કનકાઈ-ગીર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
Image
લીટી ૧:
શકિતપુજા ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું છે. શકિત એટલે બળ. સમસ્ત લોકની શ્રધ્ધાનો આધાર એક યા બીજા સ્વરૂપે રહેલી શકિત પર અવલંબિત હોય છે. ગિરમાં આવેલું આ શ્રી કનકાઈ માતાજી નુ મંદીર શકિતપુજાનું એક ભાતીગળ અને નોંધપાત્ર સ્થળ છે. જયારે શીંગવડો સેંજલ નદીઓ વહેતી હોય, ચારે બાજુના ડુંગરા લીલી હરિયાળીથી ઓપતા હોય અને મોરલા ગળાનાં કટકા કરી કરીને "મલાર" આરાધતા હોય ત્યારે વનરાજીની વચ્ચેનાં આ ધર્મસ્થાને આવેલ યાત્રાળુ ઘડીભર તો સંસારની ઉપાધિઓ જરૂર ભુલી જાય છે.
 
શ્રીમા કનકાઈ માં અઢાર વરણ નાની કુળદેવી છે જેમા ખાસ કરીને ઉનેવાળ બ્રાહ્મણ, વૈંશ સુથાર જ્ઞાતિ માં પઢીયાર તથા વાઢીયા અને હાલાઇ લૉહાણા વગેરે જ્ઞાતિઓ નો સમાવેશ થાય છે.
 
[[image:Kankai Maa 0671.jpg|thumb|કનકાઇ માતાજી]]
શ્રી કનકાઈ માં અઢાર વરણ ના કુળદેવી છે જેમા ખાસ કરીને ઉનેવાળ બ્રાહ્મણ, વૈંશ સુથાર જ્ઞાતિ માં પઢીયાર તથા વાઢીયા અને હાલાઇ લૉહાણા વગેરે જ્ઞાતિઓ નો સમાવેશ થાય છે.
 
==મંદીરનું સ્થળ ==
શ્રી કનકાઈ માતાજીનું આ મંદીર એ [[ભારત]] દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજયનાં [[જુનાગઢ]] જિલ્લામાં મધ્યગિરમાં આવેલું છે. જે તુલસીશ્યામથી આશરે ૨૨ કિલોમીટર દુર જંગલ માર્ગે આવેલું છે. આ સ્થળ કુદરતી સૌદર્યથી ભરપુર છે. આમ કનકાઈથી સાસણ ૨૪, [[વિસાવદર]] ૩૨, અને [[અમરેલી]] ૭૫ કિલોમીટર દુર આવેલ છે. વરસાદની ઋતુમાં વાહનવ્યવહાર નહિવત થઇ જાય છે. તેમજ આ સ્થળે જવા માટે દિવસ દરમિયાન જવુ પડે છે કારણકે જંગલખાતાની ચેક પોસ્ટથી સાંજનાં ૭ વાગ્યા પછી અવર જવરની મનાઈ હોય છે. તેમજ સાસણગિરમાં સિંહોની વસ્તી હોવાથી જંગલમાં હિંસક પ્રાણીઓનો ભય હોવાથી સલામતી જાળવવી પડે છે.