ખાખરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: sa:पलाशवृक्षः
લીટી ૨૩:
તે એક મધ્યમ કદનું આશરે ૨૦ થી ૪૦ ફૂટ ઊંચું, પાનખરનું વૃક્ષ છે. પર્ણો ત્રણ પર્ણિકાઓ ધરાવતા પીંછાકાર છે અને ૮-૧૬ સે.મી. લાંબો પર્ણદંડ ધરાવે છે, તથા દરેક પર્ણિકાની લંબાઈની ૧૦-૨૦ સેમી જેટલી હોય છે. પુષ્પો ૨.૫ સે.મી. લાંબા, ઘાટ્ટા કેસરી કે પીળા રંગનાં હોય છે અને ૧૫-૨૦ સે.મી. લાંબા કલગી પુષ્પવિન્યાસમાં ખીલે છે. તેનાં ફળ, શીંગ રૂપે આવે છે, જે ૧૫-૨૦ સે.મી. લાંબી અને ૪-૫ સે.મી. જાડી હોય છે.<ref name=rhs>હક્સલી, એ., ed. (૧૯૯૨). ''New RHS Dictionary of Gardening''. Macmillan ISBN 0-333-47494-5.</ref> તેનું થડ વાંકું અને ડાળીઓ પણ અનિયમિત હોય છે. તેની છાલ રાખોડિયા રંગની અને ખરબચડી હોય છે. પાંદડાં ત્રણ-ત્રણનાં ઝુમખામાં હોય છે. પાંદડાંની નીચેની સપાટી રેશમી હોવાથી તેનો દેખાવ દૂરથી ભૂરો લાગે છે. પાંદડાની નીચેની સપાટીમાં નસો ચોખ્ખી દેખાય છે. [[નવેમ્બર]] અથવા [[ડિસેમ્બર]]માં પાદડાં ખરવા માંડે અને [[જાન્યુઆરી]]માં બધાં ખરી પડે છે. [[એપ્રિલ]] અથવા [[મે]] માસમાં નવાં પાન આવે તે પહેલા [[મહા]]-[[ફાગણ]] ([[ફેબ્રુઆરી]]-[[માર્ચ]])માં તેના પુષ્પો આવવાની શરૂઆત થઈ જાય છે. <ref>ભગવ્દ્ગોમંડલ, સર ભગવદ સિંહજી</ref>
 
== ઉપીયોગઉપયોગ ==
આ વૃક્ષ કાળી માટીમાં સારી રીતે વૃદ્ધિ પામે છે. ખારાશવાળી માટી તેને અનુકૂળ છે. તેમાંથી નીકળતો ગુંદર ઔષધિ તરીકે તેમ જ ચામડું રંગવામાં તથા કમાવવામાં ઉપયોગી છે. તેનાં કુમળાં મૂળમાંથી એક જાતના રેસા નીકળે છે, જેનાં [[દોરડાં]] અને દેશી [[ચંપલ]] બને છે. અંદરની છાલમાંથી નીકળતા રેસાનાં દોરડાં અને [[કાગળ]] બને છે. તેનાં પાનનાં [[પતરાળું|પતરાળાં]] બનાવાય છે. ખાતર તરીકે તેનાં પાન ઘણાં સારાં છે. તેનાં બિયામાંથી સ્વચ્છ [[તેલ]] નીકળે છે. તેનાં ફૂલ ઉકાળી તેમાં ફટકડી નાખવાથી સુંદર પીળો રંગ થાય છે. દેખાવમાં સાગને મળતું તેનું લાકડું બાંધકામમાં ઉપયોગી છે. [[બંદૂક]]નો દારૂ અને કોલસા બનાવવામાં તે કામ આવે છે. બે વર્ષના કુમળાં વૃક્ષનાં મૂળ કેટલાક ગરીબ લોકો શેકીને ખાય છે, પણ મૂળ કાચાં ખવાય તો ચકરી આવે.