બળવંતરાય ઠાકોર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૫:
 
==જન્મ અને શિક્ષણ અને કાર્ય==
તેઓનો જન્મ તા:૨૩-૧૦-૧૮૬૯નાં રોજ [[ગુજરાત]] રાજ્યનાં [[ભરૂચ]] શહેરમાં થયેલો. તેઓએ ૧૮૮૩ માં મૅટ્રિક પાસ કરી, ૧૮૮૯ માં [[ઇતિહાસ]] અને [[અર્થશાસ્ત્ર]] વિષયો સાથે સ્નાતકની પદવી મેળવી અને ૧૮૯૧માં [[પુના]] ડેક્કન કૉલેજમાં એમ.એ. ના અભ્યાસ માટે જોડાયા અને ૧૮૯૨ માં ત્યાં ફેલો નિમાયા. ૧૮૯૩ માં એમ.એ. થયા વગર જ કૉલેજ છોડી. ૧૮૯૫ માં [[કરાચી]]ની ડી.જે. સિંધ આર્ટસ કૉલેજમાં ઇતિહાસ, [[તર્કશાસ્ત્ર]] અને નૈતિક તત્વજ્ઞાન (મોરલ ફિલોસોફી)ના કામચલાઉ અધ્યાપક તરીકે કાર્યભાર સંભાળ્યો. ૧૮૯૬ માં બરોડા કૉલેજમાં અંગ્રેજી સાહિત્ય, તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાનના કામચલાઉ અધ્યાપક તરીકે કાર્ય કર્યું. એ જ વર્ષે અજમેરની સરકારી કૉલેજમાં ઇતિહાસ અને તત્વજ્ઞાનનાં અધ્યાપક રહ્યા. ૧૮૯૯માં પૂનાની ડેક્કન કૉલેજમાં કામચલાઉ પ્રાધ્યાપકપદે નિયુક્તિ થઈ. ૧૯૦૨માં પુનઃ [[અજમેર]]માં અધ્યાપક અને ઉપાચાર્ય બન્યા. ૧૯૧૪માં પૂનાની ડેક્કન કૉલેજમાં કાયમી અધ્યાપક તરીકે નિયુક્ત થયા. ૧૯૨૪માં નિવૃત્ત થયા, પણ ૧૯૨૭ સુધી પૂના રહ્યા. ૧૯૨૮ થી ૧૯૩૭ સુધી [[વડોદરા]] અને ૧૯૩૭ થી આયુષ્યના અંત સુધી [[મુંબઈ]] રહ્યા. તા: ૨-૧-૧૯૫૨ના રોજ તેમનું અવસાન થયું. નજીકના મિત્રવર્તુળમાં તેઓ ‘બલુકાકા’ નામથી ઓળખાતા હતા.
 
==સાહિત્ય કૃતિઓ== <!--સુધારવાનું બાકી-->