મોહરમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૫:
 
 
યઝીદને સંપૂર્ણ વિશ્વાસ હતો કે, તે સમયના અમીર ઉમરાવો પૈકી ઘણાને બળજબરીથી અથવા સત્તા તથા દોલતની લાલચ આપીને પોતાની સાથે ભેળવી શકાય છે. પરંતુ જનાબે હુસેન, જે રિસાલતના ખોળામાં પોષણ પામ્યા, તેમની જ છત્રછાયા નીચે શિક્ષણ પામ્યા છે, તેમને કોઇ લાલચ-આકાંક્ષા અથવા દબાણ દ્વારા ચલિત કરી શકાશે નહીં. આ હાલતમાં (યઝીદ) તેમના ઇન્કારને બહાનું બનાવી (તે) લોકમતને પોતાના હક્કમાં ફેરવી શકશે, તેવું તેનું માનવું હતું. પરંતુ હજરત હુસેનના જેવા સિદ્ધાંતવાદી અને કર્મવીર ઇન્સાનની નજરોમાં કેવળ જિંદગીની ફાની સમૃદ્ધિઓ જ સર્વસ્વ ન હતી. તેમની નજરો સમક્ષ તો માનવીય અધિકારોનું રક્ષણ હતું, જે તેમના નાનાજાન હજરત મોહમ્મદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમની પાયાની તઅલીમ અને સિદ્ધાંતોનો મૂળ હેતુ હતો. કરબલાના મયદાનમાં હજરત ઇમામ હુસેને જે કુરબાની આપી, તેની યાદ આજે પણ જગતના કરોડો માનવો બહુ જૉશજોશ અને જઝબા સાથે મનાવે છે.
 
 
૧૦મી મોહરમે સઘળા સાથીઓ ભૂખ અને તરસની હાલતમાં યઝીદના લશ્કરનો મુકાબલો કરતાં-કરતાં શહીદ થઇ ગયા. નિકટના કુટુંબીજનોમાં બત્રીસ વર્ષના જુવાનજૉધ ભાઈ, નવજુવાન હજરત અબ્બાસ હતા. તે કુરાત નદીમાંથી પાણી ભરવા ગયા, જેથી નાનાં-બાળકોની તરસ મિટાવી શકે, જે તંબુમાં તરફડી રહ્યાં હતાં. હજરત બંને હાથ કપાવીને શહીદ થઇ ગયા. જનાબે હુસેનના નવજુવાન પુત્ર અલી અકબર છાતીમાં ભાલો ખાઇને યાદગાર શહાદત મૂકી ગયા. મોટાભાઈ હજરત ઇમામ હસન રદિયલ્લાહો અન્હોના જુવાન પુત્ર હજરત કાસિમ પણ શહાદત પામ્યા. તેમની બહેન હજરત ઝયનબ (ઝેનબ)ના બંને નવજુવાન ફરજંદો યઝીદી ફોજ સાથે લડતાં-લડતાં શહીદ થઇ ગયા. છ મહિનાના નાનકડા ફરજંદ અલી અસગરની તરસ અને સાત તીર લાગવાથી આ બાળકની શહાદત, એક એવી ઘટના છે, જે કોઇ પણ માનવીના હૃદયને ડગમગાવી દેવા માટે કાફી થઇ શકે છે. તેમની શહાદતની મહાનતાનું આ એક મહાન દ્રષ્ટાંતદૃષ્ટાંત છે, જેના પર સમગ્ર માનવજાત વાસ્તવિક રીતે ગર્વ લઇ રહી છે.