Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧૨:
{{Boxboxbottom}}
 
૫. બીજા ગ્રામઉદ્યોગો
 
ખાદીની સરખામણીમાં ગામડાંમાં ચાલતા ને ગામડાંઓને જરૂરી બીજા ધંધાઓની વાત જુદી છે. એ બધા ધંધાઓમાં આપમેળે ખુશીથી મજૂરી કરવાની વાત બહુ કામ આવે તેવી નથી. વળી એ દરેક ધંધામાં કે ઊદ્યોગમાં અમુક થોડી સંખ્યાનાં માણસોને જ મજૂરી મળી શકે. એટલે આ ઉદ્યોગો ખાદીના મુખ્ય કાર્યને મદદરુપ થાય તેવા છે. ખાદી વિના તેમની હયાતી નથી અને તેમના વિના ખાદીનું ગૌરવ કે શોભા નથી. હાથે દળવાનો, હાથે છડવાનો ને ખાંડવાનો, સાબુ બનાવવાનો, કાગળ બનાવવાનો, દીવાસળીઓ બનાવવાનો, ચામડાં કમાવવાનો, તેલની ઘાણીનો અને એવા જ બીજા સમાજજીવનને જરુરી તેમ જ મહત્વના ધંધાઓ વિના ગામડાંની અર્થરચના સંપુર્ણ નહીં થાય એટલે કે તે
સ્વયંસંપૂર્ણ ઘટક નહીં બને. મહાસભાવાદી આ બધા ધંધાઓમાં રસ લેશે, અને વધારામાં તે ગામડાનો વતની હશે અથવા ગામડે જઈને રહેતો હશે તો આ ધંધાઓને નવું ચેતન ને નવું વલણ આપશે. દરેક જણે, દરેક હિંદીએ જ્યારે જ્યારે ને જ્યાં જ્યાં મળે ત્યા કેવળ ગામડાંમા બનેલી વસ્તુઓ વાપરવાનો પોતાનો ધર્મ માનવો જોઈએ. આવી વસ્તુઓની માગ ઊભી થાય તો આપણી મોટા ભાગની જરૂરિયાતો ગામડાંઓ પૂરી પાડી શકે એમાં જરાયે શંકા નથી. ગામડાંઓને વિશે આપણને લાગણી થશે ને તેમાં બનેલી વસ્તુઓ આપણને ગમતી થશે તો પશ્ચિમની નકલમાં મળતી સંચામાં બનેલી ચીજો આપણને નહીં ખપે, અને જેમાં ગરીબી, ભૂખમરો ને આળસ કે બેકારી નહીં હોય તે નવીન ભારતના આદર્શની સાથે મેળ ખાય એવી અભિરુચિ આપણે કેળવીશું
 
૧૫. મજૂરો
અમદાવાદ મજૂર મહાજનનો નમૂનો આખા હિંદુસ્તાને અનુસરવા જેવો છે. શુધ્ધ અહિંસાના પાયા પર તેની યોજના થઈ છે. પોતાની આજ સુધીની કારકિર્દીમાં પાછા પડવાનો એકે પ્રસંગ તેને આવ્યો નથી. કશીયે હોહા કે ધાંધલ અથવા કશો દેખાવ કર્યા વિના તેની તાકાત ઉત્તરોત્તર વધતી ગઈ છે. તેની પોતાની ઇસ્પિતાલ, મિલમજૂરોનાં છોકરાંઓ માટેની નિશાળો, મોટી ઉંમરના મજૂરોને ભણાવવાના વર્ગો, તેનું પોતાનું છાપખાનું ને ખાદીભંડાર તે ચલાવે છે, ને મજૂરોને રહેવાને માટેના ઘરો તેણે બંધાવ્યા છે. અમદાવાદના લગભગ બધા મજૂરો મતપત્રકોમાં નોંધાયેલા છે અને ચૂંટ્ણીઓમાં અસરકારક ભાગ લે છે. મહાસભાની સ્થાનિક પ્રાંતિક સમિતિના કહેવાથી અમદાવાદના મજૂરોએ મતદારો તરીકે પોતાનાં નામો નોંધાવ્યાં હતાં. મહાજન કદી મહાસભાના પક્ષાપક્ષીના રાજકારણમાં સડોવાયેલું નથી. શહેરની સુધરાય નીતિ પર તે લોકોની અસર પડે છે. મહાજનને ફાળે સારી પેઠે સફળ નીવડેલી હડતાળો છે ને તે બધી પૂરેપૂરી અહિંસક હતી. અહીંના મજૂરે ને મિલમાલિકોએ પોતાનો સંબંધ મોટે ભાગે રાજીખુશીથી લવાદીને ધોરણે રાખ્યો છે. મારું ચાલે તો હું હિંદુસ્તાનભરની તમામ મજૂર સંસ્થાઓનું સંચાલન અમદાવાદના મહાજનને ધોરણે કરું. અખિલ હિંદ ટ્રેડ યુનિયન કૉંગ્રેસમાં માથું મારવાની મહાજને કદી ઇચ્છા રાખી નથી. ને તે કૉંગ્રેસની અસર તેણે પોતાના સંગઠન પર થવા દીધી નથી. અમદાવાદ મજૂર મહાજનની રીત ટ્રેડ યુનિયન કૉંગ્રેસ અખત્યાર
અમદાવાદનું મહાજન તેમાં સમાઈ જાય તેવો દિવસ ઊગે એવી મારી ઉમેદ છે. પણ મને તેની ઉતાવળ નથી. સમય પાકશે એટલે એ દિવસ એની મેળે આવશે.
 
૧૭. રક્તપિત્તના રોગીઓ
પતિયો એટલે કે રક્તપિત્તનો રોગી એ બદનામીનો શબ્દ છે. રક્તપિત્તના રોગીઓના ધામ તરીકે હિંદુસ્તાનનો નંબર મધ્ય આફ્રિકાથી બીજો આવે છે. પણ આપણામાંના સૌથી ચડિયાતા લોકોના જેવા જ આ રોગીઓ આપણા સમાજનું અંગ છે. પણ બને છે એવું કે ટોચે બેઠેલા લોકોને સૌથી ઓછી જરુર હોવા છતાં તેમના તરફ આપણા સૌનું ધ્યાન રોકાયેલું છે. અને આ રક્તપિત્તના રોગીઓ જેમની સંભાળ લેવાની સૌથી વધારે જરુર છે તેમને જાણી જોઈને તરછોડવામાં આવે છે. આ બેદરકારીને હૈયાસૂની કહેવાનું મને મન થાય છે અને અહિંસાની દ્રષ્ટિથી તો સાચે જ એને માટે બીજું વિશેષણ નથી. હિંદુસ્તાનમાં કાર્ય કરતા ખ્રિસ્તી મિશનરીઓ એકલા પતિયાંની દરકાર રાખે છે ને તેટલા ખાતર તેમને જરૂર ધન્યવાદ ઘટે છે. રક્તપિત્તના રોગીઓની સંભાળ માટેની હિંદીઓ તરફથી ચાલતી એકમાત્ર સંસ્થા વર્ધાની પાસે શ્રી મનોહર દીવાન કેવળ પ્રેમભરી સેવા કરવાના આશયથી ચલાવે છે. એ સંસ્થાને શ્રી વિનોબા ભાવેની પ્રેરણા તેમ જ દોરવણી છે. હિંન્દુસ્તનમાં જો સાચે જ નવજીવનનો સંચાર થયો હોય, અને આપણે સૌ જો સત્ય ને અહિંસાને માર્ગે ટૂંકામાં ટૂંકા વખતમાં પૂર્ણ સ્વરાજ મેળવવાને અંતરથી ઝંખતા હોઈએ તો હિંદમાં એક પણ રક્તપિત્તનો રોગી કે એક પણ ભિખારી વણનોંધાયેલો કે સંભાળ વગરનો રહે નહીં. રચનાત્મક કાર્યક્રમની આ સુધારેલી આવૃત્તિમાં આપણા રચનાકાર્યની સાંકળના એક અંકોડા તરીકે રક્તપિત્તના રોગીને અને તેની સેવાને હું મુદ્દામ ઉમેરું છું કેમ કે આજે આપણે ત્યાં પતિયાંની જે દશા છે તે જ, આપણે જો આપણી આજુબાજુ બરાબર ધ્યાનથી નિહાળીએ તો, સુધરેલી આધુનિક દુનિયામાં આપણી છે. દરિયા પારના દેશોમાં આપણા ભાંડુઓની દશાનો ખ્યાલ કરવાથી મેં જે વાત કહી છે તે સાચી છે એમ સૌની ખાતરી થશે.
 
 
Line ૨૦૯ ⟶ ૧૯૯:
 
એ વીકમસી હતો. પાવૈયાના મઠમાં બેસવા ગયેલો. સ્ત્રીનાં લૂગડાં પહેરવાની માગણી કરેલી, પણ મઠના નિયમ મુજબ છ મહિના સુધી તો પુરુષવેશે જ માથે રહીને પોતાના પુરુષાતનની ખોટની ખાતરી કરાવવાની હતી. હજુ છ મહિના નહોતા વીત્યા. વીકમસી પાવૈયાના ટોળા સાથે માગણી માગવા નીકળ્યો છે. જોગ માંડ્યા હશે તે આ ગામે જ એને આવવું થયું છે.
 
બેય જણાં સામસામાં ઓળખ્યાં. વીકમસીએ પણ ઘોડી રોકી. બેય નીચી નજરે ઊભાં રહ્યાં. સોનબાઇની આંખોમાંથી આંસુ ચાલવા લાગ્યાં. અંતે એના હોઠ ઊઘડ્યા: "આમ કરવું'તું?"
 
"તું સુખી છો?" વીકમસીથી વધુ કાંઇ ન બોલાયું.
 
"હું તો સુખી જ હતી. છતાં શું કામે મને રઝળાવી?"
 
"ત્યારે શું તારો ભવ બગાડું?"
 
"બગાડવામાં હવે શી બાકી રહી, આયર?"
 
આંસુભરી આંખે બેય જણાં ઊભાં છે. ખેતરને શેઢે લખમશી સાંતી હાંકતો હતો તે સાંતી ઊભું રાખીને આ બધું જોઈ રહ્યો છે. પોતાની સ્ત્રીને અજાણ્યા જણ સાથે ઊભેલી ભાળીને એની આંખો વહેમાતી હતી.
 
વીકમસીએ પૂછ્યું,"ભાત જા છો? તારું ખેતર ક્યાં છે?"
 
"આ જ મારું ખેતર."
 
"સાંતી હાંકે છે એ જ તારો ધણી?"
 
"હા, હવે તો એમ જ ને!"
 
"જો, તારો ધણી આંઇ જોઇ રહ્યો છે. ખિજાશે. તું હવે જા."
 
"જાઇશ તો ખરી જ ને! કહેવું તે ભલે કહે. પણ આયર...! આયર! તમે બહુ બગાડ્યું! સુખે સાથે રહી પ્રભુભજન કરત! પણ તમે મારો માળો વીંખ્યો. શું કહું?"
 
ચોધાર આંસુ ચાલી નીકળ્યાં છે. વેણે વેણે ગળું રૂંધાય છે. વીકમસીએ જવાબ વાળ્યો, "હવે થવાનું થઈ ગયું. વીસરવું."
 
"હા, સાચું વીસરવું! બીજું શું?"
 
આઘે આઘે પાવૈયાનું પેડું ઊભું રહીને વીકમસીની વાટ જુએ છે. ખેતરને શેઢેથી લખમશી જુએ છે.
 
"લે હવે, રામ રામ!"
 
સોનબાઇ અકળાઇ ગઈ. ઘોડીની લગામ ઝાલી લીધી. ઓશિયાળી બનીને બોલી, "મારું એક વેણ રાખો, એક ટંક મારા હાથનું જમીને જાવ. એટલેથી મને શાંતિ વળશે, વધુ નહિ રોકું."
 
"ગાંડિ થઈ ગઈ? તારે ઘેર જમવા આવું, એ તારા વરને પોસાય? ને વળી આ પાવૈયા પણ ન રોકાય તો મારે હારે નીકળવું જ પડે. માટે મેલી દે."
 
"ના ના, ગમે તેમ થાય, મારું આટલું વેણ તો રાખો. ફરી મારે ક્યાં કહેવા આવવું છે?"
 
"ઠીક, પણ તારો ધણી કહેશે તો જ મારાથી રોકાવાશે."
 
એટલું કહીને એને ઘોડી હાંકી. નિસાસો નાખીને સોનબાઇ ખેતરમાં ચાલી. લખમશી સાંતી છોડીને રોટલા ખાવા બેઠો. કોચવાઇને એણે પૂછ્યું, "કોની સાથે વાત કરતી'તી? કેમ રોઇ છો?"
 
છ મહિનાથી રૂંધી રાખેલું અંતર આજ સોનબાઇએ ઉઘડી નાખ્યું. કાંઇ બીક ન રાખી. વીકમસી પોતાનો આગલો ઘરવાળો છે, પોતાનું હેત હજુય એના ઉપર એવું ને એવું છે, પોતાને એનાથી જુદું પડવું જ નહોતું, પોતાને સૂતી મેલીને છાનોમાનો ચાલ્યો ગયો હતો; ઓચિંતો આજ આંહીં મળી ગયો; અને પોતે એને આજનો દિવસ પોતાને ઘેર રોકાવાના કાલાવાલા કરતી હતી; છ મહિનાથી પોતે નવા ધણી સાથે શરીરનો સંબંધ ન રાખવાનાં વ્રત લીધેલાં તે પણ એ જૂની માયાનાં માન સારુ જ છે એ બધું જ બોલી નાખ્યું. બોલતી ગઈ તે વેણેવેણ એની મુખમુદ્રા પર આલેખાતું ગયું.
 
લખમસી આ સ્ત્રીની સામે તાકી રહ્યો, ઊંડા વિચારમાં પડી ગયો. સાંતી જોડવાનું બંધ રાખીને લખમસી સોનબાઇ સાથે ગામમાં આવ્યો. સામે ચોરામાં જ પાવૈયાનું ટોળું બપોરા કરવા ઊતરેલું હતું. વીકમસી પણ ત્યાં બેઠો હતો. એણે આ બેય જણાં આવતાં જોયાં. એના મનમાં ફાળ પડી કે હમણાં લખમશી આવીને કજિયો આદરશે. ત્યાં તો ઊલટું જ લખમશીએ સુંવાળે અવાજે કહ્યું, "ફળીએ આવશો?"
 
વીકમસીને વહેમ પડ્યો. ઘેર લઈ જઈને ફજેત કરશે તો? પણ ના ન પડાઇ. એક વાર સોનબાઇને મલવાનું મન થયું. મુખીની રજા લઈને ભેળો ચાલ્યો. ઘોડી લખમશીએ દોરી લીધી.