી નથી. અમદાવાદ મજૂર મહાજનની રીત ટ્રેડ યુનિયન કૉંગ્રેસ અખત્યાર
અમદાવાદનું મહાજન તેમાં સમાઈ જાય તેવો દિવસ ઊગે એવી મારી ઉમેદ છે. પણ મને તેની ઉતાવળ નથી. સમય પાકશે એટલે એ દિવસ એની મેળે આવશે.
 
૧૭. રક્તપિત્તના રોગીઓ
પતિયો એટલે કે રક્તપિત્તનો રોગી એ બદનામીનો શબ્દ છે. રક્તપિત્તના રોગીઓના ધામ તરીકે હિંદુસ્તાનનો નંબર મધ્ય આફ્રિકાથી બીજો આવે છે. પણ આપણામાંના સૌથી ચડિયાતા લોકોના જેવા જ આ રોગીઓ આપણા સમાજનું અંગ છે. પણ બને છે એવું કે ટોચે બેઠેલા લોકોને સૌથી ઓછી જરુર હોવા છતાં તેમના તરફ આપણા સૌનું ધ્યાન રોકાયેલું છે. અને આ રક્તપિત્તના રોગીઓ જેમની સંભાળ લેવાની સૌથી વધારે જરુર છે તેમને જાણી જોઈને તરછોડવામાં આવે છે. આ બેદરકારીને હૈયાસૂની કહેવાનું મને મન થાય છે અને અહિંસાની દ્રષ્ટિથી તો સાચે જ એને માટે બીજું વિશેષણ નથી. હિંદુસ્તાનમાં કાર્ય કરતા ખ્રિસ્તી મિશનરીઓ એકલા પતિયાંની દરકાર રાખે છે ને તેટલા ખાતર તેમને જરૂર ધન્યવાદ ઘટે છે. રક્તપિત્તના રોગીઓની સંભાળ માટેની હિંદીઓ તરફથી ચાલતી એકમાત્ર સંસ્થા વર્ધાની પાસે શ્રી મનોહર દીવાન કેવળ પ્રેમભરી સેવા કરવાના આશયથી ચલાવે છે. એ સંસ્થાને શ્રી વિનોબા ભાવેની પ્રેરણા તેમ જ દોરવણી છે. હિંન્દુસ્તનમાં જો સાચે જ નવજીવનનો સંચાર થયો હોય, અને આપણે સૌ જો સત્ય ને અહિંસાને માર્ગે ટૂંકામાં ટૂંકા વખતમાં પૂર્ણ સ્વરાજ મેળવવાને અંતરથી ઝંખતા હોઈએ તો હિંદમાં એક પણ રક્તપિત્તનો રોગી કે એક પણ ભિખારી વણનોંધાયેલો કે સંભાળ વગરનો રહે નહીં. રચનાત્મક કાર્યક્રમની આ સુધારેલી આવૃત્તિમાં આપણા રચનાકાર્યની સાંકળના એક અંકોડા તરીકે રક્તપિત્તના રોગીને અને તેની સેવાને હું મુદ્દામ ઉમેરું છું કેમ કે આજે આપણે ત્યાં પતિયાંની જે દશા છે તે જ, આપણે જો આપણી આજુબાજુ બરાબર ધ્યાનથી નિહાળીએ તો, સુધરેલી આધુનિક દુનિયામાં આપણી છે. દરિયા પારના દેશોમાં આપણા ભાંડુઓની દશાનો ખ્યાલ કરવાથી મેં જે વાત કહી છે તે સાચી છે એમ સૌની ખાતરી થશે.
 
૧૪. જટો હલકારો
બાયલા ધણીની ઘરનારી સમી શિકભરી સાંજ નમતી હતી. આવતા જન્મની આશા જેવો કોઇ કોઇ તારલો તબકતો હતો. અંધારિયાના દિવસો હતા.
 
એવી નમતી સાંજના ટાણે, આંબલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે. નાનાં નાનાં, અરધાં નાગાંપૂગાં છોકરાંની ઠઠ જામી પડી છે. કોઇના હાથમાં ચાંદા જેવી ચમકતી કાંસાની ઝાલરો ઝૂલે છે; ને કોઇ મોટા નગરા ઉપર દાંડીનો ઘા કરવાની વાટ જુએ છે. સાકરની અક્કેક ગાંગડી, ટોપરાની બબ્બે કરચો અને તુળસીના પાનની સુગંધવાળા મીઠા ચરણામૃતની અક્કેક અંજળિ વહેંચાશે એની આશાએ ભૂલકાં નાચી રહ્યાં છે. બાવાજીએ હજી ઠાકરદ્વારનું બારણું ઉઘાડ્યું નથી. કૂવાને કાંઠે બાવોજી સ્નાન કરે છે.
 
મોટેરાંઓ પણ ધાવણાં છોકરાંને તેડી આરતીની વાટે ચોરાની કોર ઉપર બેઠા છે. કોઇ બોલતું નથી. અંતર આપોઆપ ઉંડા જાય એવી સાંજ નમે છે.
 
"આજે તો સંધ્યા જરાય ખીલી નથી." એક જણે સંધ્યા ન ખીલવી એ મોટું દુ:ખ હોય એવે હળવેથી સંભળાવ્યું.
 
"દ્રુશ્યું જ જાણે પડી ગઈ છે." રત્યું હવે કળજુગમાં કૉળતી નથી, ભાઇ! ક્યાંથી કૉળે!" ત્રીજો બોલ્યો.
 
"ને ઠાકોરજીની મૂર્તિનું મુખારવિંદ પણ હમણાં કેવી ઝાંખપ બતાવે છે! દશ વરસ ઉપર તો શું તેજ કરતું!" ચોથે કહ્યું.
 
ચોરામાં અધમીંચી આંખે બુદ્દાઓ આવી વાતે વળગ્યા છે, તે ટાણે આંબલા બજાર સોંસરવા બે માનવી ચાલ્યાં આવે છે: આગલ આદમી ને પાછળ સ્ત્રી છે. આદમીની ભેટમાં તરવાર અને હાથમાં લાકડી છે. સ્ત્રીના માથા ઉપર મોટું એક પોટકું છે. પુરુષ તો એકદમ ઓળખાય એવો નહોતો; પણ રજપૂતાણી એના પગની ગતિ ઉપરથી ને ઘેરદાર લેંઘાને લપેટેલ ઓઢણા ઉપરથી અછતી ન રહી.
 
રજપૂતે જ્યારે ડાયરાને રામ રામ ન કર્યા ત્યારે ગામલોકોને લાગ્યું કે "બા, રામરામ!"
 
"રામ!" તોછડો જવાબ દઈને મુસાફર ઝટપટ આગલ ચાલ્યો. પાછલ પોતની પેનીઓ ઢાંકતી ગરાસણી ચાલી જાય છે.
 
એકબીજાના મોં સામે જોઇને દાયરાનાં માણસોએ સાદ કર્યો, "અરે ઠાકોર, આમ કેટલેક જાવું છે?"
 
"આઘેરાક." જવાબ મળ્યો.
 
"તો તો, ભાઇ રાત આંહી જ રોકાઇ જાવ ને!"
 
"કાં? કેમ તાણ કરવી પડે છે, બા?" મુસાફરે કતરાઇને વાંકી જીભ ચલાવી.
 
"બીજું તો કાંઇ નહિં, પણ અસૂર ઘણું થઈ ગયું છે, ને વળી ભેળાં બાઇ માણસ છે. તો અંધારામાં ઠાલું જોખમ શીદને ખેડવું? વળી, આહીં ભાણે ખપતી વાત છે: સહુ ભાઇયું છીએ. માટે રોકાઈ જાવ, ભા!"
 
મુસાફરે જવાબ દીધો, "બાવડાનું બળ માપીને જ મુસાફરી કરું છું, ઠાકોરો! મરદોને વળી અસૂર કેવાં! હજી તો કોઇ વડિયો દેખ્યો નથી."
 
તાણ કરનારા લોકોના મોં ઝંખવાણા પડી ગયાં. કોઇએ કહ્યું કે "ઠીક! મરવા દ્યો એને!"
 
રજપૂત ને રજપૂતાણી ચાલી નીકળ્યાં, વગડા વચ્ચે ચાલ્યાં જાય છે. દિવસ આથમી ગયો છે. આઘે આઘેથી ઠાકરની આરતીનાં રણકાર સંભળાય છે. ભૂતાવળો નાચવા નીકળી હોય એમ દૂરના ગામડાંના ઝુંડમાં દીવા તબકવા લાગ્યા. અંધારે જાણે કઇંક દેખતાં હોય અને વાચા વાપરીને એ દીઠેલાંની વાત સમજાવવા મથતાં હોય તેમ પાદરના કૂતરાં ભસી રહ્યાં છે.
 
મુસાફરોએ ઓચિંતા પછવાડે ઘૂઘરાના અવાજ સાંભળ્યા. બાઇ પાછળ નજર કરે ત્યાં સણોસરાનો હલકારો ખભે ટપાલની થેલી મૂકી, હાથમાં ઘૂઘરિયાળું ભાલું લઈને અડબુથ જેવો ચાલ્યો આવે છે. કેડમાં નવી સજાવેલી, ફાટેલા મ્યાનવાળી તરવાર ટીંગાય છે. દુનિયાના શુભ-અશુભનો પોટલો માથે ઉપાડીને જટો હલકારો ચાલી નીકળ્યો છે. કેટલાય પરદેશ ગયેલા દિકરાની ડોશીઓ અને કેટલાય દરિયો ખેડતા ધણીઓની ધણીઆણીઓ મહિને-છ મહિને કાગળના કટકાની વાટ જોતી જાગતી હશે એવી પણ મોડું થશે તો પગાર કપાશે એવી બીકથી જટો હલકારો દોડતો જાય છે. ભાલાના ઘૂઘરા એની અંધારી એકાંતના ભેરુબંધ બન્યા છે.
 
જોતજોતામાં જટો પછવાડે ચાલતી રજપૂતાણીની લગોલગ થઈ ગયો. બેય જણાને પૂછપરછ થઈ. બાઈનું પિયર સણોસરામાં હતું, એટલે જટાને સણોસરાથી આવતો જોઈને માવતરના સમાચાર પૂછવા લાગી. પિયરને ગામથી આવનારો અજાણ્યો પુરુષ પણ સ્ત્રી જાતને મન સગા ભાઈ જેવો લાગે છે. વાત કરતાં કરતાં બેય જણાં સાથે ચાલવા લાગ્યાં.
 
રજપૂત થોડા કદમ આગળ ચાલતો હતો. રજપૂતાણીને જરા છેટી પડેલી જોઇને એણે પાછળ જોયું. પરપુરુષ સાથે વાતો કરતી સ્ત્રીને બે-ચાર આકરા વેણ કહી ધમકાવી નાખી.
 
બાઇએ કહ્યું: "મારા પિયરનો હલકારો છે, મારો ભાઇ છે."
 
"હવે ભાળ્યો તારો ભાઇ! છાનીમાની ચાલી આવ! અને મા'રાજ તમે પણ જરા માણસ ઓળખતા જાવ!" એમ કહી રજપૂને જટાને તડકાવ્યો.
 
"ભલે બાપા!" એમ કહીને જટાએ પોતાનો વેગ ધીમો પાડ્યો. એક ખેતરવાનું છેટું રાખીને જટો ચાલવા લાગ્યો. જ્યાં રજપૂતે જોડેલું આઘેરાક નહેરામાં ઊતરે છે, ત્યાં તો એકસામટા બાર જણાએ પડકારો કર્યો કે "ખબરદાર, તરવાર નાખી દેજે!"
 
રજપૂતના મોંમાંથી બે-ચાર ગાળો નીકળી ગઈ. પણ મ્યાનમાંથી તરવાર નીકળી ન શકી. વાટ જોઇને બેઠેલા આંબલા ગામના કોળીઓએ આવીને એને રાંધવાથી બાંધ્યો, બાંધીને દૂર ગબડાવી દીધો.
 
"એ બાઇ, ઘરેણાં ઉતારવા માંડ." લૂંટારાએ બાઇને કહ્યું.