તેરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Mihir Joshi (talk)દ્વારા ફેરફરોને CommonsDelinker દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી �
No edit summary
લીટી ૧:
<br>
'''તેરા''' ગામ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[કચ્છ જિલ્લો|કચ્છ જિલ્લા]]ના [[અબડાસા-નલિયા|અબડાસા તાલુકા]]માં આવેલું છે. તેરા ગામ પ્રાચીન કિલ્લો, સુંદર તળાવ, હવેલીઓ, [[રામાયણ]] આધારિત કામાંગરી ચિત્રકલા, શિલ્પ સ્થાપત્ય યુક્ત જૈન દેરાસરને કારણે 'હેરીટેજ વિલેજ' તરીકે ખુબ જ જાણીતું છે. તેરા ગામ મહારાવ શ્રી પ્રાગમલજી બીજાના નાનાભાઈ ગગુભા (હમીરજી)ને ગરાસમાં મળેલું. જેઓ મહારાવ શ્રી દેશળજી બીજાના લાડકા પુત્ર હતા તેથી [[ભુજ]] જેવો જ દરબારગઢ ત્યાં બંધાવેલ છે. દરબારગઢમાં આવેલ મોલાતમાં રામાયણના સુંદર કમાંગરી શૈલીનાં ચિત્રો આવેલાં છે. આ ચીત્રોની નકલ ભારતીય સંસ્કૃતિ દર્શન-કચ્છ સંગ્રહાલયમાં [[ભાવનગર]]ના પ્રો. ખોડીદાસ પરમારે બનાવી છે.
 
તેરા ગામમાં શ્રી જીરાવલ્લા પાર્શ્વનાથજી જૈન દેરાસર નામનું ભગવાન પાર્શ્વનાથનું જૈન મંદિર પણ આવેલું છે, જે ૧૪૬ વર્ષ જૂનું છે. આ દેરાસર શેઠ રાયમલ શીવજી તથા શેઠ બુઢ્ઢા ડોસાએ સંવત ૧૯૧૫માં બંધાવેલું છે. મૂળનાયક શ્રી શામળીયા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર (કાચમંદિર) ગોરજીઓ (યતિશ્રીઓ) એ બંધાવેલું છે, જે લગભગ ૨૭૫ વર્ષથી પણ અધિક પ્રાચીન છે. અહીં રહેવાની, ભોજનશાળાની તથા આયંબિલ ખાતાની સારી સગવડ છે. અહિં [[મોઢેશ્વરી | મોઢેશ્વરી માતા]]નું પ્રાચિન મંદિર પણ આવેલું છે, જેનો જીર્ણોદ્ધાર મોઢ બ્રાહ્મણોએ કરાવેલો છે. આ ગામ નલિયા રેલ્વે સ્ટેશનથી ૧૭ કિ.મી., ભુજ રેલ્વે સ્ટેશનથી ૮૫ કિ.મી., સુથરી તીર્થથી ૪૨ કિ.મી., જખૌ-કોઠારા તીર્થથી ૩૦ કિ.મી.ના અંતરે આવેલું છે.
"https://gu.wikipedia.org/wiki/તેરા" થી મેળવેલ