દશેરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
શ્રેણી બદલી , પૂરતી માહિતી ઉપલબ્ધ
No edit summary
લીટી ૨:
 
[[ગુજરાતી|ગુજરાતીઓ]] અને ખાસ કરીને અમદાવાદીઓ આજનાં દિવસે [[ફાફડા]] અને [[જલેબી]] ખાઇને ઉજવે છે.
દસ માથાં કે દસ બુરાઈઓ?
 
પૌરાણિક વર્ણનોમાં રાવણને દસ મસ્તક હોવાનું કહેવાયું છે. સામાન્ય તર્ક લગાવીએ તો કોઈને દસ મસ્તકો હોય એવું માન્યામાં ન આવે! એક મત પ્રમાણે રાવણનાં દસ મસ્તકો એ માનવમનની દસ બુરાઈઓનું પ્રતીક છે.
 
ઘમંડઃ રાવણમાં મોટી ખરાબી તેનું અભિમાન હતું. રાવણના પતનમાં અભિમાનનો મુખ્ય ફાળો છે.
ક્રોધઃ અતિશય ક્રોધી હોવાથી રાવણે અનેક દુશ્મનો બનાવ્યા હતા.
 
અત્યાચારઃ દેવો, માનવો અને પૃથ્વી પરનાં પશુઓ પર રાવણે કાળો કેર વર્તાવ્યો હતો.
 
અવિવેકઃ રાવણમાં વિવેકના ગુણનો અભાવ હતો. કુંભકર્ણ, મેઘનાદ હણાયા પછી તેના નાના માલ્યવંતે તેને સમજાવવાના પ્રયાસો કર્યા, પણ અવિવેકી રાવણે તેમને રાજદરબારમાંથી કાઢી મૂક્યા.
 
સ્વાર્થઃ અંગત દુશ્મની માટે તેણે પોતાના ભાઈ કુંભકર્ણ અને બે મહાપરાક્રમી પુત્રો મેઘનાદ-અક્ષયને યુદ્ધભૂમિમાં હોમી દીધા.
 
દુરાગ્રહઃ રાવણની પત્ની મંદોદરી રાવણને સમજાવતી રહી કે રામ બ્રહ્મ છે અને તેની માફી માંગી લો તો ભગવાન માફ કરી દેશે, પણ દુરાગ્રહી રાવણે તેની અવગણના કરી.
 
વૈરાગ્યવિહિનતાઃ રાવણમાં તમામ ગુણો હોવા છતાં તેની ગણના ખલનાયકોમાં થઈ, કારણ કે તેનામાં જરા સરખો પણ વૈરાગ્યનો ગુણ ન હતો.
 
કપટઃ કપટ કરવામાં રાવણ માહેર હતો. સોનાનાં શિંગડાં ધરાવતા મૃગનું તરકટ રચીને રાવણે સાધુવેશે સીતાજીનું હરણ કર્યું હતું.
 
બળનો દૂરુપયોગઃ રાવણને મળેલાં વરદાનોનો ઉપયોગ જો તેણે સારા કામમાં કર્યો હોત તો વિશ્વ તેની મહાનતાને આજે પણ યાદ કરતું હોત.
વ્યભિચારઃ રાવણ અપ્સરાઓથી લઈ તપસ્વિનીઓને પોતાના બાનમાં રાખતો હતો.
{{stub}}