ચર્ચા:ક્ષત્રિય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎રાણા: નવો વિભાગ
નિષ્પક્ષતા અને સંદર્ભો
લીટી ૩૮:
 
સૂર્યવંશીમાં એક "રાણા" લખેલું હાલમાં એ માટે હટાવ્યું છે કે 'રાણા’ મહદાંશે અટક તરીકે અને ખિતાબ તરીકે પણ વપરાય છે, મને ખ્યાલ છે ત્યાં સુધી મેવાડના ’રાણા પ્રતાપ’ કહેવાતા પરંતુ તેમનો વંશ તો સિસોદીયા ગણાય છે. તદ્‌ઉપરાંત નેપાળ અને પાકિસ્તાનમાં પણ "રાણા" કુટુંબો કે ખાનદાન જોવા મળે છે. ભારતમાં વંશની દૃષ્ટિએ "રાણા" વંશ હોય અને તે સૂર્યવંશમાં આવતો હોય તેવો કોઈને અધિકૃત સંદર્ભ મળે તો અહીં જણાવવા વિનંતી. હા રાણા અટક કે ઓળખ ધરાવતા ઘણાં કુટુંબો/ખાનદાનો સૂર્યવંશી હોય તેવું બની શકે (ઉદા: આગળ કહ્યું તેમ રાણા પ્રતાપ). * (વધારે માટે જૂઓ : ([[:en:Rana clan|Rana clan]]) --[[સભ્ય:Ashok modhvadia|અશોક મોઢવાડીયા]] ([[સભ્યની ચર્ચા:Ashok modhvadia|talk]]) ૧૪:૦૦, ૪ મે ૨૦૧૨ (IST)
 
 
==નિષ્પક્ષતા અને સંદર્ભો==
'''''પ્રાચિન વેદિક કાળનાં પ્રારંભમાં, આ પદ વ્યક્તિના ગુણ, કર્મ અને સ્વભાવને અનુલક્ષી અને પ્રાપ્ત થતું હતું. શરૂઆતનાં વેદિક સાહિત્યમાં નોંધ મળે છે કે ત્યારે ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્ર એ રીતે વર્ણાનુક્રમ ગોઠવાયેલો હતો. ત્યારે વ્યક્તિગત કે પુરેપુરા સમાજોનું એક વર્ણમાંથી બીજા વર્ણમાં પ્રવિષ્ટ થવું તે સામાન્ય ઘટના ગણાતી, ત્યારનાં શાસકોની સેવાનાં ફળરૂપે ક્ષત્રિયવર્ણમાં પ્રવેશ મળવો તે મોટું ઇનામ ગણાતું. [૧] સમય જતાં આ પદ વંશાનુગત બની ગયું. આધુનિક સમયમાં, ક્ષત્રિયવર્ણ વિશાળ, ભિન્ન ભિન્ન સ્થિતીનાં જાતિ સમુહો દ્વારા બનેલ પરંતુ શાસનાધિકાર, જમીનદારી અને લડાયક સ્વભાવમાં લગભગ એકરૂપ એવો છે.'''''
 
આમ જોઇયે તો આ વાત માં સંદર્ભ ખુટે છે, કારણકે વેદિક કાળની પ્રાચિનતમ કૃતિઓમાં પુરુષસુક્ત ગણાય છે, અને તેમાં આ ક્રમનું સમર્થન મળતું નથી (પુરુષસુકતના કોઇ પણ વર્ઝનમાં). વળી, આ વાતને પ્રતિપાદિત કરવા માટે આપણે સંદર્ભ જો કોઇ વેદનો જ આપીએ તો ઠીક રહે. આ બાબતમાં સંદર્ભોની સદ્ધરતા વિશે આપણે વધુ સજાગ રહેવું ઘટે.
 
'''એવી કથા છે કે , ઇક્ષવાકુ કુળ સિવાયનાં ક્ષત્રિયોનો, તેમનાં દ્વારા કરાતા અત્યાચારોની સજા રૂપે પરશુરામ દ્વારા નાશ થયેલો, કેટલાક વિદ્વાનોનું માનવું છે કે રૂષિઓ અને શાસકો વચ્ચે વર્ચસ્વ માટેનાં લાંબા સંઘર્ષ બાદ શાસકોની હાર થયેલ જેના ભાગરૂપ તેમનો સંહાર થયો. વેદિકકાળનાં અંત સમયે બ્રાહ્મણ વર્ણ વર્ચસ્વ ધરાવતો થયો અને ક્ષત્રિયો દ્વિતિય સ્થાને આવ્યા. ત્યારનાં મોટાભાગનાં ગ્રંથો જેવાકે મનુસ્મૃતિ અને અન્ય ધર્મશાસ્ત્રો બ્રાહ્મણોનો વિજય દર્શાવે છે,'''
 
કથાઓ નો આધાર ન ગણતા અહિં આ વાતનો સંદર્ભ શોધીએ. કારણકે મનુસ્મૃતિ પહેલાના પણ શાસ્ત્રોમાં આ વાત જો આમ જ હોય તો અહિં લાવીએ તો વધુ ઉચિત. મારા મતે, મહાભારત, વેદો અથવા કોઇ ઇતિહાસ ગ્રંથોનો આધાર લેવો ઘટે. બીજી રીતે જોઇયે તો જો અંગ્રેજી વિકિનો જ આધાર લઈયે તો પણ યોગ્ય નથી કારણ કે તે અમુક રીસર્ચ કે જે વિદેશીઓ દ્વારા કરેલી હોય તેમાં અનેકો ક્ષતીઓ જોવા મળે છે. આજ કાલ રામાયણ મિમાંસા ગ્રંથ નો અભ્યાસ કરું છું એટલે મને એ વાત વધુને વધુ લાગે છે. અશોકભાઇએ પણ એ વાત અનુભવી હશે.
 
ઉમદા લેખ તરીકે સ્થાપતા પહેલા થોડું ખોદકામ કરીશું? આમ જોઇયે તો ક્રમની ચર્ચા જ છીછરી ગણાય :-) બ્રાહ્મણો એ કેવો દાટ વાળ્યો એનો પણ ઇતીહાસ સાક્ષી છે. પણ અહિં યથાર્થતાની ચર્ચા તરીકે આ વાત લેવા પ્રયત્ન કરીએ. છતા અન્ય મિત્રો ને જે યોગ્ય લાગે તેમાં મારી સંમતિ ગણશો. સીતારામ... '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]])
Return to "ક્ષત્રિય" page.