Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૨૪૭:
 
વીકમસીને વહેમ પડ્યો. ઘેર લઈ જઈને ફજેત કરશે તો? પણ ના ન પડાઇ. એક વાર સોનબાઇને મલવાનું મન થયું. મુખીની રજા લઈને ભેળો ચાલ્યો. ઘોડી લખમશીએ દોરી લીધી.
 
બીક હતી ને ટળી ગઈ. લખમશીનાં આદરમાન બીજે ક્યાંય નહોતાં દીઠાં. કોડે કોડે રાંધેલું મીંઠું ધાન લખમશીએ પરોણાને તાણખેંચ કરીને ખવરાવ્યું; ઢોલિયાને ધડકી ઢાળીને મહેમાનને બપોરની નીંદર કરાવી; અને ધીરે ધીરે વીકમસીના મનની રજેરજ વાત એને જાણી લીધી. વાતોમાં સાંજ નમી ગઈ.
 
લખમશીમાં ખેડૂતનું હૈયું હતું. ઝાડવા ઉપર પંખીની અને વગડામાં હરણાંની હેતપ્રીત એણે દીઠી હતી. અને આંહી એણે આ બે જણાંને ઝૂરી મરતાં જોયાં. એ ભીતરમાં ભીંજાય ગયો; પોતે સોનબાઇ વેરે પરણ્યો છે એ વાત જ ભૂલી ગયો. એનાથી આ વેદના દેખી જાતી નહોતી.
 
દિવસ આથમ્યો એટલે પોતે ઊઠ્યો, ફળીમાં માતાની દેરી હતી તે ઉઘાડીને ધૂપ કર્યો. માતાજીની માળા ફેરવવા બેઠો. પોતે માતાનો ભગત હતો. ભૂવો પણ હતો. રોજ રોજ સંધ્યાટાણે માતાને ઓરડે આવીને પોતે જાપ કરતો.
 
આજ માળા ફેરવીને એણે માતાજીની સ્તુતિ ઉપાડી. શબ્દ ગાજવા લાગ્યા તેમ તેમ એના શરીરમાં આવેશ્ આવવા મંડ્યો. ધૂપના ગોટેગોટ ધુમાડા ઊઠ્યા. લખમશીની હાક ગાજી ઊઠી. દેવી એના સરમાં આવ્યાં હતાં.
 
સોનબાઇ ઘરમાં રાંધે છે, ત્યાં એને હાક સાંભળી. સાંભળતાં જ એ બહાર દોડી આવી. આયરને ખરા આવેશમાં દીઠો. પોતાને ઓસાણ આવી ગયું. વીકમસીને ઢંઢોળીને કહ્યું, "દોડ આયર, દોડ! ઝટ પગમાં પડી જા!"
 
કાંઇ કારણ સમજ્યા વગર વીકમસીએ દોડ્યો. પગમાં માંથું નાખી દીધું. ધૂણતાં ધૂણતાં લખમશીએ પોતાના બેય હાથ એને માથે મૂકીને આશિષ આપી કે "ખમા! ખમા તુંને બાપ!"
 
માથે હાથ અડાડતાં તો કોણ જાણે શાથી વીકમસીના દેહમાં ઝણઝણાટ થઈ ગયો. ખાલી ખોળિયામાં દૈવતનો ધોધ વછૂટ્યો. લખમશીને શાંતિ વળી એટલે બેય જણા બહાર નીકળ્યા. લખમશીએ પૂછ્યું: "કાં ભાઈ! શું લાગ્યું? શું થાય છે?" તેજભર્યો વીકમસી શું બોલી શકે? રૂંવાડી ઊભી થઈ ગઈ હતી. અંગેઅંગમાં પ્રાણ પ્રગટી નીકળ્યા હતા. ચહેરા ઉપર શાંતિ છવાઇ ગઈ. માત્ર એટલું બોલાયું કે, "ભાઇ! મારા જીવનદાતા! માતાજીની મહેર થઈ ગઈ. મારો નવો અવતાર થયો!"
 
"બસ ત્યારે, મારોય મનખો સુધર્યો, હું તરી ગયો." એમ કહીને એણે સાદ કર્યો, "સોનબાઇ! બહાર આવ."
 
સોનબાઇ આવીને ઊભી રહી. બધુંય સમજી ગઈ. શું હતું ને શું થઈ ગયું! આ સાચું છે કે સ્વપ્નું! કાંઇ ન સમજાયું.
 
"મારા ગુના માફ કરજે! તું પગથી માથા લગી પવિત્ર છો. આ તારો સાચો ધણી. સુખેથી બેય જણાં પાછાં ઘેર જાવ. માતાજી તમને સુખી રાખે અને મીઠાં મોં કરાવે."
 
વીકમસી ઉપકાર નીચે દબાઇ ગયો. ગળગળો થઈ ગયો અને બોલ્યો, "લખમશીભાઇ! આ ચામડીના જોડા સિવડાવું તોય તમારા ઉપકારનો બદલો કોઇ રીતે વળે તેમ નથી. તમે મારે ઘેર મારા ભેળા આવો તો જ હું જાઉં!" લખમશીએ રાજીખુશીથી હા પાડી.
 
સવાર થતાં જ ગાડું જોડ્યું. સોનબાઇનો હરખ હૈયામાં સમાતો નથી. વીકમસી ગાડાની વાંસે, ઘોડી ઉપર બહુ જ આનંદમાં, મનમાં ને મનમાં લખમશીના ગુણ ગાતો ચાલ્યો આવે છે. વીકમસીને ઘેર પહોંચ્યા; એનું આખું કુટુંબ બહુ જ રાજી થયું. બીજે દિવસે લખમશીએ જવાની રજા માગી. પોતાના કાકાની સલાહ લઈને વીકમસીએ બહેન રૂપીને લખમશી વેરે આપવા પોતાનો વિચાર જણાવ્યો. લખમશીને આગ્રહ કરીને રોક્યો. લખમશીને ખુશીથી કબૂલ કર્યું. આસપાસથી નજીકનાં સગાંઓને તેડાવી, સારો દિવસ જોવરાવી વીકમસીએ રૂપીના લગ્ન કરી, સારી રીતે કરિયાવર આપી, બહેનને લખમશીના ભેળી સાસરે વળાવી.