ધૂમકેતુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું The file Image:Comet_Diagram_text_stripped.png.png has been replaced by Image:Comet_Diagram_text_stripped.png by administrator commons:User:INeverCry: ''File renamed: criterion 5''. ''[[m:User:CommonsDelinker|Translate...
લીટી ૧૨:
કૉમા અને પૂંછ સૂર્યના પ્રકાશને કારણે [[પૃથ્વી]] પરથી નીહાળી શકાય છે. મોટાભાગના ધૂમકેતુઓ ખુબ ઝાંખા હોવાથી ફક્ત [[દૂરબીન]] વડેજ જોઈ શકાય છે. પરંતુ ક્યારેક તે ઘણા તેજસ્વી હોવાને કારણે નરી આંખે પણ જોઈ શકાય છે. ધૂમકેતુઓ અચાનક રાત્રીના આકાશમાં દેખાય છે અને થાડા સમય પછી ફરી લુપ્ત થઈ જાય છે. આને કારણે ધૂમકેતુઓ પહેલાના વખતમાં અપશુકન તથા આફત લાવનારા કહેવાતા. સૌથી પ્રખ્યાત ધૂમકેતુ હેલીનો ધૂમકેતુ ૧૦૬૬ ની સાલથી નિયમીત પણે દેખાતો આવ્યો છે.
 
[[ચિત્ર:Comet Diagram text stripped.pngComet_Diagram_text_stripped.png|thumb|400px|ધૂમકેતુની લંબગોળ ભ્રમણકક્ષા ની આકૃતિ બે જુદી પૂંછ દર્શાવે છે]]
 
ધૂમકેતુનું ન્યુક્લીયસ સૂર્યમંડળના સૌથી [[કાળા]] પદાર્થો માંનું એક છે. જીયોટો પ્રોબે કરેલા નિરીક્ષણ મુજબ [[હેલીનો ધૂમકેતુ]] તેના ન્યુક્લીયસ પર પડતા પ્રકાશમાંથી ફક્ત ૪% પ્રકાશ નું પરાવર્તન કરે છે. તથા ડીપ સ્પેસ ૧ એ શોધ્યું કે [[બૉરેલી ધૂમકેતુ]] તેની પર પડતા પ્રકાશનું ફક્ત ૨.૪% થી ૩% [[પરાવર્તન]] કરે છે. આની સરખામણીમાં રોડ પર વપરાતો [[ડામર]] ૭% પરાવર્તન કરતો હોય છે. આ કાળો પદાર્થ એ જટિલ કાર્બનિક સંયોજનો હોવાનું મનાય છે. સૂર્યની ગરમીને કારણે સરળ જ્વલનશીલ કાર્બનિક સંયોજનોનું દહન થઇ જાય છે અને ઘણી લાંબી કાર્બન શ્રુંખલા વાળા ડામર અને ક્રૂડતેલ જેવા પદાર્થો રહી જાય છે જે અત્યંત કાળા હોય છે. સૂર્યની ગરમી શોષી લેતી ધૂમકેતુની આજ કાળાશ તેની અંદર દહન માટે જરૂરી છે જેનાથી તેની પૂંછડી માટે વાયુઓ સર્જાય છે.