ચર્ચા:Portal:સબસ્ટબ કાર્યકારિણી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૭૧:
 
:::::::::આભાર અશોકભાઈ, આપને કારણે ફરી એક વખત પડદો પડી ગયો!--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૩:૫૧, ૧૯ મે ૨૦૧૨ (IST)
 
શ્રી સુશાંતભાઈ અને સૌમિત્રોને મારા, સીતારામ...જય માતાજી. અહીં સૌ મિત્રોને (સુશાંતભાઈનાં સહકાર)થી મળવાનો લ્હાવો મળ્યો તે મારા માટે ખુબજ આનંદની વાત છે. નહીતર હું તો દરબારની નાતનો એટ્લે બધા મારો ભરોસો ઓછો કરે, પણ સૌ મિત્રોથી મને જરાપણ અજાણ્યુ નથી લાગતુ. અને તમારા બાધાનાં યોગદાન અને ચર્ચાઓને પણ વાંચવાની મજા આવે છે. સૌપ્રથમ વિકિ મિત્રોને મળવામાં અમે એકવાર મહર્ષિભાઇનાં લગ્નમાં ભાવનગર મળ્યા હતા ત્યારે મારી સાથે સતિષભાઈ છેક ભરૂચથી પધાર્યા હતા. બીજીવાર મળવાનું ગોઠવ્યુ ત્યારે ફ઼કત ધવલભાઈને સુશાંતભાઈ (મુંબઈ)થી આવીને અમદાવાદમાં મળ્યા હતા. (અશોકભાઈને ત્યાં એક માઠો પ્રંસંગ બનેલો એટેલ હું અને અશોકભાઈ અમદાવાદ ના જઈ શક્યા). અને છેલ્લે જુનાગઢમાં અમે ત્રણ(હું, અશોકભાઈ અને ધવલભાઈ) મળ્યા. આ બધો ઉલ્લેખ એટલા માટે મારે આજે કરવો પડ્યો કે, અહીં આપણા એક વિકિમિત્ર Tekina એ કહ્યુ કે, (આપણે એક કુપ્રથાને ઉત્તેજન આપી રહ્યા છીએ? "આવો તો વેલકમ અને જાઓ તો ભીડ કમ" એ જ પોલીસી હોવી જોઇએ. આ કાંઇ બાલમંદીર થોડું છે કે રિસામણા / મનામણા કરવાના હોય?) પણ તેઓને ખ્યાલ નથી કે આપણે સૌ એક વિકિપીડિયાનાં User જ નથી, બધા ગાઢમિત્રો પણ છીએ, જેથી એક મિત્રને માઠુ લાગે તો, તેને અમે દુર જવા ના દઈએ જે અમારો મિત્રધર્મ સમજીએ છીએ મારે આટલુ બધુ વ્યક્ત કરવુ પડ્યુ છે... અને સુશાંતભાઈ અથવા બીજા કોઈપણ મિત્રને અમે વિકિમાંથી ગુમાવવા નથી માંગતા....
 
દરેકને જબાવદારીઓ હોવા છતા પણ ક્યારેક કયારેક અમો રૂબરૂ અથવા આવી ચર્ચામાં સમય ફ઼ાળવીને મળીએ છીએ તે આનંદની વાત છે અને તે માટે બધા વતી હું દરેક વિકિમિત્રનો અહીથી જ આભાર માનુ છુ. હાલની વ્યસ્તતામાં મને એક શેર યાદ આવે છે. “કોણ ભલા ને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે ? મતલબ થી બધાને નિસ્બત છે, અહી કોણ ખરા ને પૂછે છે? અત્તર ને નીચોવી કોણ પછી ફૂલો ની દશા ને પૂછે છે? સંજોગ જુકાવે છે, નહીતર કોણ અહી ખુદા ને પૂછે છે ?” પણ આપણે સૌ મિત્રો જયારે જયારે પણ મળીયે છીએ ત્યારે કોઈપણ સ્વાર્થ કે મતલબથી નથી મળતા તેજ બધાની ગાઢ મિત્રતા સાબીત કરે છે. (http://vanchanyatra.wordpress.com/2011/11/30/ચિત્રકથા-મોંઘેરા-મહેમાન/ અહીં જુઓ) સારૂ ચાલો સુશાંતભાઈ હવે બધુ પતી ગયુ છે અને ધવલભાઈથી તમને વધારે માઠુ લાગ્યુ હોયતો બે રોટલી વધારે ખાજો પણ નારાજ નહી... વહેલી તકે ફ઼રી પાછા રૂબરૂ મળીએ તેવી ઈશ્વરને પાર્થના!!! નહીંતર આખુયે એક પુસ્તક લખાય તેમ છે… :-) સૌમિત્રોને મારા જય માતાજી…--[[સભ્ય:જીતેન્દ્રસિંહ|જીતેન્દ્રસિંહ]] ([[સભ્યની ચર્ચા:જીતેન્દ્રસિંહ|talk]]) ૨૦:૫૭, ૧૯ મે ૨૦૧૨ (IST)
Return to "Portal:સબસ્ટબ કાર્યકારિણી" page.