ચર્ચા:Portal:સબસ્ટબ કાર્યકારિણી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૭૮:
::"બધા ગાઢમિત્રો પણ છીએ, જેથી એક મિત્રને માઠુ લાગે તો તેને અમે દુર જવા ના દઈએ જે અમારો મિત્રધર્મ"
:::બાપુ, માફ કરજો પણ આપ સહુ વિકિ ની મુળભુત ફિલોસોફીથી વિરુધ્ધ જઇ રહ્યા છો. અહીયા આપણે મિત્રતા બાંધવા માટે નહી પણ યોગદાન આપવા એકત્ર થઇએ છીએ. મિત્રતાએ ફક્ત અહીં લાંબા સમયની હાજરીમાંથી ઉભી થતી આડપેદાશ માત્ર છે. આ બહુ ગહન વાત છે એટલે દરેકને સમજાય એવી મારી અપેક્ષા નથી. પણ એટલું ચોક્કસ કહીશ કે પછી જ્યારે મિત્રતા સર્વોપરી બની જાય ત્યારે પછી વિકિના કંટેટનને અન્યાય થવાની શક્યતા વધી જાય છે અને હાલમાં પણ એ પ્રકારની અસર વર્તાણી એટલે કહેવું પડે છે. હા, મારા જેવા કડવું સત્ય કહેનારાઓ કોઇને પ્રિય નથી હોતા પણ હું અહીં કોઇનો પણ મિત્ર થવા નથી આવતો. મિત્રતા બાંધવા માટેના અલગ ખાસ પ્લેટફોર્મ સરળતાથી ઉપલબ્ધ છે. (ઉ.દા. તરીકે ચેહરાચોપડી (અં: facebook) ).--[[સભ્ય:Tekina|Tekina]] ([[સભ્યની ચર્ચા:Tekina|talk]]) ૧૧:૦૧, ૨૦ મે ૨૦૧૨ (IST)
 
::::ટેકીનાજી, હું તો "માનસ હરિહર" નો ચાહક છું, જોડવાનુ મારૂ કામ, પશ્રિમની સંસ્ક્રતિની જેમ તોડવાનુ નહી(પતિ-પત્નિ, ભાઈ-બહેન, પિતા-પુત્ર, મિત્ર-મિત્ર સહુ જુદા રહેવામાં જ માને છે). હું સૌરાષ્ટ્રની સંસ્ક્રતિએ રંગાયેલો છું એટલે અમે તો અઢારેય વરણને એક પગંતમાં બેસીને જમવામાં મજા અનુભવીએ અને તેવુ જ અમે દેવીદાસબાપુ(પરબ), બજરંગદાસબાપા(બગદાણા), નાથજીદાદા(દાણીધાર), ડાડામેકરણ(કચ્છ)... આપાવિસામણ(પાળીયાદ)... વગેરે સંતોપાસેથી શીખ્યા છીએ... તમે જ અહીં લખ્યુ કે, (ઉ.દા. તરીકે ચેહરાચોપડી (અં: facebook) ) તેનો અર્થ ના સમજાયો...બાકી તો વિકિ ની મુળભુત ફિલોસોફી શું છે તે હું જાણતો નથી... હું તો ગુજરાતીને પ્રેમ કરૂ છું એટલે અહીં દેખાવ છું, નહીતર મારે પણ ખેતી, ધંધો અને પરિવાર છે જ... :-) બાકીતો વિકિ ના પાડશે તો કહેવત છે ને કે, " ડેલી ગઈ ડોફા મારે અમે તો ચોરે જઈને બેસીશુ.. લો ત્યારે રામ રામ....--[[સભ્ય:જીતેન્દ્રસિંહ|જીતેન્દ્રસિંહ]] ([[સભ્યની ચર્ચા:જીતેન્દ્રસિંહ|talk]]) ૧૫:૦૯, ૨૦ મે ૨૦૧૨ (IST)
Return to "Portal:સબસ્ટબ કાર્યકારિણી" page.