વિક્રમ સંવત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
No edit summary
No edit summary
લીટી ૧:
'''વિક્રમ સંવત''' એ ભારતીય ઉપખંડમાં પ્રચલિત એવા [[હિંદુ ધર્મ]]ના વૈદિક [[પંચાંગ]]ની એક પ્રણાલી પ્રમાણે વર્ષનું નામ છે. ખાસ કરીને [[ગુજરાતી પંચાંગ]] વિક્રમ સંવતને અનુસરે છે. એક માન્યતા પ્રમાણે રાજા વિક્રમાદિત્યે શક રાજાઓને હરાવીને અવન્તિ દેશને મુક્ત કર્યો હતો એની યાદમાં ઈસ્વીસન પૂર્વે સત્તાવન માં આ સંવતની શરુઆત કરવામાં આવી હતી. ભારતીય પ્રદેશો પૈકી ગુજરાતમાં સોલંકી રાજાઓના સમયથી વિક્રમ સંવત પ્રચલીત રહ્યો છે. આ પંચાંગ મુજબ વર્ષના બાર મહિનાઓ હોય છે. જેના દિવસોની ગણતરી ચંદ્રની કળાને આધારે કરવામાં આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ દરેક મહિનાની મધ્યમાં એટલે કે પંદરમા દિવસે પૂનમ આવે છે, જ્યારે છેલ્લા અને ત્રીસમા દિવસે અમાસ આવે છે. દરેક મહિનામાં બે પખવાડિયાં હોય છે.
 
ગ્રેગોરીયન પંચાંગની તારીખ [[નવેમ્બર ૭| સાતમી નવેમ્બર]] ૨૦૧૦થી વિક્રમ સંવંત ૨૦૬૭ના વર્ષની શરુઆત થઈ અને તે ૨૬ ઓક્ટોબરના રોજ પૂરૂં થશે. [[ઓક્ટોબર ૨૭| સત્તાવીસમી ઓક્ટોબર]] ૨૦૧૧ના રોજ વિક્રમ સંવત ૨૦૬૮નું વર્ષ ચાલું થશે.
Anonymous user