ઇથરનેટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૬૭:
[[File:Coreswitch (2634205113).jpg|thumb|કોર સ્વીચ]]
 
સાદા સ્વીચ નેટવર્કની કેટલીક સમસ્યાઓ છે જેવીકે નેટવર્કના કોઈ એક પોઈન્ટ પર ફેઈલ થવું, સ્વીચ કે હોસ્ટ પર કોઈ અડપલું (તેના સભ્ય ન રહીને પણ) કરી તેને ખોરવી શકાય છે, બ્રોડકાસ્ટ, રી-ડાયરેકશન અને મલ્ટી-કાસ્ટિંગ ની સુગમતા અને સુરક્ષા જેવા મુદ્દા અને કોઈ એક એકલી લીંક ને ગૂંગળાવી નાખતો જરૂરથી વધારાનો ટ્રાફિક જે લીંકને નિષ્ક્રિય કરે છે. આવા કેટલાય પ્રશ્નો જે સામાન્ય રીતે વ્યવસ્થાને ખોળવી નાખે છે જેનો ઉકેલ આ સાદા નેટવર્કિંગ માં મોટો સુધારોથી જ શક્ય હતો આ મોટા સુધારાથી બનેલા ઉન્નત નેટવર્કમાં આવી સમસ્યા માટે બનતા પ્રયત્નો થયા છે.

જેમકે સાદા નેટવર્કમાં બે કે બેથી વધુ બ્રીજીંગના લરનિગ વખતે થતો લૂપના પ્રોબ્લેમ સ્પાનીંગ-ત્રિ પ્રોટોકોલ (Spanning Tree Protocol) વિકસાવી દુર કર્યો છે. Mac LockDown જેવી વિશિષ્ટ તકનીકથી પોર્ટની સુરક્ષા વધી છે. આભાસી લેન (Virtual LAN) ભૌતિક લેનમાં વર્ગ પ્રમાણે હોસ્ટને અલગ રાખવામાં મદદ કરે છે. આ આભાસી લેનના સભ્યો વચ્ચેની વાતચીતને એક્ષેસ-લીસ્ટ કે રાઉટીગ નો ઉપયોગ કરીને નિયત્રણ કરી શકાય છે. LInk Aggregation જેવી તકનીકો અતિભારિત લીંકને બેન્ડ-વિથ આપી તેને નિષ્ક્રિય થતા બચાવે છે.