દેવમોગરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૩:
દેવમોગરા ખાતે જૂની પરંપરા મુજબ દર વર્ષે યાહામોગી, પાંડોરી, દેવમોગરા માતાજીનો મેળો ભરાય છે. આ મેળો પાંચ દિવસ ચાલે છે. આ મેળો ગત વર્ષે એટલે કે ૨૦૦૯ના વર્ષ દરમિયાન [[ફેબ્રુઆરી ૨૧]] થી [[ફેબ્રુઆરી ૨૫]] એમ પાંચ દિવસ માટે ભરવામાં આવ્યો હતો. આ મેળામાં લાખો શ્રધ્ધાળુઓ દેવમોગરા માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે.
 
દેવમોગરા માતાજીએ આદિવાસીઓની કુળદેવી છે અને અહીં મહાશિવરાત્રીના તહેવારના સમયે માતાજીનો મેળો ભરાય છે. [[ગુજરાત]], [[મહારાષ્ટ્ર]], [[રાજસ્થાન]], [[મધ્ય પ્રદેશ]] અને અન્ય રાજયોમાંથી આદિવાસીઓ તેમ જ અન્ય લોકો માતાજીના મેળામાં દર્શનાર્થે આવે છે. આદિવાસીઓ બળદગાડામાં બેસી પરંપરાગત ઘરેણા અને વસ્ત્રો પરીધાન કરી મેળો માણવા આવતા હોવાથી મેળામાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી જોવા જેવી હોય છે. આ મેળા માંમેળામાં રાતે અલગ અલગ ગામના આદિવસીઆદિવાસી રોડાલી નામક નાચ-ગાન કરે છે. દેવમોગરા માતાજીના મંદિરે લાઈનબધ્ધ શિસ્તબધ્ધ ઉભા રહીને ભકતો દેવમોગરા માતાજીના દર્શન કરે છે. કંકુ, ચુંદડી, શ્રીફળ, દારુ, મરઘાં, બકરાં કે અનાજ ચઢાવીને દેવમોગરા માતાજીની માનતા પુરી કરે છે અને પાવન થાય છે. દેવમોગરા માતાજીના મંદીરે ડુંગરોમાં રાત્રી રોકાણ કરે છે. કુટુંબ કબીલા સાથે આવેલા આદિવાસીઓ ચુલાઓ બનાવીને સળગાવીને રાંધીને ખાય છે. રાત્રે જયારે ચુલા સળગતા હોય છે ત્યારે અનેરાં દ્રશ્યો સર્જાય છે. દેવમોગરા માતાજીના મંદિરની આસપાસ વિવિધ પ્રકારની ચીજવસ્તુઓની દુકાનો મંડાય છે. આદિવાસી વસ્ત્રો પરિધાન કરેલા આદિવાસીઓ મેળામાં મહાલે છે. જાણે આદિવાસી સંસ્કૃતિ સોળે કલાએ ખીલી ઉઠી હોય, બોલી ઉઠી હોય એવાં દ્રશ્યો સર્જાય છે.
 
સાર્વજનિક દેવમોગરા માંઈ મંદિર ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટી મંડળના સભ્યો અને પ્રમુખ દ્વારા મંદિર ખાતે શ્રધ્ધાળુઓને અગવડ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. દેવમોગરા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પણ સુવ્યવસ્થા ગોઠવવામાં આવે છે.