વિકિપીડિયા:ચકાસણીયોગ્યતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૯:
 
==પુરાવાનો ભાર==
દરેક અવતરણો અને કોઈપણ વિગતો જે '''પડકારાયેલી કે પડકારી શકાય તેવી''' હોય તેના સંદર્ભ તરીકે વિશ્વાસપાત્ર પ્રસિદ્ધ થયેલો [[વિકિપીડિયા:સંદર્ભો ટાંકવા|સુસંગત સ્રોત]] અપાયેલો હોવો જોઈએ. સ્રોતનો સ્પષ્ટપણે અને ચોક્કસપણે (પાનું, પેટાવિભાગ, અથવા યોગ્ય બંધબેસતા વિભાગો એમ સ્પષ્ટતયા) સંદર્ભ ટાંકો. સંદર્ભ સ્પષ્ટપણે લેખમાં અપાયેલી વિગતોને ટેકો આપતો હોવો જોઈએ.
 
કોઈપણ વિગત જે સીધી રીતે વિશ્વાસપાત્ર સ્રોતનો સંદર્ભ ધરાવતી ન હોય, હટાવી શકાય છે. જો કે ક્યારે અને કેટલી ઝડપથી એ વિગત અને સંપૂર્ણ લેખની સમગ્રતયા સ્થિતિ પર આધારીત છે. સંપાદકોએ એવી વિગતોને તુરંત હટાવવાને બદલે <nowiki>{{સંદર્ભ આપો}}</nowiki> ટેગ લગાડીને યોગ્ય સંદર્ભ મેળવવા માટે વચગાળાનો સમય આપવા વિશે વિચારવું.<ref>જો કે બહુ જ ઓછાં સંદર્ભો ધરાવતા લેખ કે જ્યાં વધુ પડતી "સંદર્ભ આપો" ટેગ લગાવવાની જરૂરીયાત ઊભી થતી જણાતી હોય તેવા લેખોમાં લીટીએ લીટીએ આવી ટેગ મેલવા કરતાં સમગ્ર વિભાગને કે સમગ્ર લેખને જ <nowiki>{{સંદર્ભ}}</nowiki> ટેગ લગાવવી અથવા તો તેના ચર્ચાના પાને સંદર્ભ વિષયક બાબતો જણાવવી.</ref> જ્યારે પણ અસંદર્ભ વિગતોને ટેગ લગાવો અથવા હટાવો ત્યારે કૃપયા એ બાબત ચકાસીને ખાત્રી કરો કે એ વિગતનાં સંદર્ભ માટે વિશ્વાસપાત્ર પ્રસિદ્ધ સ્રોત ઉપલબ્ધ નથી અને તેથી એ વિગત ચકાસણીયોગ્યતા ધરાવતી નથી.<ref>જ્યારે આવી વિગતોને ટેગ લગાવો કે હટાવો, કૃપયા મગજમાં રાખો કે આવા સંપાદનો સરળતાથી અણસમજનો ભોગ બની શકે છે. કેટલાક સંપાદકોનો વિરોધ અન્યને ઉગ્ર, વારંવાર એનું એજ લખનાર બનાવી શકે છે. અને મોટા પાયે અસંદર્ભ વિગતો હટાવવા જતાં, ખાસ તો કોઈ ચોક્કસ દૃષ્ટિકોણ વિષયક લેખો પર, અન્યને એમ માનવા પ્રેરી શકે છે કે તમે નિષ્પક્ષ દૃષ્ટિકોણની નીતિનો ભંગ કરો છો. બીજું કે એ જ લેખમાં અન્યત્ર ક્યાંય પણ એ જ વિગતો માટેનો સંદર્ભ અપાયેલો છે કે કેમ. ટૂંકમાં, ખોટો વાદ-વિવાદ ટાળવા માટે ચોક્કસપણે ખાત્રી કરી અને પછી સ્પષ્ટપણે દર્શાવો કે આ વિગતોનો ચકાસણીયોગ્ય સંદર્ભ ઉપલબ્ધ નથી. જરૂર પડ્યે ચર્ચાના પાને ચર્ચા કરો.</ref> જો તમે જાણતા/માનતા હોય કે આ વિગતો ચકાસણીયોગ્ય, ચકાસી શકાય તેમ, છે તો તેને ટેગ લગાવતા કે હટાવવાનું વિચારવા કરતાં જાતે જ એ માટેનો યોગ્ય સંદર્ભ શોધી અને ત્યાં લખો.
 
જીવંત વ્યક્તિઓ કે જૂથો વિષયક લેખમાં તેમની માનહાની થઈ શકે તેવી અસંદર્ભ કે અપૂરતા સંદર્ભયુક્ત વિગતો કદાપી રહેવા દો નહીં, કે ન તે મુદ્દાને ચર્ચાના પાને ફેરવો. "તુરંત હટાવો.". સાથે [[વિકિપીડિયા:જીવંત વ્યક્તિઓનું જીવન ચરિત્ર|જીવંત વ્યક્તિઓનું જીવન ચરિત્ર નીતિ]] વિશે પણ જાગૃત રહો.<ref name="Wales_2006-05_Wikimedia_wikien-l">[[Jimmy Wales|Wales, Jimmy]]. [http://lists.wikimedia.org/pipermail/wikien-l/2006-May/046440.html "Zero information is preferred to misleading or false information"], WikiEN-l, May 16, 2006: "I can NOT emphasize this enough. There seems to be a terrible bias among some editors that some sort of random speculative 'I heard it somewhere' pseudo information is to be tagged with a 'needs a cite' tag. Wrong. It should be removed, aggressively, unless it can be sourced. This is true of all information, but it is particularly true of negative information about living persons."</ref>
 
ક્યારેક સંપાદકો જે તે વિગત કે માહિતી ચકાસણીપાત્ર હોવા વિશે અસહમત હોય છે. '''પુરાવો આપવાનો ભાર, સાબિત કરવાની જવાબદારી, વિગતો લખનાર સંપાદકને માથે હોય છે''', અને એ યોગ્ય સંદર્ભ આપવાથી પૂર્ણ થાય છે.<ref>સંપાદક સદ્ભાવપૂર્વક જેને પર્યાપ્ત માનતો હોય તેવો સંદર્ભ એક વખત અપાઈ જાય, ત્યાર પછી અન્ય કોઈપણ સંપાદક જે તેને વિકિપીડિયા પરથી હટાવવા માંગતો હોય તેણે તે હટાવવું ન્યાયપૂર્ણ હોવાનું સાબિત કરવું જોઈએ. અને એવા લખાણ કે સંદર્ભ વિષયક સંભાવ્ય તમામ મુશ્કેલીમાં સર્વસામાન્ય અભિપ્રાય મેળવવા વિષયે બધા (વધુમાં વધુ) સંપાદકોની મદદ ઈચ્છનીય ગણાય છે.</ref>
 
==વિશ્વાસપાત્ર સ્રોતો==
====વિશ્વાસપાત્ર સ્રોત કોને ગણવા====