વિકિપીડિયા:નિષ્પક્ષ દૃષ્ટિકોણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૦:
* '''મંતવ્યોને હકિકતોનો દરજ્જો આપવાનું ટાળો.''' સામાન્ય રીતે, લેખોમાં તેનાં વિષયો વિશે વ્યક્ત થતા અર્થપૂર્ણ મતોની માહિતી હોય છે. જો કે, આ મતોને વિકિપીડિયાનાં અવાજ (વિકિપીડિયાની માન્યતા) તરીકે દર્શાવવા નહીં. પણ એથી ઊલટ, તેને જે તે સ્રોતોનાં લખાણમાં જ, કે જ્યાં ઉચિત હોય, વિશાળ માન્યતા ધરાવતા અભિપ્રાય તરીકે જ વર્ણવવા, દા.ત. લેખમાં એમ ન ઉલ્લેખો કે "નરસંહાર એ દુષ્ટ કૃત્ય છે", પણ એ એમ ઉલ્લેખાવું જોઈએ કે "નરસંહારને ફલાણાં (નામ) દ્વારા માનવ દુષ્ટતાનાં સાર તરીકે વર્ણવાયો છે."
* '''ગંભીર વિવાદાસ્પદ દાવાઓને હકિકતોનો દરજ્જો આપવાનું ટાળો.''' કોઈ બાબતે જૂદા જૂદા વિશ્વાસપાત્ર સ્રોતો વિરોધાભાસી દાવાઓ રજૂ કરતા હોય તો, આ દાવાઓ તરફ મંતવ્યો તરીકેને વ્યવહાર કરો, નહીં કે હકિકતો તરીકેનો, અને તેને સીધા વિધાનો, અહેવાલો તરીકે રજૂ કરો નહીં.
* '''હકિકતોને મંતવ્યોનો દરજ્જો આપવાનું ટાળો.''' વિશ્વાસપાત્ર સ્રોતોમાંથી વિવાદવિહીન અને તકરારવિહીન તથ્યોની તારવણીઓ વિકિપીડિયાની માન્યતા તરીકે દર્શાવી શકાય છે. જો કે ત્યાં સુધી જ જ્યાં સુધી એ વિષયથી નિશ્ચિતપણે બીજી કોઈ રીતે વિવાદવિહીન માહિતી પરત્વે અસહમતિનો વહેવાર થતો ન હોય, અને આવી તારવણી માટે નિશ્ચિત સંદર્ભની જરૂર નથી, જોકે ચકાસણીયોગ્યતા માટે સ્રોતનાં ટેકા ખાતર સંદર્ભ તરીકે સ્રોતની કડી આપવી એ મદદરૂપ તો બનશે જ. વધુમાં, ફકરા કે લેખનાં ભાગમાં કોઈપણ રીતે એ પ્રકારનાં શબ્દો ન લખાયા હોવા જોઈએ જેથી તે વિવાદાત્મક દેખાય.
* '''હકિકતોને મંતવ્યોનો દરજ્જો આપવાનું ટાળો.'''
* '''ચુકાદા પ્રકારની નહિ એવી ભાષા વાપરો.''' નિષ્પક્ષ દૃષ્ટિકોણ તેનાં વિષય (અથવા એ વિષય વિશે જે કંઈપણ વિશ્વાસપાત્ર સ્રોતો જણાવતા હોય) પરત્વે ન તો સહાનુભૂતિદર્શક હોય છે ન નિંદાત્મક, જોકે ક્યારેક આ બંન્નેને સ્પષ્ટતાની વિરુદ્ધ સમભાવે રાખવા પડે છે. મતો, માન્યતા કે મંતવ્યો, અભિપ્રાયો, દૃષ્ટિકોણો અને વિવાદાસ્પદ તારણોને નિઃસ્વાર્થ, પક્ષપાતરહિત કે તટસ્થ ભાવમાં રજૂ કરો. તેને સંપાદકીયાત્મક કે તંત્રીલેખાત્મક બનાવો નહીં.
* '''ચુકાદા પ્રકારની નહિ એવી ભાષા વાપરો.'''
* '''વિષય સાથે સંકળાયેલા વિરોધાભાષી દૃષ્ટિકોણને પણ દર્શાવો.'''