ગોવર્ધનરામ ત્રિપાઠી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
લીટી ૧:
=૦
 
'''ત્રિપાઠી ગોવર્ધનરામ માધવરામ (૨૦-૧૦-૧૮૫૫, ૪-૧-૧૯૦૭) : નવલકથાકાર, કવિ, ચરિત્રકાર, વિવેચક.''' જન્મ વતન ખેડા જિલ્લાના નડિયાદમાં. પ્રાથમિક શિક્ષણ મુંબઈની બુદ્ધિવર્ધક શાળામાં. અંગ્રેજી ત્રણ ધોરણ નડિયાદમાં. ચોથા
ધોરણથી મુંબઈની ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં. ૧૮૭૧માં મૅટ્રિક. ૧૮૭૫માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અંગ્રેજી, સંસ્કૃત, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, ન્યાયશાસ્ત્ર, નીતિશાસ્ત્ર વિષયો સાથે બી.એ. કૉલેજના અભ્યાસકાળ દરમિયાન જીવન જીવવા
અંગે ત્રણ સંકલ્પ કર્યા : એલએલ.બી થઈ મુંબઈમાં વકીલાત કરવી; ક્યારેય નોકરી કરવી નહીં; અને ચાળીસમે વર્ષે વ્યવસાયમાંથી નિવૃત્ત થઈ શેષ જીવન સાહિત્ય અને સમાજની સેવામાં સમર્પિત કરવું. એલએલ.બી.ના અભ્યાસની સાથે
‘ભાષા અને સાહિત્ય’ ના વિષયમાં એમ.એ.નો અભ્યાસ શરૂ કર્યો, પરંતુ નાજુક તબિયતને લીધે છોડવો પડયો. ૧૮૭૬માં પહેલી એલએલ.બી. અને ૧૮૮૩માં બીજી એલએલ.બી. પરીક્ષા પાસ કરી. એની વચ્ચેના વર્ષો પૈકી ૧૮૭૯-૮૩
દરમિયાન અનિચ્છાએ પણ આર્થિક કારણોસર ભાવનગરના દીવાનના અંગત સેક્રેટરી તરીકે કામ કર્યું. ૧૮૮૩ થી ૧૮૯૮ સુધી મુંબઈમાં વકીલાત. વકીલાત સારી ચાલતી હતી તોપણ સંકલ્પ અનુસાર વ્યવસાયમાંથી નિવૃત્ત થઈ ૧૮૯૮માં
લેખનકાર્યના સાતત્ય સારુ નડિયાદ આવીને રહ્યા. ૧૯૦૫માં અમદાવાદની પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. નડિયાદમાં અવસાન.
 
 
દાદાના સમયથી ઘરમાં રહેતા મુનિ મહારાજ પાસે વીતેલા બાળપણ અને ઘરના ધાર્મિક વાતાવરણથી ચિત્ત પર પડેલો વૈષ્ણવધર્મ ને વેદાંતવિચારનો પ્રભાવ, કિશોરાવસ્થાથી વાચનનો અતિ શોખ, કાકા મનઃસુખરામ સાથેનો સહવાસ
વગેરેએ ગોવર્ધનરામને ધાર્મિક, વિદ્યાવ્યાસંગી અને આર્યસંસ્કૃતિ પ્રત્યે અનુરાગી બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.