Content deleted Content added
લીટી ૧૦૭:
[[સભ્ય:NehalDaveND|NehalDaveND]] ([[સભ્યની ચર્ચા:NehalDaveND|talk]]) ૧૧:૨૩, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)
::નેહલભાઈ, વિકિપીડિયામાં સહુ કોઈ વોલન્ટીયર છે, એટલે કે નિ:શુલ્ક સેવાઓ આપે છે. માટે, જો કોઈ વ્યક્તિ તમારી પાસે કોઈ પણ પ્રકારના વળતરની અપેક્ષા રાખીને તમારું કામ કરી આપવાનું કહે તો તે લેભાગુ છે તેમ સમજવું. વધુમાં જણાવું કે હર્ષભાઈ (હર્ષ કોઠારી) ગુજરાતી એડમીન નથી, તેઓ પણ તમારા જેવા જ એક સામાન્ય સભ્ય છે. ગુજરાતી વિકિપીડિયામાં હાલમાં ફક્ત બે જ એડમિન સક્રિય છે, એક હું અને બીજા અશોકભાઈ મોઢવાડીયા. ગુજરાતી વિકિસ્રોતમાં ત્રીજા એક એડમિન છે સુશાંતભાઈ સાવલા, જેઓ પણ અહિં સભ્ય છે. આમ અમારા ત્રણ સિવાય અન્ય કોઈ એડમિન નથી. અને અમારા ત્રણેમાંથી એક પણ વ્યક્તિ પૈસા માટે કે પૈસા લઈને કોઈ કામ કરતા નથી. અમારા ત્રણેને પોતપોતાના વ્યવસાય કે વ્યાપાર છે જેમાંથી અમે પૂરતું કમાઈ લઈ છે અને જોગ પડે તો સ્વખર્ચે વિકિના કામ માટે થોડી મુસાફરી પણ કરી લઈએ છીએ. એટલે આપને નમ્ર વિનંતી છે કે થર્ડ એસીનું તો શું સ્લિપર ક્લાસનું પણ ભાડું ચુકવીને કોઈ ભાડુતી માણસને ન બોલાવશો. હું ૯મી માર્ચને રવિવારે અમદાવાદ પહોંચીશ. વસ્ત્રાપુર વિસ્તારમાં રહેવાનો છું અને તમને જ્યાં અનુકૂળ હોય ત્યાં મળી શકું તેમ છું. હું તમને ઇમેલ દ્વારા સંપર્ક કરું છું, જેથી આપણે વધુ ખુલાસાપૂર્વક વાત કરી શકીએ. જો આપની પાસે આ કેરળ રાજ્યના એડમિનનું નામ અને અન્ય વિગતો હોય તો મને ઇમેલમાં જણાવશો, આ પ્રકારની માંગણીઓ કોઈ કાળે ઉચિત નથી અને તેનાથી અન્ય લોકોને અવગત કરાવવા જરૂરી છે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૪:૫૭, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)
:::વગર આમંત્રણે વગર વચ્ચે બોલતો હોંઉ એવું લાગે તો માફ કરશો પણ નેહલભાઇ જો હાલમાં અમદાવાદમાં હોય અને એમને અનુકુળતા હોય તો એમને જે કાંઇ શીખવું હશે તેમાંનું મને આવડતું હોય એટલું બધુ જ શિખવવા તૈયાર છું. જોકે ચોખવટ કરી દઉ કે ધવલભાઇ જેટલો પ્રવીણ નહી હોંઉ. મારૂ સુચન એ છે કે ધવલભાઇ આવે ત્યાં સુધીમાં થોડું મારી પાસેથી શીખી લો (Free, Free Free !!!) અને પછી ધવલભાઇ આવે ત્યારે તમે લોકો એમનાં જ્ઞાન અને નિપૂણતાનો પુરતો લાભ લઈ શકો. તમારા સંપર્કસુત્રો જણાવો તો હું તમારો સંપર્ક કરી શકુ અને આપણે આવતી કાલથી જ શીખવા બેસી જઇએ. આભાર. --<span style="border:1px dashed DarkOrange;padding:0.25em; margin:0.1em; text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:વિહંગ|<font color="Red">'''વિહંગ'''</font>]]&nbsp;[[User talk:વિહંગ|<font color="DodgerBlue">'''વ્યાસંગી'''</font>]]</span> ૧૩:૨૪, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)