ચાણક્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું robot Modifying: ml:കൗടില്യന്‍
નાનુંNo edit summary
લીટી ૧:
[[Image:India CG3.jpg|thumb|259px|ચાણક્ય સભામાં]]
 
'''ચાણક્ય''' અથવા '''કૌટિલ્ય'''(ઇ.સ.પૂર્વે ૩૫૦-૨૮૩) [[મૌર્ય વંશ]]ના પ્રથમ સમ્રાટ [[ચંદ્રગુપ્ત મૌર્ય]]ના ગુરુ અને મુખ્યપ્રધાન હતા. ચાણક્ય ચંદ્રગુપ્તને રાજા બનવામા મદદરૂપ બન્યો હતો. તેમનું સાચુ નામ વિષ્ણુગુપ્ત હતું, તેઓ ચણક મુનિના પુત્ર હોવાથી તેમને ચાણક્ય કહેવામાં આવે છે; તથા કુટિલ નીતિના ઉપદેશક હોવાથી તેમને ભગવાન કૌટિલ્ય પણ કહે છે. તેમણે રાજકીય ગ્રંથ [[અર્થશાસ્ત્ર]]ની રચના કરી છે જે રાજ્ય કેમ ચલાવવું તેની વિગતો આપે છે અને આજે પણ સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગમાં લેવાય છે.
 
==પાટલીપુત્ર==
લીટી ૨૨:
 
તક્ષશિલામા આવી ચંદ્રગુપ્તને ભણવા મુકયો અને પોતે શિક્ષણ કાર્ય ચાલું રાખ્યું. તેમણે એલેક્ઝાન્ડરના સૈન્યમાં ભારતીય સૈન્યોની ઘણી અફવા ફેલાવી હતી; એલેક્ઝાન્ડરનું સૈન્ય લાંબા પ્રવાસથી થાકી ગયું હતુજ અને બધી અફવાથી તેમણે ભારતમાં આગળ યુદ્ધ ન કરવા બળવો કર્યો. એલેક્ઝાન્ડર પણ પોરસ સાથેના યુદ્ધમાં ઘવાયો હતો આથી તેણે નિ:સહાય પાછા ફરવાનું નક્કી કર્યુ અને સેલ્યુકસને તે પ્રાંત સોંપી પોતે ગ્રીક જવા સિંધૂ અને સમુદ્ર માર્ગે પાછો ફર્યો.
 
==ક્રાંતિ==
એલેક્ઝાન્ડરના પ્રસંગથી ચાણક્યને સમજાયું કે ભારતમાં એક શક્તિશાળી રાજ્ય હોવાની જરૂર છે જે તેની સંસ્કૃતિ નીસંસ્કૃતિની રક્ષા કરી શકે. રાજાઓ તરફથી મદદ ના મળવાને કારણે તેમણે લોકજાગૃતિનું કામ કર્યુ. ચંદ્રગુપ્ત અને બીજા વિધ્યાર્થીઓની મદદ લઇ લોકોને ગ્રીક રાજકર્તા સામે ઉશ્કેર્યા. અને તેમણે નાના સૈન્યો બનાવ્યા. ગ્રીક લોકો ને મારવાનું અને ગ્રીક રાજ્યના ભારતીય લોકોને નહી મારવાનું નક્કી કરી યુદ્ધો કર્યા જેથી બધા ભારતીયો એક થાય અને ગ્રીક લોકોને પોતાના જ ભારતીય સૈનિકોથી અવિશ્વાસ પેદા થાય. સેલ્યુકસને હરાવી ચંદ્રગુપ્ત રાજા બન્યો અને પછી ચાણક્ય પોતાના મુખ્ય હેતુ માટે પાટલીપુત્ર ફરીથી ગયા.
 
==ધનનંદનો નાશ==
પાટલીપુત્રમાં તેમણે નાલંદા વિધ્યાપીઠ ઊભી કરવા રાજાને વિનંતિ કરી. તેમને ખબર હતી કે ધનનંદ આવી વાતની ના પાડશે સાથે સાથે આવી જ કોઇ વાતથી પાટલીપુત્રની પ્રજા રાજા સામે બળવો કરશે. ચાણક્યનો પ્રસ્તવા રાજાએ ઠુકરાવ્યો અને બધા જ મંત્રીઓ રાજા પ્રત્યે નારાજ થયા. આ જ દરમિયાન ચાણક્યના વિશ્વાસુ લોકોએ ધનનંદના પુત્રને, સેનાપતિને ફોડી લીધા. નગરમાં એક રાત્રી યુદ્ધ પણ થયું અને ચાણકયએ ચંદ્રગુપ્ત જે ગુપ્તવેશે નગરમાં આવેલો તેને રાજા બનાવ્યો અને ધનનંદને સવાર પહેલા જ રથમાં બેસાડી નગર બહાર મોકલી આપ્યો. ધનનંદના જ મહામંત્રી રાક્ષસને મહાઅમાત્ય તરીકે નિયુક્ત કર્યા.