પાટણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Robot: Automated text replacement (-ઈતિહાસ +ઇતિહાસ)
લીટી ૨૭:
 
==ઇતીહાસ==
અણહિલપુર-પાટણનું નામ ગુજરાતના સામ્રાજ્યનો પાયો નાખનાર ગણાતા [[વનરાજ ચાવડા]]ના બાળમિત્ર અને સહાયક ભરવાડ અણહિલના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે. અનુશ્રુતિ પ્રમાણે વિ.સં. ૮૦૨ (ઈ.સ. ૭૪૬,૨૮ માર્ચ)ના દિવસે અણહિલ ભરવાડે બતાવેલી જગાએ વનરાજ ચાવડાએ આ શહેરની સ્‍થાપના કરી હતી. પંચાસરના રાજા જયશિખરીનું કલ્‍યાણના રાજા ભુવડને હાથે યુદ્ધમાં મૃત્‍યુ થયા પછી બાળ વનરાજને મામા સુરપાળ અને તેની માતા રાણી રૂપસુંદરીએ ઉછેર્યો. વનરાજે પછી ટોળી જમાવીને રાજ્યની સ્‍થાપના કરી અને અણહિલપુર-પાટણ વસાવ્‍યું. આ વનરાજ ચાવડાથી જ ગુજરાતના રજપૂતયુગના ઈતિહાસનોઇતિહાસનો આરંભ થાય છે. આજે પણ, મૂળ [[પંચાસર]]ના દેવાલયમાંથી લવાયેલી [[પારસનાથ]] ભગવાનની મૂર્તિ પંચાસરા પારસનાથને નામે ઓળખાતા પાટણના [[દેરાસર]]માં જોવા મળે છે. તે દેરાસરના એક ગોખમાં વનરાજ ચાવડાની પુરાણી મૂર્તિ પણ છે. ગુજરાતના સામ્રાજ્ય અને સમૃદ્ધિનો સુવર્ણયુગ સોળે કળાએ પ્રકાશ્યો [[સિદ્ધરાજ જયસિંહ]]ના સમયમાં. તે સમયના અત્‍યંત વિસ્‍તૃત નગર પાટણની જાહોજલાલી અને શોભાનાં વર્ણનો અનેક પ્રાચીન ગ્રંથોમાં જળવાયેલાં છે. [[અલાઉદ્દીન ખીલજી]]એ પાટણ ભાંગ્યા પછી અહમદશાહે પાટનગર બદલ્‍યું અને [[સાબરમતી]]ને તીરે '''અહમદાબાદ''' ([[અમદાવાદ]]) વસાવ્‍યું ને પાટણનાં મહત્‍વ અને જાહોજલાલીનો અસ્‍ત થયો.
 
 
"https://gu.wikipedia.org/wiki/પાટણ" થી મેળવેલ