કૃષ્ણકુમારસિંહ ગોહીલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૪૩:
 
==અંગત જીવન==
બાર તેર વર્ષની ઉંમરે ભાવનગર આવેલા ગાંધીજી સાથે કૃષ્ણકુમારસિંહજીની મુલાકાત યોજાઈ. જેમનાથી તેઓ ઘણા પ્રભાવિત થયા. દીર્ઘદ્રષ્ટા રાજનીતિજ્ઞ અને વિચક્ષણ બૌદ્ધિક સર પ્રભાશંકર પટ્ટણીના સાનિઘ્ય અને માર્ગદર્શન તેમનું ઘડતર બળ બની રહ્યા. રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી કૃષ્ણકુમારસિંહજીને ઇંગ્લેન્ડની વિખ્યાત પબ્લીક સ્કૂલ હેરોમાં મૂકવામાં આવ્યા. ત્યાં ત્રણ વર્ષ અભ્યાસ કરી ક્રિકેટ, ફૂટબોલ, નિશાનબાજી વગેરેનો શોખ કેળવ્યો. ઈ.સ. ૧૯૩૧માં કૃષ્ણકુમારસિંહજી પુખ્ત વયનાં થતાં રાજ્ય વહીવટની ઘૂરા સંભાળી લીધો. તે જ વરસે ગોંડલના યુવરાજ શ્રી ભોજરાજજીનાં સુપુત્રી વિજયાબા સાથે તેમનાં લગ્ન લેવાણાં. ઈ.સ્. ૧૯૩૧ માં મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ના લગ્ન ગોંડલનાં મહારાજા શ્રી ભોજિરાજસિંહજી ના પુત્રી અને મહારાજા શ્રી ભગવતસિંહજીના પૌત્રી વિજયાબાકુંવરબા સાથે થયા. વિજયાબાનાં ધાર્મિક, પ્રેમાળ, સરળ અને ઉમદા સ્વભાવે પણ તેમનાં જીવનમાં પ્રભાવક રંગો પૂર્યા હતાં. આ લગ્નથી એમને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ મળીને પાંચ સંતાનો થયા.
 
*૧ [[મ. કુ. શ્રી વિરભદ્રસિંહજી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ]] ([[માર્ચ ૧૪]], [[૧૯૩૨]] થી [[જુલાઇ ૨૬]], [[૧૯૯૪]])
લીટી ૫૬:
ભાવનગર યુનિવર્સિટી હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, આ અંગેનું વિધેયક મંગળવારે ગુજરાત વિધાનસભામાં વર્ષ 2012માં સર્વાનુમતે પસાર થયું છે. જેને લીધે ભાવનગર યુનિવર્સિટી અધિનિયમ પણ હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી અધિનિયમ તરીકે ઓળખાય છે.ઉલ્લેખનીય છે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કરેલા અભુતપૂર્વ ધાર્મિક-સાહિત્યિક-શૈક્ષણિક-સામાજિક પ્રદાન બદલ, તેઓને માનાંજલિ અર્પવા માટે આ યુનિવર્સિટીની એક્ઝિક્યુટીવ કાઉન્સિલ દ્વારા આ નામાભિધાન અંગેનો ઠરાવ કર્યો હતો. તેના અનુસંધાનમાં આ વિધેયક છેક 2012માં વિધાનસભામાં રજૂ થયું હતું અને સર્વાનુમતે પસાર થયું.
 
 
== એક પ્રજાભિમુખ રાજવી ==
 
પ્રાતઃ સ્મરણીય મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું જીવન પ્રજાલક્ષી કાર્યોથી ભરપૂર હતું, કદાચ એટલે જ તેમના મૃત્યુના 46 વર્ષ પછી પણ આજે પણ તેમનું નામ નવી પેઢીના માનસપટ ઉપર અકબંધ છે... તેમના જીવન સાથે અનેક દૃષ્ટાંતો જોડાયેલા છે જે આજના શાસકોને પ્રજાનું દિલ કેવી રીતે જીતવું તેની શીખ આપે છે.
 
'''દૃષ્ટાંત 1 :''' એક વખત ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી પોતાની મોટરકારમાં જઇ રહ્યા હતા અને બસ સ્ટોપ ઉપર એક દસ વરસની દીકરીને રડતી જોઇ ગયા. મહારાજાએ તરત જ ગાડી ઊભી રખાવીને રુદનનું કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે આજે એ દીકરીની વાર્ષિક પરીક્ષા છે અને તે બસ ચૂકી ગઇ હતી. ગોહિલકુળના છવ્વીસમા રાજવીએ તરત જ એ દીકરીને પોતાની કારમાં બેસાડી અને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી દીધી અને પોતાનું કાર્ડ આપતાં કહ્યું કે પરીક્ષક તને પ્રવેશ આપવાની ના પાડે તો આ કાર્ડ બતાવીને કહેજે હું આમની દીકરી છું.
 
સાંજે દીકરીએ ઘેર આવીને પોતાના પિતાને વાત કરી અને પેલું કાર્ડ બતાવ્યું ત્યારે બાપ બોલ્યો કે બેટા તને ખબર નથી પણ આજે અઢારસો પાદરનો ધણી એક ગરીબ બાપની દીકરીને પોતાની મોટરમાં નિશાળ સુધી છોડી ગયો છે.આ વાત અહીંયાં પૂરી થતી નથી પણ દસ વરસ પછી એ દીકરીનાં લગ્ન હતાં ત્યારે રાજાને કોઇકે ખબર આપ્યા કે તમે જેને દીકરી કીધી હતી એ આજે પરણવાની છે ત્યારે મહારાજા ખુદ એના માંડવે પધાર્યા, દીકરીને સોનાનો અછોડો અને વરરાજાને સોનાની વીંટી આપીને ગરીબની દીકરીના બાપ બનીને ભાવસિંહસુતે (મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પિતાનું નામ ભાવસિંહ હતું) ભાવભીની વિદાય આપી.
 
'''દૃષ્ટાંત 2 :''' દેશની કોઈ સંસ્થા કોઈ રાજવીના શુભ સંકલ્પમાંથી અને તેમના માતબર અનુદાનથી શરૂ થઇ હોય તેવો આ એક માત્ર દાખલો છે. આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો ત્યારે દેશની ચાલીસ ટકા (૪૦%) પ્રજા રાજવીઓના રજવાડાઓમાં વહેંચાયેલી હતી. આ બધા રાજ્યો ભારતીય સંઘમાં વિલીનીકરણ પામે તો જ ભારત અખંડ, સમૃદ્ધ અને શક્તિશાળી બને તેમ હતું. ભાવનગરના અંતિમ રાજવી સદ્‌ગત પ્રજાવત્સલ શ્રી કૃષ્ણકુમારસિંહજીએ બધાના આશ્ચર્ય વચ્ચે પૂ. મહાત્મા ગાંધીજીના ચરણોમાં પોતાનું રાજ્ય ધર્યું. સાથોસાથ તેમણે પાંચ લાખ રૂપિયા ગાંધીજીના ચરણમાં મૂકી પૂ. બાપુ ઈચ્છે તેવી ગ્રામોત્થાનની પ્રવૃતિમાં વાપરવાની ઈચ્છા વ્યક્ત કરી. ગાંધીજીએ આ બંને વાતોનો સાનંદ-સાભાર સ્વીકાર કરી ગ્રામોત્થાનની પ્રવૃત્તિ માટે મળેલી રકમનો તત્કાલ ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો. મગનવાડીના સર્જક અને ખ્યાતનામ અર્થશાસ્ત્રી ડો. જે. સી. કુમારપ્પાને ગાંધીજીએ બોલાવી તેઓને ગ્રામોદ્યોગ-ગ્રામોત્થાનની પ્રવૃત્તિ શરૂ કરવા સંસ્થા સ્થાપવા જણાવ્યું. કુમારપ્પાજીએ પૂ. બાપુની વાતને સ્વીકારી ગ્રામોત્થાનની પ્રવૃત્તિ કરવા સંમતિ આપી. આમ, ભાવનગરના વિદાય લેતા અંતિમ રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજીના શુભ સંકલ્પ, ગાંધીજીના આશીર્વાદ અને માર્ગદર્શન, કુમારપ્પાજી તથા ગઢડાના નગરશેઠ અને કર્મશીલ સ્વ. મોહનલાલ મોતીચંદ શેઠની સીધી જવાબદારી અને પ્રત્યક્ષ ભાગીદારીથી સંસ્થાનો શુભારંભ થયો. ૧૦ જૂન ૧૯૪૮ના રોજ ભાવનગરના મહારાણી શ્રીમતી વિજયા કુંવરબાના વરદ્ હસ્તે સંસ્થાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને આ ભૂમીને "કૃષ્ણવાડી" નામ આપવામાં આવ્યું હતું. મહાન વિભૂતિઓનું જે ભૂમિ સાથે નામ જોડાયેલું છે તે ભૂમિ આજે અનેક પ્રવૃતીઓથી ધમધમી રહી છે.
 
'''દૃષ્ટાંત 3 :''' કૃષ્ણકુમારસિંહજી ઉચ્ચ વહીવટી કૂનેહ અને પ્રજા કલ્યાણની પ્રખર ભાવના ધરાવતા રાજવી હતા. પ્રજાવત્સલતાનો આદર્શ સેવનાર મહારાજા સમયાન્તરે ચાંચ બંદરના બંગલે કે ગોપનાથના બંગલે હવાફેર માટે જતાં અને ત્યાં થોડા દિવસ રહીને આરામ કરતા. એ વખતે આજુબાજુ પંથકના ગામડામાં આકસ્મિક મુલાકાતે પહોંચી જતા. એ વખતે ગોપનાથ ઢૂંકડા એક ગામે નવરાત્રી પ્રસંગે રમાતી ગરબી, પંથકના પચાસ ગાઉ માથે વખણાય. રાજમાંથી સંદેશો ગાયો કે બાપુ આઠમની રાતે તમારી ગરબી જોવા પધારે છે.
 
અઢારસો પાદરના ઘણી ગરબી જોવા પધારે છે એ જાણીને ગામ લોકોનો આનંદ હિલોળે ચડ્યો. ગરબી ગાનારા ને રમનારાઓના કેડિયાની કસો તૂટવા માંડી. એમના અંતરના આનંદમોરલા ટહૂકી ઊઠ્યા. ગામના ચોરાની સફાઈ થઈ ગઈ. ઢોલિયા ઢળાઈ ગયા. આણંત વહુઓએ લાવેલી નવીનકોર રજાઈયું પથરાઈ ગઈ. ગાદી તકિયા નંખાઈ ગયા. કુંભારો આવીને ઠંડા પાણીના ચીતરેલાં માટીના ગોળા ભરીને મૂકી ગયા. ભાવેણાના ભૂપ ગરબી જોવા પધારે છે એ વાત જાણીને અડખે પડખેના પાંચ પચ્ચીસ ગાઉ માથે આવેલા ગામના લોકો ગાડાં, ઘોડા અને ઊંટિયા માથે સવાર થઈને અહીં ઊમટી પડ્યા. અવનિ માથે અંધારાના ઓળા ઊતર્યા ન ઊતર્યા ત્યાં કૃષ્ણકુમારસિંહજી પધાર્યા. કટ કટ કટ પગથિયાં ચડીને ચોરે આવ્યા. પ્રજાજનોના વંદન ઝીલીને ઢોલિયા માથે બિરાજમાન થયા. અને તકિયાને અઢેલીને બેઠા. સૌની ખબર અંતર પૂછતા પડખે બેઠેલા મુખીને પૂછ્‌યું ‘પટેલ, શું ચાલે છે? માતાજીની ગરબી રમવા માટે તમારું ગામ બહુ જાણીતું છે એમ સાંભળ્યું છે.’
 
ગામના નવરાત્રી ઉત્સવની પ્રશંસા સાંભળીને ગામેતીઓના અંતરમાં આનંદના રંગસાથિયા પુરાણા, એક બે ઉત્સાહી આગેવાનો એકસાથે બોલી ઊઠ્યા ‘જી મહારાજ! આ ગામમાં ગરબી રમવાની પરંપરા પાંચ પાંચ પેઢીથી હાલતી આવે છે. અમારી ગરબીની તો વાત નો થાય. ભારે રંગત જામી જાય. ઇમાંય જો માવઠાનો વરહાદ વરહી ગ્યો હોય ને પછી જુવાનિયા ગરબી રમઝટ બોલાવે ઈ બીજી ભાતની હોય. ગરબી પુરી થાય ત્યાં તો ધરતી પર વેંત વેંત ઊંડું કુંડાળું કોરાઈ જાય હો.’
 
મહારાજ રાજી થતાં બોલ્યા ‘‘તમારા સંપીલા ગામમાં માતાજીની માંડવડી આગળ રૂડી ગરબી થતી હોય તો એમાં રમવાનો લ્હાવો આજ હુંય લઇશ.’’ આવી વિસ્મયભરી વાત સાંભળતાં જ ગામના આગેવાનોના મોં પરનો આનંદ ઉચાળા બાંધીને હાલતો થયો. સૌ સ્તબ્ધ બનીને એકબીજાની સામે તાકી રહ્યાં. મહારાજાની ગામ આખાના લોક સાથે ગરબી રમે ઇ વાત કોઈને ગળે ઊતરતી નહોતી. એક વયોવૃદ્ધ ભાભાથી નો રહેવાણું. એ ઊભા થયા ને બે હાથ જોડીને બોલ્યા ‘બાપુ! આ તો અમારી ગામડિયા લોકની ગરબી. આપના જેવા રાજરજવાડાથી અમારા ભેળા નો રમાય.’
 
‘શું હું શક્તિની ભક્તિ કરવાને લાયક નથી ગણાતો?’
 
‘અરેરે, બાપુ આ શું બોલ્યા? આવું બોલીએ તો મા ખોડિયાર અમારી જીભ જ ખેંહી લ્યે. ભાવેણાના માથે તો ખોડિયાર માના ચાર હાથ છે. માની અમીદ્રષ્ટિ છે.’ વૃદ્ધ ભાભા બોલી ઊઠ્યા.
 
‘તો વડીલ તમે આવું કેમ બોલ્યા?’
 
‘બાપુ! વાત જાણે એમ છે કે અમારી ગામડિયાઓની ગરબી સરખેસરખા સમોવડિયાને રમવા માટેની હોય છે. ગરબી રમનારે સામે આવનારને ગોઠણ સુધી નમી તાળી દઈ આગળ જવાનું. એક બીજાને પગે લાગવાનું. વરહને વચલે દા’ડે કંઈ મનદુઃખ થયાં હોય ઇ હંઘુય ભૂલીને આનંદ માણવાની ગરબી છે. એટલે અમે ગરબીમાં ગામના વાળંદ, ઘાટઘડા કુંભાર, મેરાઈ, મોચી જેવા વસવાયાને ભેળાં રમવા દેતા નથી. કાઠી, દરબારો અને રજપૂતોની વસતીનું ગામ છે. આ લોકો સ્વપ્નામાંય કોઈની સામે ઝૂકવાનું પસંદ કરતાં નથી. આપનાથી ગામલોકો આગળ ઝૂકીને રમવાની ગરબી ન ગવાય.’ એક ગામડિયાએ પેટછૂટી વાત કરીને રહસ્ય ઉઘાડું કરી નાખ્યું.
 
‘ભાઈ, આ તો હડહડતો અન્યાય કહેવાય, માતાજીની ભક્તિ કરતી વખતે અહંને ઓગાળી નાખવો જોવી. માને તો બધાં જ બાળકો સરખાં ગણાય. માડીના દરબારમાં ઊંચનીચના ભેદભાવ ન રખાય. સૌ સરખાં ગણાય.’ આટલું બોલતા મહારાજાના મુખ પર જાણે કે વેદના લીંપાઈ ગઈ. તેઓ ગંભીર અવાજે બોલ્યા ઃ
‘આજે મારે ગામેળું જોડે ગરબી ગાઈને ભેદની ભીંતડિયું ભાંગી નાખવી છે.’
 
ગામનું વસવાયું વરણ મહારાજાની મહાનતા જોઈ સ્તબ્ધ થઈ ગયું. શું ભાવેણાનો નાથ પોતે ઊઠીને આપણી સાથે ગરબી રમીને ધૂંટણ સુધી નમીને ગરબીમાં તાળી આપશે? ધન્ય છે આવા સમદ્રષ્ટિવાળા રાજવીને. વાયે અડીને વાત ગામઆખામાં વહેતી થઈ ગઈ.
 
સવર્ણો વસવાયાઓ જોડે ગરબી રમવાની ગડમથલ કરતા હતા ત્યારે કૃષ્ણકુમારસંિહજીએ એટલું જ કહ્યું ઃ ‘ભાઈઓ, હું અઢારસો પાદરનો ઘણી ઊઠીને મારી રૈયત જોડે રૈયત જોડે તરોવરો કરું કે ઊંચનીચના ભેદભાવ રાખું તો એ બધા ક્યારે ઉંચા આવશે? રૈયત તો મારા રાજની શોભા છે. એ સૌને ભેળા લઈને હું ગરબીમાં જોડાઈશ. કેડ્યેથી લળક લઈને પગ સુધી નમવામાં ભલે મને નાનપ લાગે.’
 
પછી તો ભાઈ ગરબીનો રંગ જામી ગયો. ગામ લોકોની સાથે વસવાયા વર્ગ હોંશભેર જોડાયો. કોઈ દિ’ ગરબીય નહીં રમનારા કે જોનારા ય રંગેચંગે ગરબી રમવા ઊતરી પડ્યા. ભાવનગરના રાજા સાથે ગરબી રમવાનો લ્હાવો કોણ જતો કરે? ઘૈડિયા વાતું કરે છે કે તે દિ’ બાપુ એક એક ગ્રામજનના ગોઠણ સુધી નહીં પગના પંજા સુધી નીચા નમીને બબ્બે કલાક ગરબીમાં ફર્યા. ગામલોકો રાજવી સાથે ગરબી રમીને ધન્યતા અનુભવવા લાગ્યા. ગરબી પુરી થતાં પોતાને સવર્ણોમાં ધન્યતા અનુભવવા લાગ્યા. ગરબી પુરી થતાં પોતાને સવર્ણોમાં ખપાવતા સૌ કોઈએ મહારાજાની માફી માગી. વર્ણભેદ નહીં રાખવા બધા વચનબદ્ધ થયા, ત્યારે શ્રી કૃષ્ણકુમારસિંહજીના મુખ પર આનંદની અનેરી આભાવાળું સ્મિત રમતું હતું. અસ્પૃશ્યતાના નિવારણના ઢોલ તો આપણે આજે વગાડીએ છીએ પણ પ્રજાકલ્યાણની ભાવનાવાળા ભૂપ એ કાર્ય તો વર્ષો પહેલા કરી ચૂક્યા હતા.
 
મહારાજાના શિક્ષણપ્રેમની એક ઘટના ‘સંકલ્પ શક્તિ’એ આ મુજબ નોંધી છે. નગર વિકાસના કામો નિહાળવા અને નગરચર્યા કરવા નીકળેલા મહારાજા સંઘ્યાટાણે અગંત માણસો સાથે ચર્ચા કરતાં જઈ રહ્યા હતા. એવામાં એમની નજર એક ઘૂની માણસ માથે પડી. એમને આશ્ચર્ય એટલા માટે થયું કે ઘૂની જેવો જણાતો ખાદીધારી માણસ મેલાંઘેલાં નાનાંનાનાં ટાબરિયાંઓને પ્રેમપૂર્વક નવડાવી, માથામાં તેલ નાખી વાળ ઓળી દેતો હતો. એને જોતાં જ મહારાજા થભી ગયા. એમના મનમાં વીજળીના સળાવાની જેમ એક વિચાર ઝબકી ગયો. બાપુએ એમના ઢૂંકડા જઈને રાજ્યમાં સારી શિક્ષણ સંસ્થા ઊભી કરવા આર્થિક સહાય આપવાની તત્પરતા બતાવી, ત્યારે સેવાભાવી ખાદીધારી શું કહે છે? ‘મને કોઈ શિક્ષણ સંસ્થા ઊભી કરી મોટું પદ લેવામાં રસ નથી. મને રાજ્યના પૈસાય જોતાં નથી. આપ આપવા ઇચ્છતા જ હો તો સામેની ખરાબાની જમીન મને આપો. મારે ગામના ગરીબ બાળકોને માટે એમાં હીંચકા બાંધવા છે, અને છોકરાંઓને ભેગાં કરી ધમપછાડા કરાવવા છે.’
 
મહારાજા આ માણસના હીરને પારખી શક્યા અને પછી બીજે દિવસે તાંબાના પતરે પડતર જમીન મહારાજા સાહેબે ‘યાવત્‌ચંદ્ર દીવા કરો’ લખી આપી. એ પડતર જમીન ઉપર પાંગરેલી પ્રતિષ્ઠ સંસ્થા એટલે શિશુવિહાર-ભાવનગર. એ મહારાજાનું નામ કૃષ્ણકુમારસિંહજી. એ ભેખધારી માણસ એટલે માન. શ્રી માનભાઈ ભટ્ટ. બેમાંથી એકેય હયાત નથી. હયાત છે પ્રજાના હૃદયમાં એમની સ્મૃતિ
 
==લોકચાહના==