IP એડ્રેસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨૫૯:
 
=== પદ્ધતિઓ ===
સ્થિર IP એડ્રેસની સોંપણી હોસ્ટોને વ્યવસ્થાપક દ્વારા જાતે આપવામાં આવે છે. ચોક્કસ પધ્ધતિ પ્લેટફોર્મ પ્રમાણે બદલાય છે. આના વિપરીત ગતિશીલ IP એડ્રેસો જે કોઈ કમ્પ્યુટરના ઇન્ટરફેસ દ્વારા કે કોઈ હોસ્ટના સોફ્ટવેર (ZeroConf) કે ડાયનેમિક હોસ્ટ કોન્ફીગરેશન પ્રોટોકોલ (DHCP) વાળા સર્વરની મદદથી સોંપણી થાય છે.
=== ગતિશીલ એડ્રેસિંગનો ઉપયોગ ===
LANમાં ઘણાબધા હોસ્ટને IPની જાતે સોંપણી કરવી એ નેટવર્કના વ્યવસ્થાપક માટે ખુબ જ સમય અને ધ્યાન માગી લે છે. ઉપરાંત તેમાં વધતા ઘટતા હોસ્ટની સંખ્યા તેના વ્યવસ્થાપનમાં ખુબ જ ચીવટાઈ માગી લે છે DHCP સર્વરનો ઉપયોગ કરી વ્યવસ્થાપક એક ચોક્કસ IP ની શ્રેણીને પોતાના નેટવર્કના હોસ્ટો માટે ખુલ્લી કરે છે. આ રૂપરેખાંકિત કરેલા સર્વર દ્વારા તે હોસ્ટોને IP એડ્રેસ ઉપરાંત ગેટવે એડ્રેસ, DNS એડ્રેસ, WINS સર્વર IP એડ્રેસ વિ. ની સોંપણી કરી શકે છે. DHCP સર્વર દ્વારા અપાતા IP એડ્રેસો ચોક્કસ મુદ્દત (વ્યવસ્થાપક દ્વારા નક્કી કરેલ) પછી બદલાય છે. કોઈ કિસ્સામાં કોઈક હોસ્ટનો IP એડ્રેસ સ્થિર કરવો હોઈતો પણ DHCP સર્વર દ્વારા જે તે હોસ્ટનો Mac એડ્રેસ અનામત કરી તેને કાયમી ધોરણે IP એડ્રેસ આપી શકાય છે. DHCP એડ્રેસિંગ નો ઉપયોગ ડાયલ-અપ અને કેટલીક ઈન્ટરનેટની વ્યવસ્થા કરતી ISP પોઈન્ટ-ટુ-પોઈન્ટ પ્રોટોકોલ દ્વારા કરે છે.
=== સ્ટીકી ગતિશીલ એડ્રેસ ===
સ્ટીકી ગતિશીલ એડ્રેસનો ઉપયોગ ઈન્ટરનેટની વ્યવસ્થાપક કંપનીઓ DSL કે કેબલ અને મોડેમ દ્વારા અપાતા ઈન્ટરનેટ માટે કરે છે આવા કિસ્સામાં ભાગ્યેજ IP એડ્રેસમાં ફેરફાર થાય છે. મોડેમને એક વાર મળેલ IP એડ્રેસ જ્યાં સુધી મોડેમ બંધ કરવામાં નથી આવતું ત્યાં સુધી તે રહે છે. તેને આપેલ IP એડ્રેસની મુદ્દતમાં ISP દ્વારા વારંવાર વધારો કરાય છે.
=== સ્વયં રૂપરેખાંકિત એડ્રેસ ===
સ્થિર કે ગતિશીલ (DHCP) IP એડ્રેસોની ગેરહાજરીમાં કેટલીક ઓપરેટિંગ સિસ્ટમ (જેવીકે વિન્ડોસ) પોતાના ઇન્ટરફેસને APIPA(ઓટોમેટીક પ્રાઈવેટ IP એડ્રેસિંગ)ની મદદથી IPની સોંપણી કરે છે. RFC 3330 માં દર્શાવ્યા પ્રમાણે તેના માટે એક IP એડ્રેસ બ્લોક ૧૬૯.૨૫૪.૦.૦/૧૬ અનામત રાખ્યો છે, જે IPv4 માટે લીંક-લોકલ એડ્રેસિંગ તરીકે વપરાય છે. IPv6માં આવા એડ્રેસો fe80::/10 બ્લોક માંથી આવે છે. આવા એડ્રેસો સ્થાનિક નેટવર્ક કે લીંક માટે માન્ય ગણાય છે. આ એડ્રેસો ખાનગી એડ્રેસોની જેમ રાઉટ થઇ શકતા નથી.
=== સ્થિર એડ્રેસિંગનો ઉપયોગ ===
સ્થિર એડ્રેસિંગના ઉપયોગ કેટલાક નેટવર્ક સ્થાપત્ય માટે થાય છે. ઇન્ટરનેટ પર પ્રકાશિત થયેલ સર્વરો મોટે ભાગે સ્થિર એડ્રેસિંગ નો ઉપયોગ કરે છે કારણકે DNS દ્વારા શોધ કરતા જે તે સર્વરના IP એડ્રેસ સ્થિર હોયતો તેની સાથે જોડાણ થવાની ક્રિયા ઝડપી બને છે.
== IP વિશ્લેષણ સાધનો ==
કમ્પ્યુટર સંચાલન સિસ્ટમ કેટલાક IP વિશ્લેષણ સાધનો પુરા પાડે છે જેનાથી નેટવર્કમાં રહેલા જે તે હોસ્ટને IP ની સોપણી, હોસ્ટના IP એડ્રેસની જાણકારી વિ. ની માહિતી મળે છે. આવા સાધનો ગ્રાફિકલ અથવા કમાંડ તરીકે હોઈ શકે છે.
 
== સંદર્ભો ==