ભગવદ્ગોમંડલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
link,category add...
No edit summary
લીટી ૧:
== '''ભગવદ્ગોમંડલ''' == :{{સંદર્ભ}}
 
"દુનિયાની કોઈપણ ભાષાના ઉત્તમ કોશની સરખામણીમાં 'ભગવદ્ગોમંડલ' ઊણો ઊતરે તેમ નથી. આ ફક્ત શબ્દકોશ નથી પણ જ્ઞાનકોશ પણ છે."
 
ઉપરોક્ત ઉક્તિ પરથી અનુમાન કરી શકીએ કે 'ભગવદ્ગોમંડલ' એક અમૂલ્ય અને મહત્ત્વનો જ્ઞાનકોશ છે. આવા મહાન જ્ઞાનકોશ, વિશ્વકોશની પ્રસ્તાવના લખવા માટે જ્યારે [[ગાંધીજી]]ને કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું: "પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી. તમારા સાહસથી હું મુગ્ધ થયો છું. એથી માતૃભાષાની મોટી સેવા થશે એમ હું માનું છું.”
 
ઈ.સ. ૧૮૬૫ની ૨૪મી ઓક્ટોબરે [[ધોરાજી]]માં જન્મેલ [[મહારાજા ભગવતસિંહજી|ભગવતસિંહજી]] એકમાત્ર રાજવી તરીકે નહિ પરંતુ સામાજિક અને સાહિત્યક્ષેત્રે પણ અમૂલ્ય પ્રદાન આપીને ગણનાપાત્ર બન્યા છે. ગુજરાતી ભાષાને વિશ્વકક્ષા સુધી પહોંચાડવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા બજાવી છે. છવ્વીસ છવ્વીસ વર્ષની અખંડ સાધના કરીને ગુજરાતી ભાષાની શબ્દસમૃદ્ધિને ખૂણેખાંચરેથી શોધી કાઢીને [[મહારાજા ભગવતસિંહજી]]એ [[ગુજરાતી ભાષા]]માં રત્નમણિ સમાન મહાન જ્ઞાનકોશ "ભગવદ્ગોમંડલ"ની રચના કરી. આ કોશના રચયિતા તરીકે આજે પણ [[સાહિત્ય]] જગત તેમને સન્માને છે.
 
Line ૧૯ ⟶ ૨૦:
 
==બાહ્ય કડીઓ==
* [http://www.gujaratilexicon.com/blog/ ગુજરાતીલેક્સિકોન પરનો લેખ]
* [http://www.bhagavadgomandal.com/ ભગવદ્ગોમંડળ વેબસાઇટ]
* [http://www.bhagavadgomandalonline.com/ ભગવદ્ગોમંડળ વેબસાઇટ]