બળવંતરાય ઠાકોર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ઠાકોર બળવંતરાય કલ્યાણરાય, ‘વલ્કલ’, ‘સેહેન...થી શરૂ થતું નવું પાનું બાનવ્યું
 
અનુમતીથી કોપી-પેસ્ટ ??...વિકિલાયક બનવવું....સુધારો ટૅગ...શ્રેણી ઉમેરી..
લીટી ૧:
{{સુધારો}}
('''નોંધ''':આ માહિતી [http://www.gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Balvantrai-Thakor.html ગુજરાતી સાહિત્ય પરિષદ] પરથી લેવાઈ છે, ત્યાં પણ વિકિની નોંધ હોય અધિકૃત પણે અને સહમતીથી જ લેવાઈ હોય. પરંતુ આ માહિતીનું ફોર્મેટ મઠારી અને વિકિલાયક બનાવવા સૂચન છે.)
----
ઠાકોર બળવંતરાય કલ્યાણરાય, ‘વલ્કલ’, ‘સેહેની’ (૨૩-૧૦-૧૮૬૯, ૨-૧-૧૯૫૨) : કવિ, વિવેચક. જન્મ ભરૂચમાં. ૧૮૮૩ માં મૅટ્રિક. ૧૮૮૯ માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયો સાથે સ્નાતક. ૧૮૯૧માં પૂના ડેક્કન કૉલેજમાં એમ.એ. ના અભ્યાસ માટે જોડાયા અને ૧૮૯૨ માં ત્યાં ફેલો નિમાયા. ૧૮૯૩ માં એમ.એ. થયા વગર જ કૉલેજ છોડી. ૧૮૯૫ માં કરાંચીની ડી.જે. સિંધ આર્ટસ કૉલેજમાં ઇતિહાસ, લૉજિક અને મોરલ ફિલોસોફીના કામચલાઉ અધ્યાપક. ૧૮૯૬ માં બરોડા કૉલેજમાં અંગ્રેજી સાહિત્ય, લૉજિક અને ફિલોસોફીના કામચલાઉ અધ્યાપક. એ જ વર્ષે અજમેરની સરકારી કૉલેજમાં ઇતિહાસ અને તત્વજ્ઞાનનાં અધ્યાપક. ૧૮૯૯માં પૂનાની ડેક્કન કૉલેજમાં કામચલાઉ પ્રાધ્યાપકપદે નિયુક્તિ. ૧૯૦૨માં પુનઃ અજમેરમાં અધ્યાપક અને ઉપાચાર્ય બન્યા. ૧૯૧૪માં પૂનાની ડેક્કન કૉલેજમાં કાયમી અધ્યાપક તરીકે નિયુક્ત. ૧૯૨૪માં નિવૃત્ત થયા, પણ ૧૯૨૭ સુધી પૂના રહ્યા. ૧૯૨૮ થી ૧૯૩૭ સુધી વડોદરા અને ૧૯૩૭ થી આયુષ્યના અંત સુધી મુંબઈ રહ્યા.
 
Line ૫૯ ⟶ ૬૨:
વિવિધ વ્યાખ્યાનો-ગુચ્છ ૧,૨,૩ (૧૯૪૫, ૧૯૪૮, ૧૯૫૬) : બળવંતરાય ક. ઠાકોરનાં વ્યાખ્યાનોને સમાવતા ગ્રંથો. પહેલા ગુચ્છમાં ગોવર્ધનરામનું પ્રબોધમૂર્તિ તરીકે મૂલ્યાંકન ઉપરાંત સરસ્વતીચંદ્રનાં વિષયવસ્તુ અને સ્ત્રીપાત્રોનું પરીક્ષણ થયું છે. ‘લીલાવતી જીવનકલા’ ની તપાસ પણ એમાં છે. બીજા ગુચ્છમાં પ્રેમાનંદ, નર્મદ, નવલરામ પંડ્યા, મણિલાલ નભુભાઈ, રમણભાઈ નીલકંઠ, મણિશંકર અને ન્હાનાલાલ-એમ સાત સાહિત્યકારોનો સમાવેશ છે. ત્રીજા ગુચ્છમાં કેળવણી, સાહિત્ય અને ઇતિહાસના વિવિધ વિષયો પર વિચારણા છે. સિદ્ધાંતોના વ્યાપક ફલક પર મુકાયેલો લેખકનો સાહિત્ય અને ઇતિહાસ-કેળવણી વિષયક દ્રષ્ટિસંપન્ન અભિગમ, વિલક્ષણ ગદ્યની છટાઓ સાથે આ વ્યાખ્યાનોમાં મોજદ છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
 
[[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]]