ગણધર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨૮:
હવે સુધર્માજી નો વારો હતો. તેમની વિચાર ધારા એવી હતી દરેકે જીવ પોતાની યોનિમાં જ પુન જન્મ લે છે. અન્ય શબ્દોમાં માણસો બીજા જન્મમાં માણસ બને છે. તેમની આ ધારણા વનસ્પતિના જીવન ક્રમ પર આધારિત હતી. કોઈ એક સફરજનનુઁ વૃક્ષ સફરજનના વૃક્ષના બીજ ઉત્પન્ન કરે છે. પ્રભુ મહાવીરે તેમને આવકાર્યાં અને જેમ સંકરણ કરી વિવિધ જાતની વનસ્પતિ પેદા કરી શકાય છે તેજ રીતે માનવ પોતાના કર્મ અનુસાર દેવ યોનિ કે પ્રાણી યોનિમાં ઉત્પન્ન થઈ શકે છે. સુધર્માજીને મહાવીર સ્વામીની વાત ગળે ઉતરી ગઈ તેઓ પોતાના ૫૦૦ અનુયાયીઓ સહિત મહાવીરના શોષ્ય બની ગયાં. ભગવાન મહાવીરના ગણધર તરીકે તેઓ સુધર્માસ્વામી તરીકે ઓળખાયા. આ ઘટના સમયે મહાવીરેઅ સ્વામી ૪૨ વર્ષના હતાં
 
સોમિલના બલિ સમારઁભમાઁ આવેલ અગિયાર પંડિતો ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય બન્યાં અને તેઓ ગણધર બન્યાં.
 
ત્યાર બાદ ભગવાન મહાવીર ૩૦ વર્ષ જીવ્યાં. તે દરમ્યાન ભગવાન મહાવીર વિવિધ ક્ષેત્રોમાં લોકોને અત્મીક મુક્તિનો માર્ગ બતાડતા વિચરવા લાગ્યાં. તે દરેક સમયે સુધર્મા સ્વામી તેમની સામે બેસતાઁ અને તેઓ શું કહે છે. તે ધ્યાન રાખતાં.
 
આ રીતે તેમણે ભગવાન મહાવીરની વાણીને [[આગમ]] સ્વરૂપે ગૂંથી. મહાવીર સ્વામીના નિર્માણ સમય સુધી અગિયારમાંના નવ ગણધર મૃત્યુ પામ્યાં હતાં. માત્ર બે ગણધર ગૌતમ સ્વામી અને સુધર્મા સ્વામી જ હયાત હતાં. ભગવાન મહાવીરના નિર્વાણની રાત્રેજ ગૌતમ સ્વામી ને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ હોવાથી સંઘના વ્યવસ્થાપનની બધી જવાબદારી સુધર્મા સ્વામી પર આવી હતી.
 
આવનારા બાર વર્ષોમાં તેઓ સઁઘના શિરોમણી રહ્યાં અને ભગવાન મહાવીરના ચીઁધેલ માર્ગ પર અસરકારક રીતે સંઘનું સંચાન કર્યું અને ભગવાન મહાવીરનો સંદેશ ફેલાવ્યો.
 
== સંદર્ભ ==
"https://gu.wikipedia.org/wiki/ગણધર" થી મેળવેલ