IP એડ્રેસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૧૬:
 
વર્ગપૂર્ણ નેટવર્ક ડીઝાઇન ઈન્ટરનેટના શરૂવતી તબક્કામાં સેવા આપી પરંતુ, ૧૯૯૦માં નેટવર્કમાં થયેલ ઝડપી વિસ્તરણને કારણે આ ડીઝાઇને વધુ સરનામાંની જરૂર પડી. આ સરનામાઓને સમાવવા માટે ઈ.સ. ૧૯૯૩માં ક્લાસલેસ ઇન્ટર-ડોમેન રાઉંટીંગ (CIDR) નામની પદ્ધતિએ વર્ગપૂર્ણ નેટવર્ક ડીઝાઇનનું સ્થાન લીધું. વેરીએબલ-લેન્થ સબનેટ માંસ્કીંગ (VLSM) પર આધારિત આ CIDR IP એડ્રેસોની લંબાઈને ઈચ્છાધિન રીતે વધારી ઘટાડી આપે છે. આજે, વર્ગપૂર્ણ નેટવર્કોના અવશેષો માર્યાદિત માત્રામાં જોવા મળે છે.
 
===IPv4 ના વિવિધ વર્ગો <ref name=CCNASG/>===
ઉપર જોયું તેમ વર્ગપૂર્ણ IPv4 ને જુદા જુદા પાંચ વર્ગોમાં વહેચી નાખવામાં આવ્યા છે : A,B,C,D અને E.
==== વર્ગ A ====
IP એડ્રેસ યોજનાના રચનાકારો પ્રમાણે વર્ગ A માં રહેલો પહેલો બાઈટનો પહેલો બીટ નેટવર્ક એડ્રેસ છે અને તે ૦ છે. એટલેકે, વર્ગ A ના એડ્રેસ નો પહેલા બાઈટની કિમંત ૦ અને ૧૨૭ વચ્ચે જ રહે છે. માટે વર્ગ A માટે નેટવર્ક એડ્રેસ : 0XXXXXXX હવે આ X=0 અને 1 ની કિમંતોની સંભાવના લેતા તેની લઘુતમ કિમંત ૦ અને મહતમ કિમંત ૧૨૭ થાય.
==== વર્ગ B ====
વર્ગ Bમાં પહેલા બાઈટ ના પહેલા બીટ ની કીમંત ૧ અચલ રહે છે પરંતુ બીજો બીટ ૦ રહે છે અને બાકીના છ બીટની કિમતો બદલાતી રહે છે. માટે વર્ગ B માટે નેટવર્ક એડ્રેસ : 10XXXXXX. X માટે (0,1) સંભાવના લેતા તેની લઘુતમ કિમંત ૧૨૮ અને મહતમ કિમંત ૧૯૧ મળે.
==== વર્ગ C ====
વર્ગ C માં પહેલા બાઈટના પહેલા બે બીટ્સ ની કિમંત ૧ અચળ રહે પરંતુ ત્રીજો બીટ ૦ રહે છે અને બાકીના પાંચ બીટ ની કિમંતો બદલાતી રહે છે. માટે વર્ગ C માટે નેટવર્ક એડ્રેસ : 110XXXXX. X માટે (૦,૧) ની સંભાવના લેતા તેની લઘુતમ કિમંત ૧૯૨ અને મહતમ કીમત ૨૨૩ મળે.
==== વર્ગો D અને E ====
બાકી રહેલા ૨૨૪ થી ૨૫૫ સુધીના એડ્રેસો વર્ગ D અને E ના નેટવર્કો માટે અનામત છે. વર્ગ D(૨૨૪-૨૩૯) નો ઉપયોગ મલ્ટીકાસ્ટ એડ્રેસો તરીકે થાય છે અને વર્ગ E (૨૪૦-૨૫૫) એડ્રેસો વૈજ્ઞાનિક હેતુ માટે અનામત કરાયા છે.
=== નેટવર્ક એડ્રેસ : વિશિષ્ટ હેતુ માટે ===
કેટલાક IP એડ્રેસો ચોક્કસ હેતુ માટે અનામત કરાયા છે, માટે નેટવર્ક વ્યવસ્થાપક આનો ઉપયોગ કોઈ પણ હોસ્ટને આપી શકતો નથી. નીચેનું કોષ્ઠક આવા IP એડ્રેસો દર્શાવે છે.
{| class="wikitable"
|-
|+ અનામત IP એડ્રેસો
! એડ્રેસ
! કાર્યપ્રણાલી
|-
! ૦ થી બનેલ નેટવર્ક એડ્રેસ
! અર્થ : આ નેટવર્ક કે વિભાગ
|-
! ૧ થી બનેલ નેટવર્ક એડ્રેસ
! તમામ નેટવર્કો
|-
! નેટવર્ક ૧૨૭.૦.૦.૧
! લૂપબેક ટેસ્ટમાટે અનામત. સ્થાનિક નોડ માટે ટેસ્ટ પેકેટને પોતાના પર જ નેટવર્ક ટ્રાફિક વધાર્યા વિના મોકલવા બનાવ્યું.
|-
! ૦ થી બનેલ નોડ એડ્રસ
! અર્થ : આપેલ નેટવર્કનો કોઈપણ નોડ
|-
! ૧ થી બનેલ નોડ એડ્રસ
! અર્થ : આપેલ નેટવર્કના બધા જ નોડ. દા.ત ૧૨૮.૨.૨૫૫.૨૫૫ એટલે નેટવર્ક ૧૨૮.૨ ના તમામ નોડ
|-
! પૂરો IP એડ્રેસ ૦ નો બનેલ
! અર્થ : કોઈપણ નેટવર્ક
|-
! પૂરો IP એડ્રેસના બીટ્સ ૧ હોય એટલેકે IP : 255.255.255.255
! આપેલ નેટવર્ક ના તમામ નોડમાં પ્રસારિત માટે
|}
 
== સંદર્ભો ==