અક્ષરધામ (દિલ્હી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારો
લીટી ૫૦:
 
==મુખ્ય સ્મારક-મંદિર==
અક્ષરધામ પરિસરનું મુખ્ય સ્મારક કે જે સમગ્ર પરિસરના કેન્દ્રમાં આવેલુ છે તેની લંબાઇ ૩૫૬ ફૂટ, પહોળાઇ ૩૧૬ ફૂટ અને ઉંચાઇ ૧૪૧.૩ ફૂટ છે. આ સમગ્ર મંદિર રાજસ્થાની ગુલાબી પથ્થર અને ઇટાલિયન સફેદ આરસમાંથી બનાવામાં આવેલુ છે અને તેમાં સ્ટીલ કે કોંક્રિટનો પ્રયોગ કરવામાં આવ્યો નથી. આ સમગ્ર મંદિરનું બાંધકામ પ્રાચીન સનાતન હિંદુ સ્થાપત્યકળા, વાસ્તુકળા અને મંદિરકળાના આધારે કરવામાં આવેલુ છે. આ મંદિર ૨૩૪ સુશોભિત કંડારેલા સ્તંભો, ૯ સુશોભિત ગુંબજો, ૨૦ ચતુષફલકીય શિખર ધરાવે છે. સમગ્ર મંદિરની બાહ્ય બાજુ હિંદુ દેવી-દેવતાઓ, સાધુઓ, ઋષિઓ, આચાર્યો વગેરેની ૨૦૦૦૦ જેટલી પ્રતિમાઓ કંડારેલી છે.

આ સ્મારકની મુખ્ય વિશિષ્ટતા ગજેન્દ્ર પીઠ(હિંદુ સંસ્કૃતિમા હાથીની ઉપયોગિતા દર્શાવવા માટે હાથીનો મંદિરના આધાર તરીકે ઉપયોગ) છે. આ સમગ્ર સ્મારક ૧૪૮ હાથીની પીઠ પર બનેલુ છે જેમનુ કુલ વજન ૩૦૦૦ ટન છે. આ ઉપરાંત ૪૨ પશુ-પક્ષીઓ અને ૧૨૫ માણસ અને દેવો ની પથ્થરમાંથી બનાવેલ પ્રતિમાઓ નો પણ સમાવેશ ગજેન્દ્ર પીઠમાં થાય છે.
[[ચિત્ર:Akshardham Dome.jpg|400px|left|thumb|અક્ષરધામ મંદિર ની કોતરણી|]]
 
==સહજાનંદ દર્શન==