ચર્ચા:ચોળાફળી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
 
No edit summary
લીટી ૨:
 
શ્રી સુશાંતભાઈ, આ લેખની શરૂઆતમાં તમે જણાવ્યું છે કે વિવિધ લોટોના મિશ્રણમાંથી આ વાનગી બને છે, મને જરા એ મિશ્રણ પર શંકા છે. આવી જ શંકા આ પહેલા પણ એકાદ લેખમાં હતી અને તે કારણે હવે મને તમારા દ્વારા ઉપયોગમાં લેવાતા સંદર્ભ પર શંકા છે. શું એ વેબદુનિયા વાળું જાળસ્થળ કોઈ જાણીતા રસોઈશાસ્ત્રી દ્વારા બનાવવામાં આવ્યું છે? જો તેમ ન હોય તો, તેના પર રહેલી વાનગીઓની રીત કોના દ્વારા પ્રમાણીત છે? કોના દ્વારા પ્રેરિત છે? જો તે વ્યક્તિગત વિચારો અને રીતો પર આધારિત હોય તો તેને આપણે સંદર્ભ તરીકે ન વાપરી શકીએ, કેમકે તે બ્લૉગ સમાન ગણાય. અને આપણે અહિં વ્યક્તિગત માન્યતાઓને આધારભૂત નથી ગણતા.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૭:૦૬, ૩૦ ઓગસ્ટ ૨૦૧૩ (IST)
 
==ટાપશી==
કેમ છો મિત્રો? અહિં મારા ખ્યાલ થી કોઇ પણ રીત ને પ્રમાણિત ન ગણી શકાય. પ્રમાણિત રીત નો કોઇ પ્રમાણિત ગ્રંથ ખરો? એટલે વધુ પ્રચલિત રીત ને જ પ્રમાણિત ગણવી ઘટે. પૂરી સામાન્યત: ઘઉ કે મેંદાના લોટની બને પણ બાજરાના લોટની પણ બને. વઘાર સામાન્ય રીતે વસ્તુ ઉકળે પછી એના ઉપર કરવામાં આવતો હોય છે. પણ હું પહેલા વઘાર કરું અને પછી એમાં ડાળ રડું (પ્રચલિત રીત કરતા જુદુ) તો પણ ચાલે. ટુકમાં સુશાંતભાઇના લેખમાં ફક્ત કડિ ન દર્શાવીએ તો ચાલે. કારણકે બ્લોગમાં પણ સામાન્ય રીતનો જ ઉલ્લેખ હોય છે. સીતારામ... '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]]) ૧૮:૪૯, ૩૦ ઓગસ્ટ ૨૦૧૩ (IST)
Return to "ચોળાફળી" page.