ઇથરનેટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૩૬:
અસલ ઈથરનેટનો શેર કો-એક્ષલ કેબલ (માધ્યમ વહેચનાર)ને મકાન કે કેમ્પર્સ ના કમ્પ્યુટરોને જોડવા થયો હતો. આ ગોઠવણી Carrier sense multiple access with collision detection (CSMA/CD) તરીકે ઓળખાઈ છે. કમ્પ્યુટરો જે રીતે ચેનલની વહેચે છે તે રીતે CSMA/CD સંચાલિત થાય છે. આ યોજનાની ટોકન રીંગ કે ટોકન બસની સરખામણીએ સરળ છે. કમ્પ્યુટરો Attachment Unit Interface (AUI) ટ્રાન્સ-રીસીવરથી કનેક્ટ હતા, જે બીજીબાજુ કેબલ સાથે કનેક્ટ હતો. (થીન ઈથરનેટનું પાછળથી નેટવર્ક એડેપ્ટર સાથે સંકલન થયું) આ સમયે નાના નેટવર્કો માટે વાયર ખુબજ વિશ્વાસપાત્ર બન્યા, પણ મોટા ફેલાયેલા નેટવર્ક માટે ભરોસેમંદ ન હતા કારણકે કેબલના કોઈ એક જગ્યાએ થતા ભંગાણથી કે ખરાબ કનેક્ટરથી નેટવર્કનો તે ભાગ (Segment) બિનઉપયોગી થઇ જતો હતો.
 
૧૯૮૦ના ઉતરાર્ધમાં ૦.૩૭૫ ઇંચ વ્યાસવાળા કો-એક્ષેલ કેબલના ઉપયોગથી ઈથરનેટે 10BASE5 નું અમલીકરણ કર્યું. જે પાછળથી “થીક ઈથરનેટ” કે “થીકનેટ” તરીકે ઓળખાયું. તેના અનુગામી 10BASE2 “થીન ઈથરનેટ” કે “થીનનેટ” તરીકે ઓળખાયા, જેમાં ટેલીવિઝન ના કેબલમાં વપરાતા કેબલનો ઉપયોગ કર્યો જેથી કેબલના સ્થાપનને સરળ અને ઓછી બન્યો. ત્યારથી તમામ સંદેશવ્યવહાર એકજ વાયર પર થતા હોઈ કોઈ એક ગંતવ્ય માટેનો સંદેશ તે કેબલ સાથે જોડાયેલા બધાજ ઉપકરણોને મળે છે. લગતા-વળગતા પેકેટોને નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ આગળ પ્રોસેસ માં મોકલે છે બાકીનાને અવગણે છે. એકજ કેબલના ઉપયોગથી બેન્ડવિથમાં ભાગ પડે છે. દા.ત. જયારે બે સ્ટેશન સાથે વાત કરતા હોય ત્યારે દરેક ઉપકરણને ઉપલબ્ધ બેન્ડ-વિથ અર્ધીજઅડધી જ હોય છે.
 
કેબલ પર થતા અકસ્માતો (Collisions) ડેટાને ખરાબ કરે છે અને તે ડેટા સ્ટેશને ફરીથી મોકલવો પડે છે આના લીધે થ્રુપુટ ઘટે છે. ખરાબ સંજોગો તેને કહી શકાયકે, જ્યાં ઘણા સક્રિય હોસ્ટ મહતમ લંબાઈ વાળા કેબલ પર જોડાઈને નાની ફ્રેમ પાઠવે (મોકલે) છે ત્યારે અતિશય અથડામણમાં થ્રુપુટ નાટકીય રીતે ઘટે છે. જો કે, ૧૯૮૦ના Xeroxએ કરેલા એક અભ્યાસ મુજબ, તેઓ એ પ્રવર્તમાન ઈથરનેટના સ્થાપન હેઠળ કૃતિમ રીતે સામાન્ય અને ભારે બંને રીતે ભાર આપવામાં આવ્યો રીપોર્ટના દાવા મુજબ લેન પર ૯૮% થ્રુપુટ અવલોકિત કરાઈ. આ રીપોર્ટ વિવાદાસ્પદ બન્યો હતો, નમુના પ્રમાણે અથડામણવાળું નેટવર્ક સામાન્ય નેટવર્કથી ૪૦% થી ઓછી ક્ષમતા ધરાવે છે. પહેલાના ઘણા સંશોધનો CSMA/CD પ્રોટોકોલની બારીકાઇ સમજી શક્યા ન હતા અને ન કે તેની વિગતને સાચી કરવાનું કેટલું અગત્યનું હતું, અને ખરેખર નેટવર્ક્સ મોડેલીંગ માં તે કંઈક અંશે જુદી હતી.