ચર્ચા:Portal:સબસ્ટબ કાર્યકારિણી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૦૬:
::::સુશાંતભાઇ, કોઠા તરીકે મુકવાની વાત ગમી. પણ થોડી વધુ માહિતી ઉમેરી સ્ટબ બનાવવાનો ઉપાય ધીમો પણ વધુ સારો છે. અને ખાસ, આ બધા લેખો સતિષભાઇ એ બનાવ્યા છે. તેમની મદદ મળે તો કામ વધુ સારી રીતે પાર પડે. અથવા તેમની રાય એક વાર લેવી જોઇયે એવું મને લાગે છે. કારણ કે જ્યારે આવા લેખો બનતા હતા ત્યારે આપણી બધાની મુક સંમતી તો હતી જ. એટલે કદાચ એકાદ વર્ષ જેટલો સમય આવા લેખો ને "ક્વોરનટાઇન"માં રાખી ને સતિષભાઇને કહીયે તો? સીતારામ... '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]]) ૧૪:૧૪, ૨૨ મે ૨૦૧૨ (IST)
:::::હું અશોકભાઈ અને મહર્ષિભાઇ સાથે સહમત છું. ગઈ કાલે મહર્ષિભાઈએ [[ચર્ચા:જશપુર|અહીં શરું કરેલી ચર્ચા]]માં જણાવ્યા મુજબ, જો ગુજરાત બહારના ગામો કે શહેરો વિશેના આવા સબસ્ટબ હોય તો તેમને જે-તે જિલ્લાના પાના પર પણ વાળી શકાય છે. જો કે અત્યારે જ્યારે પાનાઓને હટાવવા માટે અંકિત કરવાનું કામ ચાલે છે ત્યારે આવા પાના વખતો વખત નડતા રહે તે પણ માનવામાં આવે એવી વાત છે। માટે, મારા માટે એક વધુ શ્રેણી બ, એ લેખોને હાલ પુરતું સબસ્ટબ અને deletion ટેગ હટાવી, તેમાં મૂકી શક।ય. જ્યારે પરિયોજના પૂરી થાય ત્યારે એવા લેખો પર કામ કરવાનું શરું કરી શકાય.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૦૫, ૨૨ મે ૨૦૧૨ (IST)
:::::સીતારામ, દરેક મિત્રો પોતાની સમજણ અનુસાર આ ભગીરથ કાર્યમાં મદદરૂપ થઈ રહ્યા છે એટલે મને પણ થયુ કે, હું પણ એક ડોકીયુ કરી આવુ. ખાસતો મને આ સ્ટબ,સબસ્ટબ નાં વર્ગીકરણમાં ખાસ કાંઈ ટપ્પો નથી પડતો પણ.. લેખને હટાવવાની વાત સાંભળી એટલે થયુ કે, અહીં સતિષભાઈએ જે ગામની યાદીઓ વાળા લેખ લખ્યા છે તે લેખમાં શબ્દો જોઈએ તો ઓછા હશે પણ તે ગામ તો હશે જ... એવુ મારૂ માનવુ છે તો આવા ગામને અહીંથી દુર ન કરો તો સારુ, કારણકે અધુરો કોઈ લેખ લાગે તો ક્યારેક કોઈ મિત્ર પુરો કરવા માટે પહેલ કરશે.. અને ના પણ કરે તો સર્ચ દરમિયાન તે લેખની થોડીઘણી માહિતીઓ પણ મળશે તો ખરી જ ! સારૂ ચાલો બાકી વધુ તો, "ન બોલવામાં નવગુણ" સીતારામ..--[[સભ્ય:જીતેન્દ્રસિંહ|જીતેન્દ્રસિંહ]] ([[સભ્યની ચર્ચા:જીતેન્દ્રસિંહ|talk]]) ૧૨:૫૮, ૨૪ મે ૨૦૧૨ (IST)
 
== નિર્ણાયક મતોની સંખ્યા ==
Return to "Portal:સબસ્ટબ કાર્યકારિણી" page.