મહાત્મા ગાંધી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.2+) (રોબોટ ઉમેરણ: cv:Махатма Ганди
નાનું Robot: Automated text replacement (-ઈતિહાસ +ઇતિહાસ)
લીટી ૬૮:
[[ચિત્ર:Gandhi at Dandi 5 April 1930.jpg|200px|thumb|right|દાંડીમાં [[ગાંધીજી]] ૫ એપ્રિલ ૧૯૩૦]]
 
તેમણે સરકારે મીઠા પર લગાવેલા કરના વિરોધમાં દાંડી કૂચની જાહેરાત કરી. આ કાર્યક્રમ મુજબ ૨૧ માર્ચે સાબરમતીથી કૂચ આરંભીને ૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ ગાંધી દાંડી પહોંચ્યા. રસ્તામાં જાણે '''लोग जुड़ते गये कारवाँ बनता गया''' ગાંધીની [[દાંડીકુચ]] એક જગવિખ્યાત ઐતિહાસિક ઘટના બની ગઇ. ૪૦૦ કિ.મી. ના આ પ્રવાસમાં માનવ મહેરામણ બની ગયો. ગાંધીએ બ્રિટીશ અવજ્ઞાના પ્રતીકરૂપે કોઇ કર ભર્યા વગર દાંડીમાંથી જાહેરમાં એક મુઠી નમક લીધું. ગાંધીએ આને '''[[સવિનય કાનુનભંગ]]''' નામ આપ્યું. દાંડી સત્યાગ્રહ ભારતીય ઈતિહાસમાંઇતિહાસમાં સુવર્ણ અક્ષરે મુદ્રિત થઇ ગયો. આ આંદોલનમાં ૬૦,૦૦૦ ભારતીયોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. ભારતનો ખૂણેખૂણો મા ભોમની બંધન મુક્તિ માટે હિલોળે ચડ્યો. સરકારને વાટાઘાટો કરવાની ફરજ પડી. બ્રિટીશ સરકારના પ્રતિનિધી તરીકે લૉર્ડ ઈરવીને ગાંધી સાથે મંત્રણા આદરી અને બંને પક્ષે સમાધાનરૂપે માર્ચ ૧૯૩૧મા ગાંધી-ઈરવીન કરાર કરવામાં આવ્યો. કરારમાં નક્કી કરવામાં આવ્યું કે બ્રિટીશ સરકાર તમામ રાજકીચ કેદીઓને જેલમાંથી છોડી દે અને બદલામાં ગાંધી અસહકારની લડત મ્યાન કરી દે. વધુમાં ગાંધીને લંડનમાં ગોળમેજી પરિષદમાં ભા. રા. કો. ના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું. પરિષદમાં ભારતીયોને અને ખાસ તો ગાંધીને નિરાશા સિવાય કશું જ ન મળ્યું કારણકે ભારતને સ્વતંત્રતા આપવાના મુદ્દાને બદલે અંગ્રેજોએ ભારતની લઘુમતીના મુદ્દાને ખૂબ ચગાવ્યો. અંગ્રેજો દ્વારા ભાગલાની નીતિની શરૂઆત આ પરિષદનું સૌથી મહત્વની સફળતા સાબિત થઇ. લૉર્ડ ઈરવીનના અનુગામી લૉર્ડ વિલિંગટને ભારતીય રાષ્ટ્રવાદીઓ સામે નવેસરથી અભિયાન આદર્યું. ગાંધીની ફરીવાર ધરપકડ કરવામાં આવી. આ દરમ્યાન ગાંધીને એકલા પાડી દઇ તેમના જનતા ઉપરના પ્રભાવને નષ્ટ કરી દેવા ગાંધીનો તેમના અનુયાયીઓ સાથેનો સંપર્ક સંપૂર્ણ રીતે કાપી નાખવામાં આવ્યો. જો કે, સરકારની આ ચાલ સફળ ન થઇ કારણકે આ દરમ્યાન સરદાર વલ્લભભાઈ પટેલે આંદોલનું નેતૃત્વ પોતાના હાથમાં લઇને આંદોલનકારીઓ ના જોમ અને જુસ્સાને જ્વલંત રાખ્યો. જ્યારે સરકારે મતાધિકારના મુદ્દે નવા બંધારણમાં અછૂતોને અન્ય ઊચ્ચવર્ણથી જુદા ગણ્યા ત્યારે ગાંધીજીએ ૧૯૩૨માં સપ્ટેમ્બર માસમાં ઊપવાસના શસ્ત્ર દ્વારા સરકારને પોતાના સૌને સમાન મતાધિકાર આપવા ફરજ પાડી. (જો કે, મિસાઇલથી પણ વધુ ખતરનાક આ શસ્ત્રનું અંગ્રેજો સામે સફળ પરીક્ષણ કરતી વખતે ગાંધીને ખબર નહોતી કે ભવિષ્યમાં સ્વતંત્ર ભારતમાં આ શસ્ત્રનો ખૂબ દૂરુપયોગ થશે.) અછૂતોનું જીવન સુધારવાના રસ્તે ગાંધીનું આ પ્રથમ પગલું હતું. માનો કે, ગાંધીજીએ દલિતોના સમાન સામાજીક અધિકારો માટે એક મહાઅભિયાનનો પાયો નાંખ્યો. તેમણે હિન્દુ સંસ્કૃતિની વર્ણ વ્યવસ્થામા શૂદ્ર (તુચ્છ) તરીકે ઓળખાતા વર્ગ માટે '''હરીજન''' શબ્દ પ્રયોજ્યો. ૮મી મે ૧૯૩૩ના દિવસે ગાંધીએ અંગ્રેજો દ્વારા ભારતીયોના દમનના વિરોધમાં ૨૧ દિવસના ઉપવાસ કર્યા. ૧૯૩૪માં ગાંધીનો જાન લેવા ત્રણ હુમલાઓ પણ થયા, પણ આ બધું ગાંધીને જાણે નવો જુસ્સો પુરું પાડતું હોય તેમ ગાંધીનું આંદોલન વધુ ને વધુ જોર પકડતું ગયું.
બીજી તરફ ગાંધીને લાગવા માંડ્યું કે કોંગ્રેસીઓની નજરમાં અહિંસા અને ઉપવાસની કિંમત દુશ્મનના ગળે મુકીને ધાર્યું કરાવવાના અમોઘ શસ્ત્રથી વિશેષ કાંઇ નહોતી, જ્યારે ગાંધી માટે તો તે જીવન જીવવાનો એક માર્ગ હતો. અહિંસા માટે કોંગ્રેસીઓના વિચારોથી ગાંધીને ખૂબ દુઃખ થયું અને તેમણે કોંગ્રેસને રામ રામ કરી દીધું. તેમના ઉત્તરાધિકારી તરીકે જવાહરલાલ નહેરૂ કોંગ્રેસને પક્ષના પ્રમુખ બન્યા. સ્વતંત્રતા મેળવવા ભારતને કયો રસ્તો અપનાવવો જોઇએ તે બાબતે ગાંધી અને અન્ય કોંગ્રેસીઓ વચ્ચેના મતભેદો જગ જાહેર હતા. જાણે ભારતનું ભાવિ સરદાર અને નહેરૂ વચ્ચે જયારે સુકાની પદ માટે પસંદગી કરવાની આવી ત્યારે વિધાતાએ જાણે ફરજ પાડી કે ગાંધીજી નહેરૂને પસંદ કરે. ગાંધીજીની આ પસંદગી એ કેટલી યોગ્ય હતી તે ચર્ચા યાવત્ચંદ્રદિવાકરો ચાલતી રહેશે. આજે પણ ઘણા લોકો તેમની ટીકા કરતાં કહે છે કે ગાંધીએ અઝાદી તો અપાવી તે માટે ભવિષ્યનો દરેક ભારતીય તેમનો ઋણી રહેશે પણ તે ઋણ દરેક ચુકવવાની તક મળે તે માટે વિધાતાએ ગાંધી પાસે આવો નિર્ણય કરાવ્યો હશે. ગાંધીએ કોંગ્રેસમાંથી છુટા પડીને ભારતના ગામડે ગામડે જનજાગરણનું કામ હાથમાં લીધું. તેમણે અસ્પૃશ્યતા સામેની તેમની મુહિમ વધુ તેજ બનાવી, ચરખાને ઘરે ઘરે પહોંચાડ્યો અને નવી શિક્ષણનીતિનો પ્રચાર કર્યો. આ દરમ્યાન સેવાગ્રામ ગાંધીજીનું ઘર બની ગયું.
[[File:Writing of gandhiji.png|left|250px]]
લીટી ૧૨૯:
સજીવ છે. ટૂંકમાં, નિરભિમાની આત્મશોધકની આ કથા વિશ્વની આત્મકથાઓમાં નોખી છે.
 
‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ’ઇતિહાસ’ (૧૯૨૫)માં ફક્ત હકીકતોની સાદીસીધી નોંધ નથી પરંતુ એમાં એમના દક્ષિણ
આફ્રિકાના વસવાટ દરમિયાન જે કીમતી અનુભવ થયેલા એનું પાત્રો, સંવાદો, ટીકાટિપ્પણ દ્વારા રસપ્રદ નિરૂપણ છે.
એમનું જીવનઘડતર, સત્યાગ્રહો જડેલો પ્રયોગ, રંગદ્રેષ સામેનો એમનો સંઘર્ષ, ત્યાંની ભૂગોળ-બધું એમને હાથે રોચક
બનીને ઊતર્યું છે. એમણે દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસઇતિહાસ કેવી રીતે ઘડયો એનું અહીં તટસ્થ નિરુપણ છે.
 
‘હિંદ સ્વરાજ’ (૧૯૨૨)માં એમણે હિંદના સ્વરાજ અંગેની પોતાની કલ્પના રજૂ કરી છે; અને એનાં તમામ પાસાંઓની
લીટી ૧૪૩:
નૈતિક જીવનનાં કેટલાંક સૂત્રોનું એમાં વિવરણ છે.
 
‘સત્યાગ્રહનો ઈતિહાસ’ઇતિહાસ’ ૧૯૩૨માં અધૂરો છોડેલો તેનું પ્રકાશન ૧૯૪૮માં થયું છે. આ ઈતિહાસઇતિહાસ કટકે કટકે લખાયેલો ને અધૂરો
છે. એમાં સંસ્થાનો વિકાસ-આલેખ આપવાનો પ્રયત્ન છે; સાથે સાથે સત્ય, પ્રાર્થના, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ,
શારીરિકશ્રમ, સ્વદેશી, અસ્પૃશ્યતા, ખેતી, ગોસેવા, કેળવણી, સત્યાગ્રહ ઈત્યાદિ એમના મહત્ત્વના સિદ્ધાંતોની
લીટી ૧૬૨:
જ બહાર તરી આવ્યા છે. રાજ્યપ્રકરણી ક્ષેત્રના નહીં, પણ અધ્યાત્મક્ષેત્રના આ પ્રયોગોની પાછળ નમ્રતાની વૃદ્ધિ અને
આત્મદર્શન એવા બે મુખ્ય હેતુ રહ્યા છે; તેથી કથા તટસ્થભાવે નિરભિમાનપણે લખાયેલી છે. એમાં સિદ્ધાંતોનું વર્ણન નથી,
પરંતુ સિદ્ધાંતો પર રચાયેલાં કાર્યોનો ઈતિહાસઇતિહાસ છે. મુખ્ય સિદ્ધાંત છે સત્યનો. લેખકને મન સત્ય સર્વોપરી છે. એમાં જ
સત્યથી ભિન્ન મનાતા અહિંસા, બ્રહ્મચર્ય ઈત્યાદિ નિયમોના પ્રયોગો પણ આવી જાય છે. આથી, સત્ય જ છે અને એ સિવાય
બીજું કઈ આ જગતમાં નથી એવા દિનપ્રતિદિન વધતા જતા વિશ્વાસની આ વિકાસકથા બની છે. લેખકે કહેવા યોગ્ય એક
લીટી ૧૭૨:
સ્થાન છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા)
 
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસઇતિહાસ (ત્રીજી સુધારેલી આવૃત્તિ, બંને ભાગ એકત્રિત, ૧૯૫૦) : પોતાની આત્મકથાની જેમ
ગાંધીજીએ મૂળ ગુજરાતીમાં લેખેલો આ ગ્રંથ સાહિત્યદ્રષ્ટિએ તેમજ ઈતિહાસનીઇતિહાસની દ્રષ્ટિએ મહત્ત્વનો છે. ગાંધીજીના પ્રારંભિક
જીવનનો ઘડતરકાળ અને સત્યાગ્રહની એમની શોધ અંગેની મથામણ એમાં આલેખાયેલાં છે. ભારતીય સ્વતંત્રતા
આંદોલનની પૂર્વભૂમિકા અહીં પડેલી છે. આફ્રિકામાં વસતા ભારતીયોને અંગ્રેજોના અત્યાચારમાંથી મુક્ત કરવા ગાંધીજીએ