ગોવર્ધનરામ ત્રિપાઠી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) સાફ-સફાઇ શરૂ: ફકરાઓ વ્યવસ્થિત કર્યા. અમુક વાક્યો સુધાર્યા. |
KartikMistry (ચર્ચા | યોગદાન) ઇન્ફોબોક્સ ઉમેર્યું. કોમન્સમાંથી ફોટો ઉમેર્યો. થોડીક સાફ-સફાઇ. |
||
લીટી ૧:
{{સુધારો}}▼
{{Infobox Person
|નામ = ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
|ફોટો = Govardhanram Tripathi 2013-11-14 23-12.JPG
|ફોટોસાઇઝ =
|ફોટોનોંધ =
|જન્મ તારીખ = [[ઓક્ટોબર ૨૦| ૨૦ ઓક્ટોબર]], ૧૮૫૫
|જન્મ સ્થળ = [[નડિયાદ]], [[ખેડા જિલ્લો]], [[ગુજરાત]], [[ભારત]].
|મૃત્યુ તારીખ =
|મૃત્યુ સ્થળ =
|મૃત્યુનું કારણ =
|હુલામણું નામ =
|રહેઠાણ =
|વ્યવસાય =
|સક્રિય વર્ષ =
|રાષ્ટ્રીયતા = ભારતીય
|નાગરીકતા =
|અભ્યાસ = બી.એ.,
|વતન =
|ખિતાબ =
|પગાર =
|વાર્ષિક આવક =
|ઉંચાઇ =
|વજન =
|મુદત =
|પક્ષ =
|વિરોધીઓ =
|ધર્મ = [[હિંદુ]]
|જીવનસાથી =
|ભાગીદાર =
|સંતાન =
|માતા-પિતા = શિવકાશી, માધવરામ ત્રિપાઠી
|હસ્તાક્ષર =
|વેબસાઇટ =
|નોંધ =
}}
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી (જન્મ: ઓક્ટોબર ૨૦, ૧૮૫૫) નો જન્મ [[ખેડા]] જિલ્લા ના [[નડિયાદ]] ના ધર્મ પ્રિય બ્રાહ્મણ માધવરામ ત્રિપાઠી ને ત્યાં થયો હતો. પિતા અત્યંત ધાર્મિક વ્રુત્તિના અને દિલના બહુ ભોળા. જ્યારે માતા શિવકાશી રગેરગ વ્યવહારુ. પિતા ની ધર્મનિષ્ઠા અને માતા ની વ્યવહારુતા - બન્ને ગોવર્ધનરામ વારસા માં મળ્યા હતા. દાદાના સમયથી ઘરમાં રહેતા મુનિ મહારાજ પાસે વીતેલા બાળપણ અને ઘરના ધાર્મિક વાતાવરણથી ચિત્ત પર પડેલો વૈષ્ણવધર્મ ને વેદાંતવિચારનો પ્રભાવ, કિશોરાવસ્થાથી વાચનનો અતિ શોખ, કાકા મનઃસુખરામ સાથેનો સહવાસ વગેરે એ ગોવર્ધનરામને ધાર્મિક, વિદ્યાવ્યાસંગી અને આર્યસંસ્કૃતિ પ્રત્યે અનુરાગી બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
Line ૮ ⟶ ૪૫:
૩)ચાળિસમે વર્ષે નિવ્રુત્તિ લઈને શેષજીવન સાહિત્ય અને સમાજની સેવામાં સમર્પિત કરવું.
અભ્યાસમાં તેમનો પહેલો-બીજો નંબર આવતો નહિ, કારણ કે તેમનુ ધ્યાન પાઠ્યપુસ્તકો કરતાં બહારના સામાન્ય પુસ્તકો વાંચવામાં વિશેષ પ્રવ્રુત્ત હતું. કૉલેજકાળ દરમિયાન તેમણે સાહિત્ય તથા કવિતાનો આમૂલ અભ્યાસ આદર્યો.
સંસ્ક્રુત માટે પણ એમનો શોખ વધતો ગયો. ઇતિહાસના વિષય ઉપર પણ તેમની ખાસ પ્રીતિ હતી. કૉલેજકાળથી જ કાવ્યરચના કરવાનો અને લેખો લખવાનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. શરૂઆતમાં તેઓ ગુજરાતી કવિતાં કરતા સંસ્ક્રુત કવિતા રચવા તરફ વિશેષ રુચિ ધરાવતા હતા. વ્યાપક વિષયોમાં-ઊંડાણમાં જવાની તેમની જન્મજાત વ્રુત્તિ હતી.
ગોવર્ધનરામની ઊઘડતી જતી જ્વલંત કારકિર્દીની નિયતિને જાણે ઈર્ષ્યા આવતી હોય તેમ ૧૮૭૪ ના વર્ષમાં દુ:ખો અને વિતંબણાઓએ તેમની પર ઘા પર ઘા કરવા માંડ્યા. તે વર્ષમાં તેમની પત્ની હરિલક્ષ્મીનું સુવાવડમાં અવસાન થયું અને તેમની બળકી પણ માતાની પાછળ્ ચાલી નીકળી. એ જ વર્ષમાં પિતા માધવરામ ની પેઢી તૂટી. તેઓ બી.એ.માં નાપાસ થયા. આ સંકટપરંપરાને કારણે તેમનો ભોઈવાડમાં બંધાવેલો માળો વેંચવો પડ્યો. પછી આખું કુટુંબ મુંબઈ થી નડિયાદ ગયું. ગોવર્ધનરામ કૉલેજનો અભ્યાસ પૂરો કરવા માટે મુંબઈ માં જ રહ્યા. આવી આર્થિક આપત્તિઓને કારણે, ૧૮૭૯
ઈ.સ.૧૮૮૩ના અંત ભાગ માં તેમણે ભાવનગર છોડ્યુ ત્યારે દિવાનસાહેબે તેમને રૂ.૨૫૦/- ના પગાર થી ભાવનગરના ન્યાયખાતામાં રાખવાની ઈચ્છા બતાવી.આ ઉપરાંત જૂનાગઢના દીવાનસાહેબે રૂ.૩૦૦/- ની નોકરીની ઑફર કરી, પરંતુ હવે ગોવરધનરામને લાગ્યું કે પોતે સેવેલા સ્વપ્ન અને સિદ્ધાંતો પાળવાનો સમય આવી ગયો છે. એટલે નોકરી છોડીને સ્વતંત્ર વકીલાત કરવાનો ર્દઢ નિશ્ચય કર્યો.ભાવનગર થી માત્ર પચાસ રૂપિયાની મૂડી સાથે મુંબઈ આવીને વકીલાત શરૂ કરી. વકીલાત સરસ ચાલવા માંડી. ઈ.સ.૧૮૮૪ થી ઈ.સ.૧૮૮૭ સુધીમાં તેમણે પોતાના પિતાનું દેવું એકલે હાથે વાળી દીધું. ૪૦ વર્ષની વયે નિવ્રુત્ત થયા બાદ બાકીના જીવનમાં શું વાંચવું , શું લખવું , શાનો અબ્યાસ કરવો , વિવિધ પ્રવ્રુત્તિઓને કેટલું સ્થાન આપવું છે તેનો વિચાર તેમણે ઈ.સ. ૧૮૮૫ સુધીમાં કરી લીધો હતો. તેજ વર્ષથી તેમણે નિયમિત પોતાની ડાયરી લખવા માંડી હતી.
== સાહિત્ય સર્જન ==
ગૃહ, રાજ્ય ને ધર્મ વિશેના પોતાના વિચારો પ્રજાના બહોળા વર્ગ સુધી પહોંચી શકે એ હેતુથી પોતે નિબંધને બદલે નવલકથાનો આશ્રય લીધો એવું લેખકે સ્પષ્ટ સ્વીકાર્યું છે, તોપણ એમની સર્જક તરીકેની ઊંચી શક્તિ ઘટનાસંયોજન, પાત્રનિરૂપણ ને ભાષામાં પ્રગટ થઈ છે. સંઘર્ષના તત્વથી પહેલા બે ભાગ કથાની દ્રષ્ટિએ વધારે રસિક બન્યા છે. પાછલા બે ભાગ માં સંઘર્ષ વિશેષત:વૈચારિક ભૂમિકાએ રહેતો હોઈ નવલકથા નિબંધાત્મક બનીજાય છે.
ઈ.સ.૧૮૯૫ વર્ષ : ગોવર્ધનરામ ત્રિપાઠી ચાળીસ વર્ષના થયા. પોતે કરેલા સંકલ્પ મુજબ વકીલાતનો અત્યંત ધીકતો ધંધો સમેતી લીધો.
ગોવર્ધનરામનું વાંચન વિશાળ હતું. તેમણે અંગ્રેજી સાહિત્યનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો.પશ્ચિમ આ વિસ્તીર્ણ સાહિત્યે તેમને વિચારક મનને આર્યસંસ્ક્રુતિનાં ઊંડાણો જોવા , સમજવા અને તુલનાત્મક ર્દષ્ટિથી તેનુંમૂલ્ય આંકવા લલચાવ્યા. પરિણામે તેમની સર્વગ્રાહી તલસ્પર્શી મેઘાને એક નવું જ દર્શન લાવ્યું.એક નવી જ દિશા સાંપડી. આ નવી દિશા પૂર્વ અને પશ્ચિમના અંશોના સમન્વયની.તેમણે ઘણા બળો જોય હતા,અનુભવ્યાં હતાં.દેશના યુવાનો ઉપર તેમની મોહિની પથરાયેલી પણ તેમણે જોઈ હતી.પશ્ચિમી સુધારાનો એ વેગીલો પવન આર્યસંસ્ક્રુતિ મિટાવી દેવાની હોડ બકી હોય તેવો જોરશોરથી ફૂંકાઈ રહયો હતો.એ સમયે હિન્દુ સમાજને સુધારવાના શુભાશ્યથી દલપત-નર્મદ ભલે સાચા હોય તો પણ તેમણે માત્ર દોષો જ ગાયા હતા. પણ ગોવર્ધનરામની ગુણગ્રાહી ર્દષ્ટિને એ ન રુચ્યું.તેમણે આર્યસંસ્ક્રુતિનાં મૂલ્યોને ફરી પ્રસ્થાપિત કરવાનું મુનાસિબ માન્યું. તેમણે પૂર્વ-પશ્ચિમનાં શુભ બળોને ઉત્સાહથી આવકાર્યા અને બંને સંસ્ક્રુતિઓની પાવન સરિતાના સંગમનું ચિત્ર રચાયું.આવી વિચારસરણી-મનોમંથનનો પરિપાક તે 'સરસ્વતીચંદ્ર'.
ગોવર્ધનરામનાં બીજાં સર્જનોમાં નવલરામની જીવનકથા તથા પિત્રુઅંજલિ-રૂપ લખેલું : 'માધવરામ-સ્મારિકા'.આ ઉપરાંત ધર્મ,સમાજશાસ્ત્ર,અર્થશાસ્ત્ર આદિ અનેક વિષયો પર તેમનાં ભાષણો તેમ જ અંગ્રેજી અને ગુજરાતી સામયિકો માં તેમણે લખેલા કેટલાક લેખો પણ ઉચ્ચ કોટિના હતા. ઈ.સ. ૧૯૦૫ માં અમદાવાદ માં પહેલવહેલી ભરાયેલી ગુજરાતી સહિત્ય પરીષદ ના તેઓ પ્રમુખ પદે ચૂંટાયા હતા. તે "ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ" માં તેમણે મધ્ય કાલીન ગુજરાતી કવિઓની સામાજિક અને ધાર્મિક જીવન પરની અસરનું ચિત્ર ઉપસાવ્યું છે, જ્યારે સ્ક્રેપ બુક્સ ભાગ ૧-૨-૩ ની મરણોત્તર પ્રકાશિત ક્રુતિમાં લેખકની અંગત નોંધો છે.
Line ૩૦ ⟶ ૬૬:
આ સઘળા સર્જનોમાં લેખકની અદ્રિતીય વિદ્વતાનાં અને ઉત્ક્રુષ્ટ પ્રતિભાનાં દર્શન થાય છે. પણ તેમનું સબળ યશદાયી અને સર્વશ્રેષ્ઠ સર્જન તો " સરસ્વતીચંદ્ર " જ છે. અલબત્ત તેમાનુ ગધ દીર્ધસૂત્રી હોવા છતાં તે ઉત્ક્રુષ્ટ કોટિનું છે. સમસ્ત જીવનના વિસ્તારને તેમણે આ મહાનવલ માં આવરી લીધો છે. આ ઉત્તમ ક્રુતિના સર્જક માત્ર એક વાર્તાકાર ન રહેતા દ્રષ્ટા પણ બને છે. પાંડિત્યને લોક્ભોગ્ય બનાવવા તેમણે કલાકારનો સ્વાંગ ધર્યો છે. આ ક્રુતિ એવુ ચિરંતન મૂલ્ય ધરાવે છે કે ગીતાની જેમ્ એનુ નવું નવું વિશિષ્ટ મૂલ્યાંનકન કરતાં ગુજરાતના સારસ્વતો કદી ધરાયા નથી. એ જ એની અમરકીર્તિર્ની યશપતાકા છે.
પ્રજામાં રામાયણ અને મહાભારતનાં સ્થાન એટલાં તો એકરસ થઇ ગયાં છે કે લોકો તેના કર્તા ઉપર થી ક્રુતિઓને નહિ, પણ એ ક્રુતિઓના જ કર્તા તરીકે વાલ્મીકિ અને વ્યાસને ઓળખે છે. ગુજરાતનાં જીવન અને સાહિત્યના પ્રથમ દ્રષ્ટા અને પંડિત ગોવર્ધન રામ ના સંદર્ભમાં પણ આવું જ થયું છે. ગોવર્ધન રામ એમની અમર ક્રુતિ " સરસ્વતીચંદ્ર
== જીવન પ્રસંગો ==
Line ૪૫ ⟶ ૮૧:
વ્યાકરણ પાછળ ગોવર્ધનરામે આખો મહિનો ગાળ્યો હતો તેથી એમણે જે જે જવાબ આપ્યા તેથી ભાંડારકર ઘણા પ્રસન્ન થયા.
▲{{સુધારો}}
[[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]]
|