હિંદુ ધર્મ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
Addition in History sub-section
લીટી ૧૪:
 
ભારતનાં બોહળા સમુહ વિસ્તારમાં હિંદુ ધર્મની પદસ્થાપને ઘનિષ્ટ કરવામાં ઉપનીશાદીક, બુધ્ધ અને જૈન ચળવળોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઉપનિશદ્, મહાવીર અને બુધ્ધએ સંદેશો આપ્યો કે મોક્ષ અને નિર્વાણ માટે વ્યક્તિએ વેદ કે વર્ણ વ્યવસ્થાનું આધીપત્ય સ્વીકારવું જરુરી નથી. બૌધ્ધ ધર્મએ હિંદુ ધર્મની ધણીબધી માન્યતાઓનો અંગીકાર કર્યો. ઈ.પુ. 3જી સદીમાં સમ્રાટ અશોકનાં મૌર્ય સામ્રાજ્ય હેઠળ, કે જે મોટા ભાગનાં ભારતીય ઉપ-મહાદ્વીપ ઉપર પ્રસ્થાપિત થઈ ચુક્યું હતું, ત્યારે બૌધ્ધ ધર્મ તેની ચરમસિમા પર હતો. ઈ.પુ. 200 સુધી ભારતીય તત્વજ્ઞાનની ધણીબધી શાખાઓ પ્રસ્થાપીત થઈ ચુકી હતી જેમાં સમખ્ય, યોગ, ન્યાય, વિશેશીકા, પુર્વ મિમાસા તથા વેદાંતનો સમાવેશ થાય છે. ઈ.પુ. 400થી 100ની વચ્ચે બૌધ્ધ ધર્મનાં ઓટનાં દિવસો આવી, હિંદુ ધર્મ પાછો પ્રચલીત થયો.
 
આરબ વ્યાપારીઓના સિંધ વિજય બાદ 7મી સદીમાં ઈસ્લામ ધર્મ ભારતમાં પ્રવેશ્યો હોવા છતાં ભારતીય ઉપ-મહાદ્વીપમાં તેના અનુયાયીઓની સંખ્યા પછીથી થયેલાં મુસ્લીમ આક્રમણો તથા મુસલમાન શહેનશાહોના રાજ દરમ્યાન વધી અને ઈસ્લામે ભારતમાં એક મુખ્ય ધર્મનું સ્વરૂપ લીધું. આ સમય દરમ્યાન ઘણા મુસ્લીમ રાજાઓએ જેમકે ઔરંગઝેબે, હિંદુઓનાં મંદીરો નષ્ટ કર્યા તથા ગેર-ઈસ્લામિ પ્રજાનું દમન કર્યુ. જોકે અકબર જેવા ખુબ જુજ ઈસ્લામિક રાજાઓ હતા કે જે ગૈર-ઈસ્લામિક ધર્મો પ્રત્યે સહનશીલ હોય. આ સમય દરમ્યાન મોટી સંખ્યામાં બૌધ્ધ અને હિંદુ ધર્મનાં અનુયાયીઓએ ઈસ્લામ ધર્મનો અંગીકાર કર્યો. રામાનુજ, માધવ તથા ચૈતન્ય જેવા આચાર્યોની મહેનતથી હિંદુ ધર્મમાં ધરખમ ફેરફારો થયાં અને ભક્તી યોગનાં અનુયાયીઓ, અમુક સદીઓ પહેલાં આદી શંક્રાચાર્યએ વર્ણવેલા ‘બ્રમ્હ’ની તાત્તિ્વક વિભાવનાંથી વિખુટા પડીને રામ અને ક્રુષ્ણ જેવા તાદ્રશ્ય અવતારોની ભાવાત્કમ તથા લાગણીમય ભક્તિમાં રત થયા.
 
19મી સદીમાં મેક્ષ મુલૅર તથા જોન વુડરોફ જેવા પાશ્ચાત્ય વિદ્વાનોએ ભારતીયશાસ્ત્રને યુરોપીય દ્રષ્ટીકોણથી અભ્યાસની ઔપચારિક શાખા તરીકે સ્થાપિત કરી. તેઓ વૈદીક, પુરાણીક તેમજ તાન્ત્રીક સાહીત્ય અને તત્ત્વજ્ઞાનને યુરોપ તથા સંયુક્ત રાજ્ય અમેરિકા સુધી લઈ ગયા. તે સમયગાળા દરમ્યાન બ્રમ્હો સમાજ અને થિયોસોફીકલ સોસાયટી જેવી સંસ્થાઓએ એબ્રાહમીક તથા ધાર્મીક તત્વજ્ઞાનને સાથે લાવી સુસંગત અને સંગલિત કરવાના પ્રયત્નો કરી સામાજીક સુધાર લાવવાના પ્રયત્નો કર્યા હતા. આ સમયે આંતરીક પરંપરાઓથી ઉદ્ભવલી નવોઉત્પાદક ચળવળો પણ જોઈ કે જે વિશિષ્ટ વ્યક્તિઓ, જેમકે શ્રી રામક્રુષ્ણ અને રામાના મહર્ષિએ આપેલા બોધ કે શીખ ઉપર આધારીત હતી. આગળ પડતા હિંદુ તત્ત્વજ્ઞાનીઓ, જેમકે સ્વામી પ્રભુપાદ અને શ્રી ઓરબીંદોએ હિંદુ ધર્મના આધારભુત સિધ્ધાંતોની પુર્નરચના કરી તેને નવું રૂપ આપી નવા શ્રોતાઓ સમક્ષ રજુ કરી ભારત તેમજ વિદેશમાં ધ્યાન આર્કષીત કરી નવા અનુયાયીઓ બનાવ્યા. બીજા યોગીઓ જેમકે સ્વામી વિવેકઆનંદ, પરંહંસ યોગાનંદ, બી.કે.એસ ઐયંગર અને સ્વામી રામએ પણ પશ્ચીમી દેશોમાં યોગ અને વેદાંતનું સ્થાન ઉચ્ચ સ્તરે પહોંચાડવામાં ખાસ યોગદાન આપ્યું છે.