થાણાપીપળી (તા. વંથલી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
Content deleted Content added
થાણાપીપળી ભારત દેશનાં પશ્ચિમી ભાગમાં સ્થ...થી શરૂ થતું નવું પાનું બાનવ્યું
(કોઇ તફાવત નથી)

૧૪:૨૭, ૫ ફેબ્રુઆરી ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

થાણાપીપળી ભારત દેશનાં પશ્ચિમી ભાગમાં સ્થીત ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં આવેલું મોટું અને મહત્વનું ગામ છે.થાણાપીપળી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજુરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગફળી, ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલા, રજકો,લસણ તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા,માધ્યમીક શાળા , પંચાયતઘર, આંગણવાડી,સહકારી મંડળી, બેંક,પોસ્ટ ઓફિસ, દવાખાનું તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.આ ગામ જુનાગઢથી ૩૦ કિ.મી દુર છે અને તેની વસ્તી આશરે ૨૫૦૦ છે.અહીં ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરવાની સગવડ છે. પ્રાથમિક શાળાનું નામ પે. સેન્ટર શાળા, થાણાપીપળી છે.અહિયા ત્રણ સમાજ આવેલા છે,જે મુખ્યત્વે લેઉવા પટેલ સમાજ,કડવા પટેલ સમાજ અને ધ.કે.સમાજ (કડીયા કુમ્ભાર સમાજ).

અ‍હી ના મોટા ભાગ ના યુવાનો શિક્ષિત છે.જેઓ રાજ્કોટ,જુનાગઢ ,સુરત,વડોદરા જેવા મોટા શહેરો મા સ્થાયી થયા છે.થાણાપીપળી આવવા જવા માટે એસ.ટી. બસ તેમજ છક્ડો રીક્ષા નજીક ના તાલુકા મથક વંથલી,કેશોદ અને જિલ્લા મથક જુનાગઢ થી મળી રહે છે.આ ઉપરાંત રાજ્કોટ,જુનાગઢ,વેરાવળ ,ધોરાજી અને પોરર્બંદર થી લોકલ ટ્રેન પણ મળી રહે છે,જે નજીક ના સ્ટેશન લુશાળા સુધી હોય છે.

આ ગામ મા મગફળી માથી તેલ કાઢવા માટે ના બે થી ત્રણ નાના ઘાણા પણ આવેલા છે.

આ ગામ મા ઘણા મંદીરો આવેલા છે. ૧.રામજી મંદીર - ચોક વિસ્તાર ૨.હવેલી - હવેલી ગલ્લી ૩.હનુમાનજી મંદીર - પ્રાથમિક શાળા પાસે ૪.સ્વામી નારાયણ મંદીર - ગૌશાળા પાસે ૫.હનુમાનજી મંદીર - લુશાળા રોડ ૬.જુનુ સ્વામી નારાયણ મંદીર - મેઇન બજાર ૭.શિવ મંદીર - મેઇન બજાર ૮.શિવ મંદીર - ધ.કે. સમાજ પાસે