પર્સનલ એરિયા નેટવર્ક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૩:
પર્સનલ એરિયા નેટવર્ક (Personal Area Network – PAN) એક એવું કમ્પ્યુટર નેટવર્ક છે જે ટેલીફોન, મોબાઈલ અને વ્યક્તિગત ડીજીટલ ઉપકરણોને એક બીજા સાથે જોડીને બન્યું હોય છે. PANની મદદથી વ્યક્તિ પોતાના અંગત ઉપકરણોને એક બીજા સાથે જોડી વાર્તાલાપ કરી શકે છે અને ઈન્ટરનેટની વ્યવસ્થા કરતી કોઈ અપ-લીંકની મદદથી જે તે ઉપકરણોમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. વાયરલેસ પર્સનલ એરિયા નેટવર્ક(WPAN) વાયરલેસ નેટવર્ક તકનીક પર આધારિત PAN છે, કે જે IrDA, વાયરલેસ USB, બ્લુ-ટૂથ, Z-Wave, ZigBee જેવી વાયરલેસ નેટવર્ક તકનીકનો ઉપયોગ કરે છે. આ WPAN નો વ્યાપ થોડા સેન્ટીમીટર થી લઈને થોડા મીટર સુધીનો હોય છે.
== વાયરલેસ પર્સનલ એરિયા નેટવર્ક ==
વાયરલેસ પર્સનલ એરિયા નેટવર્ક(WPAN) એક પર્સનલ એરિયા નેટવર્ક છે કે જે તે વ્યક્તિ ને કેન્દ્રસ્થ રહીને તેની આસપાસ રહેલા વાયરલેસ ઉપકરણોને એકબીજા સાથે વાયરલેસ તકનીકથી જોડે છે. વાયરલેસ PAN ધોરણ IEEE 802.15 ના આધારિત છે. WPANમાં બે પ્રકારની વાયરલેસ તકનીકોનો ઉપયોગ થાય છે : બ્લુ-ટુથ (Bluethooth) અને IrDA(Infrared Data Association). WPANની મદદથી વપરાશકર્તા પોતાની સાથે રહેલા સામાન્ય કોમ્પુટીંગ અને સંચાર ઉપકરણોને જોડવા સક્ષમ બને છે.
 
 
 
== સંદર્ભો ==